હાલના દિવસોમાં અફઘાનિસ્તાન તાલિબાનના લીધે કટોકટીનો સામનો કરી રહ્યું છે. તાલિબાનોએ કાબુલ પર કબજો કરી લીધો છે. જેના કારણે ત્યાંના લોકોને દેશ છોડીને અન્ય દેશમાં ભાગવાની ફરજ પડી રહી છે. અફઘાનિસ્તાન સાથે પણ ભારતનું ખાસ જોડાણ છે. અફઘાનિસ્તાનના લોકોમાં હિન્દી ફિલ્મોનો ઘણો ક્રેઝ જોવા મળે છે. ધણી હિન્દી ફિલ્મોનું શૂટિંગ અફઘાનિસ્તાનમાં થયું છે. જેમાંથી એક ફિલ્મ ‘ખુદા ગવાહ’ હતી. આ ફિલ્મનું શૂટિંગ અફઘાનિસ્તાનમાં થયું હતું. અભિનેતા અમિતાભ બચ્ચન અને શ્રીદેવી આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં હતા. અફઘાનિસ્તાનમાં પીઢ અભિનેતા અમિતાભ બચ્ચનનો ખુબજ મોટો ચાહક વર્ગ ધરાવે છે.
‘ખુદા ગવાહ’ ફિલ્મનું શૂટિંગ 1991-92માં અફઘાનિસ્તાનના મઝાર-એ-શરીફમાં થયું હતું. બાદમાં અમિતાભ બચ્ચને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો. વર્ષ 2013 માં આપેલા એક ઈન્ટરવ્યુમાં અમિતાભ બચ્ચને જણાવ્યું હતું કે સોવિયત સંઘે થોડા સમય પહેલા નજીબુલ્લાહ અહમદઝાઈને સત્તા સોંપી હતી. ખાસ વાત એ હતી કે તેઓ હિન્દી સિનેમાના ચાહક હતા. અમિતાભ બચ્ચને ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેઓ તેમને મળ્યા હતા અને તેમને શાહી સન્માન આપ્યું હતું. જેઓ હોટલમાં રોકાયા ન હતા તેમણે તેમના માટે પોતાનું ઘર ખોલી દીધું હતું અને તેઓ તેમના ઘરમાં શિફ્ટ થઈ ગયા હતા.
ફિલ્મ ‘ખુદા ગવાહ’ના શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચનને તત્કાલીન રાષ્ટ્રપતિ દ્વારા તેમની સુરક્ષા માટે અડધું હવાઈ દળ આપી દેવામાં આવ્યુ હતું. ખુદા ગવાહ અફઘાનિસ્તાનમાં સૌથી વધુ જોવાયેલી ફિલ્મ હતી. કહેવાય છે કે બિગ બીની માતા તેજી બચ્ચન શૂટિંગ દરમિયાન તેમના પુત્ર અમિતાભ બચ્ચન અને શ્રીદેવીની ચિંતા કરતા હતા. તેજી બચ્ચન પણ ફિલ્મ મેકર્સ પર ખૂબ ગુસ્સે થયા હતા. તેણે કહ્યું કે જો તેના બાળકોને કાંઈ થયું હોય તો.
અફઘાનિસ્તાનના રાજદૂત રહી ચૂકેલા શાયદા મોહમ્મદ અબ્દાલીએ ભારતમાં એક મુલાકાતમાં કહ્યું હતું કે લોકો અમિતાભ બચ્ચનને અફઘાનિસ્તાનમાં ખૂબ પ્રેમ કરે છે. એટલું જ નહીં, અમિતાભ બચ્ચનને અફઘાનિસ્તાનમાં શાહી સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે જ્યારે અમિતાભ અફઘાનિસ્તાન ગયા હતા.
ત્યારબાદ અફઘાનિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ નજીબુલ્લાહને તેમની પુત્રીએ વિનંતી કરી હતી કે એક દિવસ માટે લડાઈ બંધ કરવા માટે મુજાહિદ્દીનો સાથે વાત કરો. આ સાંભળીને રાષ્ટ્રપતિએ મુજાહિદ્દીનને અપીલ કરી કે સુપરસ્ટાર અમિતાભ બચ્ચન આપણા દેશમાં આવ્યા છે તો આપણે લડાઈ બંધ કરીએ જેથી તેઓ આરામથી શહેરમાં ભ્રમણ કરી શકે.
તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચને ફિલ્મ ‘ખુદા ગવાહ’માં પઠાણની ભૂમિકા ભજવી હતી. તેમજ શ્રીદેવીએ તેની ગર્લફ્રેન્ડ અને પત્નીની ભૂમિકા ભજવી હતી. શ્રીદેવીએ ફિલ્મમાં બેવડી ભૂમિકા ભજવી હતી. શિલ્પા શિરોડકર, ડેની ડેન્ઝોંગપ્પા, કિરણ કુમાર જેવી ઘણી મોટી હસ્તીઓ ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મના નિર્દેશક મુકુલ એસ આનંદ છે. જે વર્ષ 1992 માં રિલીઝ થઈ હતી.