અહીં આવેલું છે વડવાળા ગોગા મહારાજનું મંદિર, દર્શન માત્રથી લોકોની દરેક મનોકામના થાય છે પૂર્ણ…

Story

આપણા ગુજરાતમાં આસ્થાના પ્રતીક સામના ગણા સ્થળો આવેલા છે. જ્યાં જતાની સાથે જ લોકોને દિવ્યતાની અનુભૂતિ થાય. આજે અમે તમને એક એવા જ સ્થળ વિષે જણાવીશું કે જ્યાં હજારો લોકોને પરચા થયા છે અને બધાની માન્યતા પુરી થાય છે.

આ સ્થળ બનાસકાંઠામાં અંબાજી જતા સમયે આવે છે. આ સ્થળને વડવાળા ગોગા મહારાજ તરીકે ઓળખવામાં આવે છે.ત્યાં આજુ બાજુના વિસ્તારમાં આ સ્થળની ખુબજ માન્યતાને લોકો દૂર દૂરથી વડવાળા ગોગા મહારાજના દર્શન કરવા માટે અને પોતાની માનતા પુરી કરવા માટે આવે છે.

અહીં ગોગા મહારાજ વડના ઝાડ નીચે પ્રગટ થયા હતા. એટલા માટે આ સ્થળને વડવાળા ગોગા મહારાજ તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરમાં ભકતો દૂર દૂરથી ગોગા મહારાજના દર્શન કરવા માટે આવે છે.

અહીં ગોગા મહારાજ પોતાના દરેક ભકતની બધી જ મનોકામના પૂર્ણ કરે છે. આજ સુધી હજારો ભક્તોને ગોગા મહારાજના પરચા થયા છે. લોકોના વર્ષોથી અટવાયેલા કામો પણ લોકોના ચપટી વઘડતા પુરા થઇ ગયા છે. લોકોને ગોગા મહારાજના આ મંદિર સાથે ખુબજ મોટી આસ્થા જોડાયેલી છે. જેનાથી તે અહીં ભકતોની ભીડ જોવા મળે છે.

ખાસ તો નાગ પંચમીના દિવસે આ મંદિરમાં જગ્યા પણ નથી હોતી. હજારોની સંખ્યામાં ભકતો અહીં દર્શન કરવા માટે આવી જાય છે. અહીં આવીને ભક્તો ગોગા મહારાજ સામે પોતાની માનતા માંગે છે. અને જીવનની તકલીફોને દૂર કરવા માટે પ્રાર્થના કરે છે. ગોગા મહારાજ બધાની તકલીફો દૂર કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *