Hollywood Movies On OTT : OTT પર જોવાનું ભૂલતા નહીં આ ધાંસુ હોલિવુડ મૂવી, બોલિવૂડની મૂવી જોવાનું ભૂલી જશો.

Bollywood

હોલિવૂડની ફિલ્મોને દુનિયાભરમાં ખૂબ પસંદ કરવામાં આવે છે.આ ફિલ્મો દર વખતે દર્શકોને કંઈક નવું બતાવે છે. મનોરંજન સાર્થેની આ ફિલ્મોમાં એક્શન, સસ્પેન્સ, થ્રિલર, ડ્રામા, રોમાન્સ જોવા મળે છે. અને  ભારતમાં પણ હોલિવૂડની ફિલ્મોને ખૂબ પસંદ કરવામાં આવે છે. OTT પ્લેટફોર્મના વધતા ચલણને કારણે હોલીવુડ ફિલ્મોનો ક્રેઝ પણ વધી રહ્યો છે.  એટલા માટે આ તમામ OTT પ્લેટફોર્મ પર હોલીવુડની ફિલ્મો પણ જોવા મળી રહી છે.

ક્રિસ્ટોફર નોલાનની ફિલ્મ ઈન્સેપ્શન દર્શકો માટે ખૂબ જ મનોરંજન પુરવાર થશે. આ સાયન્સ ફિક્શન ફિલ્મમાં લિયોનાર્ડો ડી કેપ્રિયો લીડ રોલમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મની વાત ખુબજ રસપ્રદ છે. ફિલ્મમાં લિયોનાર્ડોનું પાત્ર સપનામાં પોતાની જિંદગી શોધતો જોવા મળે છે.

વર્ષ 2020માં આવેલી ફિલ્મ પેરાસાઇટને તે વર્ષના ઓસ્કારમાં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મનું નિર્માણ ક્વાક સિન આયે દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે તેનું નિર્દેશન બોંગ જૂન-હો દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મની વાર્તા એક ગરીબ પરિવારની આજુ બાજુમાં ફરે છે જેને અમીર બનવા માટે ખોટો રસ્તો અપનાવે છે. અંતે આ પરિવારને પણ આ ભૂલનું પરિણામ ભોગવવું પડે છે.

આ ફિલ્મ વર્ષ 1994માં રિલીઝ થઈ હતી. 6 ઓસ્કાર એવોર્ડ જીતનારી આ ફિલ્મને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી. આ ફિલ્મ વિન્સ્ટન ગ્રૂમની 1986 નોબેલ ‘ફોરેસ્ટ ગમ્પ’ પર આધારિત હતી. આ ફિલ્મ ફોરેસ્ટ નામના છોકરાના જીવનની વાર્તા કહેવામાં આવી છે. આ છોકરો માનસિક ક્ષતિને કારણે વાંચી શકતો નથી. પરંતુ તેની અંદર દોડવાની પ્રતિભાને કારણે તે તમામ ખામીઓ હોવા છતાં આગળ વધતો રહે છે.

ક્રિસ્ટોફર નોલાનની બીજી એક શાનદાર ફિલ્મ ઈન્ટરસ્ટેલરને પણ દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. વર્ષ 2014માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં ટેક્નોલોજી અને વાર્તાનો અજોડ સંગમ જોવા મળ્યો હતો.આ ફિલ્મમાં માનવજાતના અસ્તિત્વને જાળવી રાખવા માટે નવા ગ્રહની શોધ દર્શાવવામાં આવી હતી.આ ફિલ્મમાં ઓસ્કાર વિજેતા મેથ્યુ અને એની હેથવે મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા.

વર્ષ 2019માં રિલીઝ થયેલી ફિલ્મ સ્પેક્ટર સિનેમાના ઈતિહાસમાં રેકોર્ડ બનાવવા માટે પણ જાણીતી છે. MI6 એજન્ટ જેમ્સ બોન્ડ તરીકે ડેનિયલ ક્રેગની તે ચોથી ફિલ્મ હતી.જેમ્સ બોન્ડ શ્રેણીની 24મી ફિલ્મનું નિર્દેશન સેમ મેન્ડિસ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે તેના નિર્માતા માઈકલ જી. વિલ્સન અને બાર્બરા બ્રોકોલી હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *