જો તમારા આંગણામાં આ છોડ હશે તો તમે બીમાર ક્યારેય નહીં પડો…

Life Style

કોરોનાથી રક્ષણ મેળવવા લોકો અવનવા નુસ્કા અપવાની રહ્યા છે. જેમાં ખાસ કરીને ઈમ્યુનિટી વધરાવા ઔષધી ગણાતા વૃક્ષોનો ઉપયોગ વધ્યો છે. કોરોનાના કહેરથી લોકોને ઈમ્યુનિટી અને વૃક્ષોનો અર્થ સમજાયો છે. જેથી ઈમ્યુનિટી વધરાતા વૃક્ષોને લોકો પતાના ઘર આંગણે લગાવી રહ્યા છે. આ ઔષધી વૃક્ષોના ઉપયોગથી ઈમ્યુનિટી વધારવામાં ફાયદો થાય છે. જેથી લોકો ઘરે આવા વૃક્ષોને ઉછેરવાનું શરૂ કર્યું છે. જેથી ભવિષ્યમાં તેનો ઉપયોગ કરી પોતાનું સ્વાસ્થ્ય સારુ રાખી શકે.

કોરોનાના કહેર વચ્ચે ઈમ્યુનિટી વધારતા વૃક્ષોની માગ સતત વધી રહી છે. જેથી નર્સરીમાં આ ઈમ્યુનિટી વધારતા રોપાની અછત સર્જાઈ રહી છે. કેટલાક સ્થળે તો આ ઈમ્યુનિટી વૃક્ષોની 40 ટકા સુધીની અછત જોવા મળી રહી છે. ત્યારે આવો જણાવીએ કે ક્યાં વૃક્ષોની માગ વધી છે અને તેના શું ફાયદા છે. જોકે, કોઈપણ પ્રકારનો પ્રયોગ કરતા પહેલાં તમારે નિષ્ણાતની સલાહ અવશ્ય લેવી જોઈએ.

ગિલોય, તુલસી, આદુ, કુંવારપાઠું, અશ્વગંધા, પુદીનાની માગ ખુબ વધી છે. આ તમામનો ઉપયોગ ઈમ્યુનિટી વધારવા માટે કરવામાં આવે છે. જેથી કોરોના કાળમાં ગિલોય, તુલસી, આદુ, કુંવારપાઠું, અશ્વગંધા, પુદીનાના પ્લાન્ટની ડિમાન્ડ ખુબ વધી છે. લોકો પોતાના ઘરમાં ઈમ્યુનિટી વધારતા વૃક્ષોના પ્લાન્ટ લગાવી રહ્યા છે.

ગિલોય:- આયુર્વેદના મત મુજબ ગિલોય એવી જડીબુટી છે જે ઈમ્યુનિટી વધારે છે. ગિલોયના પાન કેલ્શિયમ, પ્રોટીન, ફોસ્ફરસથી ભરપુર હોય છે. જે આપણને અસંખ્ય બિમારીથી બચાવે છે. ગિલોયના ઉપયોગથી એનિમિયાની બિમારી દૂર થાય છેસાથે લોહીને શુદ્ધ કરી એલર્જી દૂર કરે છે. સાથે પાચનતંત્રને પણ સારુ રાખે છે.

તુલસી:- તુલસીના દરેક ભાગને આયુર્વેદમાં ફાયદાકારક ગણાવવામાં આવી છે. તુલસીના છોડીના મુળિયા, ડાળિયો, પાંદડા અને બીજના વિવિધ ફાયદા હોય છે. સર્દી અને તાવ હોય તો સુગર કેન્ડી, મરી અને તુલસીના પાંદડાને પાણીમાં ઉકાળી કાળો પીવાથી ફાયદો થાય છે.

આદુ:- આદુમાં એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી ઈંફ્લોમેટરીના ગુણો હોવાથી ઈમ્યુનિટી વધારવામાં ફાયદો કરે છે. સર્દી અને ફ્લૂમાં પણ આદુ ગુણકારી હોય છે. સાથે કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રણમાં લાવવામાં આદુનો ઉપયોગ થાય છે.

અશ્વગંધા:- અશ્વગંધાનો ઉપયોગ ખુબ પહેલાથી લોકો કરતા આવ્યા છે. અશ્વગંધાના મુળિયા અને પાંદડાનો ઉપયોગ સ્વાસ્થ્ય સાથે જોડાયેલી અનેક સમસ્યાને દૂર કરે છે. ચિંતા, આળસ અને ઈંફ્લામેશનને ઘટાડી ઈમ્યુનિટી વધારવામાં અશ્વગંધા ફાયદાકારક હોય છે.

કુંવારપાઠું:- મુખ્યત્વ કુંવારપાઠુંનો જેલ અને જ્યુસ ચામડી, બાલ અને સુંદરતાની સાથે પેટના રોગોથી બચાવે છે. જો કે કુંવારપાઠુંમાં રહેલ અમીનો એસીડ અને કેટલાક પ્રકારના વિટામીન આપણી ઈમ્યુનિટીને બુસ્ટ કરવામાં મદદરૂપ થાય છે.

પુદીના:- પુદીના શરીરની ઈમ્યુનિટી વધારવા ખુબ જ ઉપયોગી છે. પુદીનામાં એન્ટીઓક્સીડેટ્સ અને મેન્થોલ ભરપુર માત્રામાં હોય છે. જે શરીર માટે ખુબ જ ઉપયોગી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *