જાણો સતી સોનબા નો ઇતિહાસ…

Story

વાઢેર કુંળની જનેતા: સતી સોનબા🚩
સતી સોનબા નો વંશ એટલે વાઢેર વંશ

કરમા કટારી ગ્રહિને, સ્વહસ્તે કુખ વાઢી, આ બાળકનો જન્મ થયો તેમનો વંશ સ્થપાયો કુખ વાઢીને જન્મ આપતા “વાઢેર” કહેવાયા જે કાળક્રમે અપભ્રંશ થઈને “વઢેર” તરીકે પ્રચલિત છે. વાઢેર વંશની વેલ વધારનાર ટુંકમા જાણીયે કંમ્ધજથી રાઠોડ રાજપુત

  • બ્રજ દેશા ચંદણ બનાં, મેર પહાડાં મોડ
  • ગરુડ ખંગા લંક ગંઢા, રાજ કળી રાઠોડ;

રાઠોડ અજાજી તેઓ રાજસ્થાનથી આવી ચંદુર થી લોલાડા ગામમા (વઢિયાર)ગાદી સ્થાપી જે હાલ તા.શખેશ્ર્વર મા છે.

  • ક્ષત્રિ લાગે ખોટ, ગઢ થી જાતાઁ ગાવડી.
  • દેને “રાઠોડ” દોટ, માતની ખાતર મોભિયા….

તેમના વારસદાર રાઠોડ વીર પબાજી ગાયોની વારે ચડયા અને ધીગાણા માં કામ આવ્યા શહીદ થયા ત્યારે સોનબાને 8 માસનો ગર્ભ થયો. તેમને સતી થવાનો સંકલ્પ જાહેર કર્યો . પણ તેમના કુંટુબીજનો , ભાયાતો સૌ આ વાતને માનવા તૈયાર ન હતા કારણકે સતી સોનબાની કુખે બાળક હતુ તેથી બાળહત્યાનુ પાંપ લાગે તેથી સતી થતા રોક્યા સતી સોનબા પોતાના સંકલ્પમા મક્કમ હતા તેમને વિચાર્યુ કે મારા પતિની ઈચ્છા હતી કે મને પુત્ર થાય . ભગવાન શિવજી ની કૃપાથી મારી કુખમા બાળક છે. આવા તેજસ્વી બાળકને મારવાના બદલે કૂખ વાઢીને તેનો જન્મ આપુ તો મારા વીરગતી પામેલા પતિ પબાજીના આત્માને શાંતિ મળે તેથી સતી સોનબાએ શિવાલયના ગર્ભગૃહમા જઈ પોતાનુ પેટે કટાર નાખી પેટ ચીરીને બાળકને જન્મ આપયો પછી પતિથી છેટુ ન પડી જાય અને તેમની પાછળ સતી થયા સંતીત્વ ની જવલંત જ્યોત ઝળહળતી રાખી સમસ્ત નાડોદા રાજપુત સમાજને દિપાવનાર પરમાર ની દિકરી અને રાઠોડ ની કૂળવધુ સતી સોનબા.

તેમની સ્મૃતીમા સુરેન્દ્રનગર જિલ્લાના ઝીંઝુવાડા નજીક કચ્છના નાના રણમા ઝિલાંણદ નામની ધાર્મિક જગ્યામા સતી સોનબાનો પાળિયા તથા છત્રી બંધાવ્યા. હાલ પણ એ ઐતિહાસિક શિવાલય છે.આ જગ્યાયે નાડોદા રાજપુત સમાજ ના વાઢેર કુળના લોકો શ્રધ્ધાભક્તિ દર્શનાથે આવે છે.તે સોનબાની તેજસ્વિતા અને પવિત્રતાની સાક્ષી પૂરેછે.
ધન્ય છે સતી સોનબાને જેમણે રાજપુત પરંપરા યશસ્વી રાખવા માટે સ્વનું બલિદાન આપ્યુ.🙏🏻

  • કાઢી કટારી કરગ્રહે, રાઠોડાણી સોન,
  • કર્યો કુખે વાઢ, વાઢી ને કીધો વેગડોજી
  • ચૂડલો પહેરૂ ઈનરો જીનરિ અખીયા લાલ પછી ભલે ને ઘડીક જ રહૂ સૂહાગણી મારો મનખો આખો ન્યાલ
  • જુગ જુની વાતડીયુ વાતુ વસમી લાબી
  • ખપનાર તો ખપી ગયા પણ અમે જીવતા ખોડી ખાંભી

હવે મિત્રૌ અહી વાત એવી છે કે શુરવીર તો ખપવા નિકળ્યા તા અને ખપી ગયા
પણ સતી પોતાના પતી પાછળ જીવતા સતી થાય છે
🙏🏻આજ મારા દેશનુ વિરત્વ છે

Leave a Reply

Your email address will not be published.