હિન્દુ ધર્મમાં, આંતરજાતીય લગ્નનો વિરોધ કરવામાં આવે છે. વિરોધને કારણે અનેક પ્રકારની ઘટનાઓ પણ પ્રકાશમાં આવી હોવાનું ઘણી વખત જોવા મળ્યું છે. ઘણા લોકો કહે છે કે કોઈએ એક જ ગોત્રામાં લગ્ન ન કરવા જોઈએ.
પરંતુ ઘણા લોકોના મનમાં સવાલ ઉભો થતો હશે કે ગોત્ર શું છે? ગોત્રનો અર્થ થાય છે કુળ અથવા વંશ, જે આપણને આપણી પેઢી સાથે જોડે છે.
એક જ ગોત્રના લોકો વચ્ચે પારિવારિક સંબંધ હોય છે. ઉદાહરણ તરીકે કોઈ ની અટક મિશ્રા છે તો એનો અર્થ એ છે કે મિશ્રા ગોત્રના લોકો એક જ પરિવારના છે, એટલે કે, તે એક જ ગોત્ર અથવા કુળના છે.
હિન્દુ ધર્મમાં એક જ ગોત્રને કારણે, છોકરાઓ અને છોકરીઓ ભાઈ-બહેન બને છે. ભાઈ-બહેન હોવાના કારણે લગ્નની વાત કરવી પણ પાપ માનવામાં આવે છે.
આ જ કારણ છે કે એમ કહેવામાં આવે છે કે ત્રણ ગોત્ર છોડીને લગ્ન કરો, પહેલા ગોત્ર પોતાનો, બીજો માતાનો અને પછી દાદીનો અને પછી નાનીનો.
એક જ ગોત્રમાં કેમ લગ્ન ન કરવા જોઈએ, તેના વૈજ્ઞાનિક કારણ
હિન્દુ ધર્મમાં, એક જ ગોત્રમાં લગ્ન કરવાની અનુમતિ નથી. એક જ ગોત્ર હોવાને કારણે, રંગસૂત્રો સમાન હોય છે. સમાન ગુણસૂત્રો હોવાને કારણે, લગ્ન કરવાથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે.
આવા લગ્નથી જન્મેલા બાળકોમાં ઘણા પ્રકારના રોગો અને અનેક પ્રકારના અવગુણો જોવા મળે છે. તેથી જ કહેવામાં આવે છે કે એક જ ગોત્રમાં લગ્ન ન કરવા જોઈએ.
એવું કહેવામાં આવે છે કે છોકરા અને છોકરી જેટલા દૂરના હોય છે તેટલું સારું માનવામાં આવે છે. આવા લગ્નથી જન્મેલા બાળકોને ખૂબ જ પ્રતિભાશાળી માનવામાં આવે છે. આવા બાળકો ખૂબ જ મજબૂત હોય છે.
જો કોઈને જેનેટિક રોગ હોય તો વ્યક્તિએ ક્યારેય સમાન જીન્સ સાથે લગ્ન ન કરવા જોઈએ. તમારા નજીકના સંબંધીઓમાં ક્યારેય લગ્ન ન કરો.
એક દિવસ ડિસ્કવરી ચેનલ પર જેનેટિક રોગોથી સંબંધિત એક માહિતીપ્રદ કાર્યક્રમ હતો, તે પ્રોગ્રામમાં, એક અમેરિકન વૈજ્ઞાનિકે કહ્યું કે આનુવંશિક રોગ ન થાય તેના માટે ફક્ત એક જ સારવાર છે અને તે છે “સેપરેશન ઓફ જીંસ”.
આનો અર્થ એ છે કે તમારે તમારા નજીકના સંબંધીઓમાં લગ્ન ન કરવા જોઈએ, કારણ કે નજીકના સંબંધીઓના જીંસ સેપરેટ થઇ શકતા નથી અને જીંસ લીકેજન્ડ બીમારીઓ જેવી કે હિમોફિલિયા, રંગ અંધત્વ અને અલ્બીનિઝમ જેવા રોગો થવાની 100% સંભાવના હોય છે.
પછી ખૂબ જ ખુશ થયો જ્યારે એ પ્રોગ્રામમાં, દેખાડવામાં આવ્યું કે હિન્દુ ધર્મમાં, હજારો વર્ષો પહેલા જીન્સ અને ડીએનએ વિષે કેવી રીતે લખવામાં આવ્યું છે? હિન્દુત્વમાં ગોત્ર હોય છે અને એક ગોત્રના લોકો એકબીજા સાથે લગ્ન કરી શકતા નથી જેથી જીન્સ અલગ રહે (વિભાજીત) રહે. તે વૈજ્ઞાનિકે કહ્યું કે આજે આખું વિશ્વ માને છે કે “હિન્દુ ધર્મ” એ વિશ્વનો એકમાત્ર ધર્મ છે જે “વિજ્ઞાન પર આધારિત” છે!
હિન્દુ પરંપરા સાથે જોડાયેલ વૈજ્ઞાનિક તર્ક
1. કાનને વીંધવાની પરંપરા: ભારતમાં, લગભગ બધા ધર્મોમાં કાન વીંધાવાની પરંપરા છે.
વૈજ્ઞાનિક તર્ક:- દર્શનશાસ્ત્રી માને છે કે કાન વીંધાવાથી વિચારવાની શક્તિમાં વધારો થાય છે. જ્યારે ડોકટરોનું માનવું છે કે તેનાથી વાણી-બોલી સારી થાય છે અને કાનથી લઈને મગજ સુધી જોડાયેલી નસોમાં રક્ત પરિભ્રમણ નિયંત્રિત રહે છે.
2. માથા પર કુમકુમ/તિલક: સ્ત્રીઓ અને પુરુષો કપાળ પર કુમકુમ અથવા તિલક લગાવતા હોય છે.
વૈજ્ઞાનિક તર્ક:- આંખોની વચ્ચે કપાળ સુધી એક નસ જાય છે. કુમકુમ અથવા તિલક લગાવવાથી તે સ્થાનની ઉર્જા બની રહે છે. કપાળ પર તિલક લગાવતી વખતે, જ્યારે અંગૂઠો અથવા આંગળીથી દબાણ આવે છે, ત્યારે ચહેરાની ત્વચાને લોહી પૂરો પાડતી સ્નાયુ સક્રિય થાય છે. આ ક્રિયા દ્વારા, લોહી ચહેરાના કોષોમાં સારી રીતે પહોંચે છે.
3. જમીન પર બેસીને ભોજન: ભારતીય સંસ્કૃતિ પ્રમાણે, જમીન પર બેસીને જમવું સારી બાબત છે.
વૈજ્ઞાનિક તર્ક:- પલોંઠી વાળીને બેસવું એ પ્રકારનું યોગ આસન છે. આ પોઝીશનમાં બેસવાથી મગજ શાંત રહે છે અને જો જમતી વખતે મન શાંત રહે તો પાચનતંત્ર સારું રહે છે. આ પોઝીશનમાં બેસવાથી, આપમેળે એક સંકેત મગજથી પેટમાં સુધી જાય છે, જેથી તે ખોરાક માટે તૈયાર થઇ જાય.
4. હાથ જોડીને નમસ્કાર કરવું: જયારે કોઈને મળીએ ત્યારે હાથ જોડીને નમસ્તે અથવા નમસ્કાર કરીએ છીએ.
વૈજ્ઞાનિક તર્ક:- જ્યારે બધી આંગળીઓની ટોચ એક બીજાના સંપર્કમાં આવે છે અને તેના પર દબાણ પડે છે. એક્યુપ્રેશરને કારણે તેની સીધી અસર આપણી આંખો, કાન અને મગજ પર પડે છે, જેથી આપણે સામેની વ્યક્તિને લાંબા સમય સુધી યાદ રાખી શકીએ.
બીજો તર્ક એવો પણ છે કે હાથ મિલાવવા (પશ્ચિમી સંસ્કૃતિ) ને બદલે, જો તમે નમસ્તે કરો છો, તો સામે વાળાના શરીરના સૂક્ષ્મજંતુઓ તમારી પાસે પહોંચી શકતા નથી. જો સામે વાળાને કોઈ ફ્લૂ હોય તો પણ તેના વાયરસ તમારા સુધી પહોંચશે નહીં.
5. ભોજનની શરૂવાત તીખાથી અને અંત મીઠાથી: જ્યારે પણ કોઈ ધાર્મિક અથવા કૌટુંબિક વિધિ હોય છે, ત્યારે ભોજનની શરૂવાત તીખાથી થાય છે અને અંત મીઠાઇથી થાય છે.
વૈજ્ઞાનિક તર્ક:- તીખું ખાવાથી આપણા પેટની અંદર પાચક તત્વો અને એસિડ્સ સક્રિય થાય છે, તેથી પાચક સિસ્ટમ યોગ્ય રીતે કાર્યરત કરે છે આખરે, મીઠાઈ ખાવાથી એસિડની તીવ્રતા ઓછી થાય છે, તેથી પેટમાં બળતરા થતી નથી.
6. પીપળાની પૂજા: લોકો માને છે કે પીપળાની પૂજા કરવાથી ભૂત-પ્રેત દૂર ભાગે છે.
વૈજ્ઞાનિક તર્ક:- તેની પૂજા એટલા માટે કરવામાં આવે છે કે લોકો આ વૃક્ષ પ્રત્યે આદર વધે અને તેને કાપી ન શકે. પીપળો એકમાત્ર એવું વૃક્ષ છે જે રાત્રે પણ ઓક્સિજન આપે કરે છે.
7. દક્ષિણ તરફ માથું રાખીને સૂવું: જો કોઈ દક્ષિણ દિશા તરફ કોઈ પગ રાખીને સુવે તો લોકો કહે છે કે ખરાબ સ્વપ્નો આવશે, ભૂત-પ્રેતની છાયા પડશે, પૂર્વજોનું સ્થાન વગેરે. તેથી, ઉત્તર તરફ પગ રાખીને સૂવું જોઈએ.
વૈજ્ઞાનિક તર્ક:- જ્યારે આપણે ઉત્તર તરફ માથું રાખીને સુઈએ છીએ, ત્યારે આપણું શરીર પૃથ્વીની ચુંબકીય તરંગોની સીધમાં આવે છે. શરીરમાં હાજર આયર્ન મગજમાં સંક્રમિત થાય છે, જે અલ્ઝાઇમર, પાર્કિન્સન અથવા મગજને લગતા રોગનું જોખમ વધારે છે. એટલું જ નહીં બ્લડ પ્રેશર પણ વધે છે.
8. સૂર્ય નમસ્કાર: હિંદુઓમાં સવારે ઉઠીને સૂર્યને જળ ચડાવતા નમસ્કાર કરવાની પરંપરા છે.
વૈજ્ઞાનિક તર્ક:- જ્યારે પાણીની વચ્ચેથી આવતી સૂર્યની કિરણો આંખો સુધી પહોંચે છે, ત્યારે આપણી આંખોની રોશની સારી થાય છે.
9. માથા પર ચોટલી: હિન્દુ ધર્મમાં રૃષિ મુનિઓ માથા પર ચોટલી રાખતા હતા, આજે પણ ઘણા લોકો માથામાં ચોટલી રાખે છે.
વૈજ્ઞાનિક તર્ક:- જે જગ્યાએ ચોટલી રાખવામાં આવે છે, એ જગ્યાએ મગજની તમામ નસો એક સાથે આવીને મળે છે, આને કારણે, મન સ્થિર રહે છે અને વ્યક્તિ ગુસ્સે થતો નથી. વિચારવાની ક્ષમતા પણ વધે છે.
10. ઉપવાસ: જો પણ પૂજા કે તહેવાર હોય તો લોકો ઉપવાસ રાખે છે.
વૈજ્ઞાનિક તર્ક:- આયુર્વેદ મુજબ ઉપવાસ કરવાથી પાચનશક્તિ સારી થાય છે અને ફળાહાર લેવાથી શરીરના ડિટોક્સિફિકેશન થાય છે, એટલે કે તેનાથી ખરાબ તત્વો બહાર આવે છે. સંશોધનકારોના જણાવ્યા મુજબ ઉપવાસ કરવાથી કેન્સર, રક્તવાહિની રોગો, ડાયાબિટીઝ વગેરેનું જોખમ ઓછું થાય છે, રોગો પણ ઝડપથી લાગુ નથી થતા.
11. પગે લાગવું: હિન્દુ માન્યતા અનુસાર, જ્યારે પણ તમે કોઈ વડીલને મળો છો, અને તેના પગને સ્પર્શ કરો છો, ત્યારે આપણે બાળકોને પણ શીખવીએ છીએ, જેથી તેઓ વડીલોનો આદર કરે.
વૈજ્ઞાનિક તર્ક:- મસ્તકમાંથી નીકળતી ઉર્જા હાથ અને સામેના પગથી લઈને એક ચક્ર પૂર્ણ કરે છે આને કોસ્મિક ઉર્જાનો પ્રવાહ કહેવામાં આવે છે તેમાં બે પ્રકારની ઉર્જા પ્રવાહ હોય છે, કાં તો વડીલના પગથી લઈને પગે લાગનારના હાથ સુધી અથવા પગે લાગનારના હાથથી લઈને વડીલોના પગ સુધી.
12. સિંદૂર કેમ લગાવવામાં આવે છે? : પરણિત હિન્દુ મહિલાઓ સિંદૂર લગાડે છે.
વૈજ્ઞાનિક તર્ક:- સિંદૂરમાં હળદર, ચૂનો અને પારો હોય છે. આ મિશ્રણ શરીરના બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે, કારણ કે વિધવા મહિલાઓને સિંદૂર લગાવવા પર પ્રતિબંધ છે કારણ કે તેનાથી તણાવ ઓછો થાય છે.
13. તુલસીના છોડની પૂજા: તુલસીની પૂજા કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે, સુખ-શાંતિ રહે છે.
વૈજ્ઞાનિક તર્ક:- તુલસી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તેથી, જો ઘરમાં તુલસીનો છોડ હોય, તો તેના પાંદડા પણ ઉપયોગમાં લેવામાં આવશે અને તેમાંથી રોગો દૂર થાય છે. જો તમને હિન્દુ પરંપરાઓથી સંબંધિત આ વૈજ્ઞાનિક તર્ક ગમ્યા હોય, તો પછી તેમને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો.