ઘર અને ગાર્ડનમાંથી જતું અને કીડાઓને કાયમ માટે દૂર ભગાડવા માટે અપનાવો આ ઉપાય…

Life Style

આજકાલ, લોકો બિજી કોઈ પણ વસ્તુથી પરેશાન હોય કે ના હોય પણ દરેક જણ ઘરમાં અને બગીચામાં જંતુઓથી પરેશાન હોય જ છે. ક્યારેક છોડને જંતુઓ દ્વારા નુકસાન થાય છે, કેટલીકવાર અન્ય કીડા-જીવાત દ્વારા. ગાર્ડનમાં અન્ય વિવિધ પ્રકારના જંતુઓ પણ હોય છે. આમાંથી એક સફેદ ફ્લાય છે, જેને સામાન્ય રીતે આપણે સફેદ કીડા તરીકે ઓળખીએ છીએ.

આ બધા જંતુઓ માત્ર છોડને જ નહીં પણ પાંદડા અને ફૂલોને પણ નુકસાન પહોંચાડે છે. કેટલીકવાર તેઓ ઘરની અંદર રહેલા વાસણોને પણ ગંદા કરીને નુકસાન પહોંચાડે છે. કેટલીકવાર આ જંતુઓ છોડ પર જ પોતાનું ઘર બનાવે છે. આ સિવાય, વરસાદના દિવસો દરમિયાન, તેઓ ઘરના કેટલાક ખૂણામાં પણ ઘર બનાવે છે અને રાત્રે જમતી વખતે ખોરાકમાં પડી જાય છે. આવી સ્થિતિમાં આ જંતુને કેટલાક સરળ ઉપાયોની મદદથી સરળતાથી દૂર કરી શકાય છે, તો ચાલો જાણીએ.

ઘર અને છોડમાંથી કોઈપણ જંતુઓ અને જીવાતોથી છુટકારો મેળવવાનો સૌથી સહેલો રસ્તો છે બેકિંગ સોડાનો ઉપયોગ. તેના ઉપયોગથી છોડને અને ઘરમાં રહેલા બાળકોને કે બિજા કોઈને નુકસાન થતું નથી અને જીવાતો પણ થોડા સમયમાં ભાગી જાય છે. તમારી માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે આ સફેદ જંતુઓ મિલી બગ્સ તરીકે પણ ઓળખાય છે. આ માટે બેથી ત્રણ ચમચી બેકિંગ સોડામાં ત્રણથી ચાર કપ પાણી મિક્સ કરીને સ્પ્રે તૈયાર કરો. હવે આ સ્પ્રેને ઘરમાં અને છોડ પર સ્પ્રે કરો. આનાથી જીવાતો છોડ પર ક્યારેય નહી લાગે.

બધી પ્રકારની જીવાતોને છોડથી દૂર રાખવાની સૌથી અસરકારક રીત કેરોસીનનો ઉપયોગ છે. જોકે, ભાગ્યે જ કોઈ આ તેલનો ઉપયોગ ઘરમાંથી જંતુઓને દૂર કરવા માટે કરશે, પરંતુ કેરોસીન વરસાદી જંતુઓને દૂર કરવા માટે એક ઉત્તમ ઘરેલું ઉપાય છે. તેની ગંધને કારણે, કોઈપણ જંતુઓ થોડીવારમાં ભાગી જાય છે. આ માટે, છોડને સારી રીતે સ્પ્રે કરો. જો તમે ઈચ્છો તો તમે આ કેરોસીનમાં રૂ પલાળી શકો છો અને તેને ઘરના કોઈપણ ખૂણામાં રાખી શકો છો, તેનાથી જંતુઓ ક્યારેય નહીં આવે.

ખાવાનો સોડા અને કેરોસીન ઉપરાંત, જીવાતોને છોડ અને ઘરથી દૂર રાખવા માટે વિનેગર પણ એક શ્રેષ્ઠ ઉપાય છે. તેનો ઉપયોગ ઘરે પણ સરળતાથી કરી શકાય છે. આ માટે એકથી બે કપ પાણીમાં ત્રણથી ચાર ચમચી વિનેગર મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરો. હવે આ મિશ્રણને છોડની સાથે પાંદડા અને ફૂલો પર સ્પ્રે કરો. આ ઉપાયથી જીવાતો ક્યારેય છોડ પર આવશે નહી. તમે તેને ઘરમાં પણ સ્પ્રે કરી શકો છો.

ઉપર જણાવેલા ઉપાય ઉપરાંત, છોડને સ્પેથી પાણી આપવાથી પણ જંતુઓ તરત જ ભાગી જાય છે. આ માટે, જીવાત પર ઝડપથી પાણીનો છંટકાવ કરો. જંતુઓ આનાથી મોટા પ્રમાણમાં દૂર થાય છે. જો કે, પ્રેશરથી પાણીનો સ્પે નો ઉપયોગ ઘરમાં કરવો મુશ્કેલ છે, તેથી તમે ઘરમાં સરળતાથી બેકિંગ સોડા, કેરોસીન અને વિનેગરનો ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત, તમે જીવાત- કીડા માટે લીંબુનો રસ પણ વાપરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *