આયુર્વેદિક તબીબનો આ ઉપાય, કોરોનાના દર્દીમાં ઓક્સિજન લેવલ ફટાફટ વધારી દેશે

Health

કોરોના દર્દીઓને સૌથી વધુ તકલીફ ઓક્સિજનની થાય છે. હાલ હોસ્પિટલોમાં ઓક્સિજનનો પુરવઠો પણ ઘટી રહ્યો છે. જેથી અનેક દર્દીઓ મોતને ભેટી રહ્યાં છે. પરંતુ જો ઓક્સિજનની માત્રા ઘટી જાય તો ઓક્સિજનનો સપ્લાય બોટલ દ્વારા જ મેળવી શકાય તેવુ નથી. તમે ઘરે પણ આસાનીથી ઓક્સિજનની માત્રા વધારી શકો છો. કોરોનાની બીજી લહેરમાં 40 ટકા દર્દીઓને ઓક્સિજન લેવલ ઓછું થાય છે.

આવામાં ઘરેલુ નુસ્ખાથી પણ ઓક્સિજનનું પ્રમાણ વધારી શકાય છે. રાજકોટના એક આયુર્વેદિક તબીબે કોરોનાના દર્દીએ ઓક્સિજન લેવલ વધારવા શું કરવું તેનો વીડિયો બનાવીને લોકો સુધી માહિતી પહોંચાડી છે. રાજકોટ આયુર્વેદિક હોસ્પિટલના ડો. ડો. ગૌરાંગ જોશીની આ ટિપ્સ તમને બહુ જ કામમાં આવી શકે તેમ છે.

ઓક્સિજન લેવલ વધારવા દેશી અને વિલાયતી ઉપાયો

કપૂરની એક ગોળી,એક ચમચી રાઈ ,અડધી ચમચી મીઠુ અને અડધી ચમચી અજમાની પોટલી બનાવીને સુંઘો.

પ્રોનિંગ થેરાપી દર્દીને અમુક સમય માટે પડખે અને ઉંધા સુવડાવવા.

શ્વાસોશ્વાસ યોગ્ય કરવા રોજ રાઈ-મીઠુ પાણીમાં નાંખી ઉકાળી નાસ લેવો.

ડો. ગૌરાંગ જોષીએ વધુમાં જણાવ્યું હતું કે તમારા ઘરમાં રહેલા લીંબુના કટકા કરી એમાંથી રસ કાઢવાનો છે. આ રસના બે-બે ટીપાં તમારા નાકમાં નાખવા છે. રસના ટીપા જેવા તમે નાકમાં નાખશો એટલે તે મોઢામાં આવશે, જેને થૂંકી નાખવાનું છે. આ રસને કારણે તમને તરત છીંક આવશે. બાદમાં નાકમાંથી કફનો પ્રવાહ વહેવા લાગશે. આ પ્રવાહની સાથે વાયરસ નીકળી જશે. નાકમાં બળતરા થાય તો નાળિયેરનું તેલ લગાવવાનું છે, આથી ધીમે ધીમે તમારા નાકની બળતરા બંધ થઇ જશે. વધેલા લીંબુનો રસ કાઢી તેમાં હળદર અને મીઠું નાખી એના કોગળા કરવાના છે, જેનાથી તમારા મોઢાની આસપાસ વાયરસ હશે તો દૂર થઇ જશે. બે-ત્રણ રૂપિયામાં આ ઘરગથ્થુ સારવાર લઇ શકશો.

ઓક્સિજન લેવલ વધારવા કુદરતી અને નિર્દોષ ઉપાયો

રોજ પ્રાણાયામ કરવા. એ ન આવડે તો શાંત મગજ રાખી, ટટ્ટાર બેસી ઉંડા શ્વાસોશ્વાસ લેવા.

પૂષ્કળ પર્યાપ્ત માત્રામાં શુધ્ધ પાણી પીવું.

કુદરતી હવા શ્વાસમાં જાય તે રીતે દિવસ પસાર કરવો. બારી બારણા ખુલ્લા રાખો.

વ્યાયામ કરવો. શક્તિ અને સમય મૂજબ શ્રમ કરવો.

હરિયાળીનો, વૃક્ષોનો સંગાથ રાખવો.

હિમોગ્લોબીન વધે, જળવાય તેવો ખોરાક લેવો.

ડો. ગૌરાંગ જોશી ફેસબુક પર અવારનવાર આ પ્રકારની ઉપયોગી માહિતી આપતા હોય છે. તમે જાતે ઘરે ઓક્સીમીટરમાં જોઈ શક્શો કે આ પ્રયોગ કરવાથી તમારું ઓક્સિજન લેવલ તરત જ બુસ્ટ થશે. અત્યારે લગભગ તમામ 108 સર્વિસ એમ્બ્યુલન્સમાં દર્દીને ટ્રાન્સફર વખતે શ્વાસની તકલીફ વખતે ઓક્સિજન ઉપરાંત આ પ્રયોગ પણ સતત ઉપયોગમાં લેવાય છે.

આ માહિતીની ચોકસાઈ, સમયબદ્ધતા અને પ્રમાણિકતાની ખાતરી કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે, જોકે તેની નૈતિક જવાબદારી ગુજરાત પેજની નથી. અમારી તમને નમ્રતાપૂર્વક વિનંતી છે કે કોઈ પણ ઉપાય અજમાવતા પહેલા તમારા ડોક્ટરનો સંપર્ક કરવો. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *