ટૂંકા કપડા પહેરીને હિરોઈન નીકળી ઘરનો કચરો બહાર ફેંકવા, વીડિયો થયો સોશિયલ મીડિયા પર વાયરલ.

Story

બોલિવૂડ અભિનેત્રીઓ ફેશનના મામલે કંઈક નવું કરીને ટ્રેન્ડ સેટ કરવાનો પ્રયાસ કરે છે. હવે બોલિવૂડ એક્ટ્રેસ અદા શર્માએ કંઈક આવું જ કર્યું છે. અદા શર્મા પોતાની શાનદાર સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. ફિટનેસ ફ્રીક અદા શર્મા દરરોજ તેના શાનદાર વીડિયો અને ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. અદાનો આવો જ એક લેટેસ્ટ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

દર વખતે કંઈક અલગ કરવા માટે જાણીતી અદાએ હવે કચરાની થેલી લઈને જતી હોય એવો વીડિયો શૂટ કર્યો છે. સામે આવેલા આ વીડિયોમાં અદા બ્લેક મિની ડ્રેસ અને લાંબા બૂટ પહેરેલી જોવા મળે છે. આ સાથે આ વીડિયોમાં અદા કંઇક અલગ કરવા માટે બંને હાથમાં કચરાની થેલીઓ લઇને તે રસ્તા પર ચાલતી જોવા મળી રહી છે.

સામે આવેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે અદા શર્માએ કચરાની થેલીઓ અને કચરાના ડબ્બા જોડે આ વીડિયો શૂટ કર્યો છે. તેણી તેના બંને હાથમાં કાળી થેલી લઈને આવે છે અને જેમાં લોકો સામાન્ય રીતે કચરો ફેંકે છે. તે આટલેથી અટકતી નથી પરંતુ અભિનેત્રી શેરીમાં મૂકેલા મોટા કચરાના ડબ્બા સાથે પોતાની સ્ટાઇલથી જ ચાલી રહી છે. ક્યારેક તે કચરાના ડબ્બા પર બેસે છે તો ક્યારેક તેના પર પગ મૂકીને પોઝ આપે છે. ચાહકોને તેની આ ફની સ્ટાઈલ ખૂબ જ પસંદ આવી રહી છે.

અદાની પોસ્ટ પર પ્રતિક્રિયાઃ અદાના આ વીડિયો પર ઘણા સેલેબ્સે ફની કોમેન્ટ્સ પણ કરી છે. સાથે જ ચાહકો તેમના પર પ્રેમ વરસાવી રહ્યા છે. એક પ્રશંસકે લખ્યું, ‘અહી પણ તમારી સ્ટાઈલ વિશે શું કહેવું છે અદા જી.’ જ્યારે બીજાએ ટિપ્પણી કરી, ‘આ વિડિયોએ મને કચરાના ડબ્બાનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે વિશે ઘણી પ્રેરણા આપી છે.’

અદા શર્મા મૂવીઝઃ અદા શર્મા ફિલ્મો કરતાં વધુ તેની બોલ્ડ સ્ટાઇલ અને અસામાન્ય ફેશન સેન્સ માટે હેડલાઇન્સમાં રહે છે. અદા શર્મા બોલીવુડની જાણીતી અભિનેત્રી છે. તેમને સૌથી વધુ પ્રસિદ્ધિ હોરર ફિલ્મ ‘1920’થી મળી હતી. આ પછી તે ‘હસી તો ફસી’ સહિત ઘણી ફિલ્મો, વેબ સિરીઝ અને મ્યુઝિક વીડિયોમાં જોવા મળી.

Leave a Reply

Your email address will not be published.