નવી વહુ આવતા જ બધાને ઘરના કામ આપવા લાગી, આધુનિક યુગની વહુ કેવી હોય ? આ વાંચીલો એટલે બધું સમજાઈ જશે.

Life Style

એક ઘરમાં લગ્ન થયા, એટલે નવી વહુ ને ઘરની પરંપરા પ્રમાણે આવકારવામાં આવી અને ધામધૂમથી બંનેના લગ્ન થયા હતા. રિસેપ્શનની રાત્રે સ્ટેજ ઉપર ડાન્સ મસ્તી સાથે સાથે ઘણા કાર્યક્રમ યોજાયા હતા.

એમાં પરિવારજનો સાથે ડાન્સ કરતા- કરતાં છેલ્લે બહુ મોડું થઈ ગયું હતું અને લગ્નમાં માત્ર નજીકના થોડા પરિવારજનો જ બચ્યા હતા. પછી રિસેપ્શન પૂરું કરીને બધા ઘરે ગયા. નવી વહુ ની ઘરમાં આગતા સ્વાગતા કરવામાં આવી, નવી વહુને પરિવારના સભ્યો બેઠા હતા ત્યાં બોલાવવામાં આવી અને બધા વચ્ચે બે શબ્દ કહેવા માટે જણાવ્યું.

એટલે તરત જ નવી વહુ એ પોતાની સ્પીચ આપતા કહ્યું કે હે મારા પરિવારજનો, હું તમારા દરેક લોકોનો આભાર માનું છું કે મને આ કુટુંબમાં સામેલ કરી અને નવા ઘરમાં ખૂબ જ સુંદર મજાનો આવકાર આપવામાં આવ્યો. સૌથી પહેલાં તો મારે દરેક લોકોને કહેવું છે કે મારી અહીં હાજરી થી કોઈ પણ લોકોને જરા પણ તકલીફ ન પડવી જોઈએ, એટલે કે મારો કહેવાનો મતલબ એવો છે કે મારા કારણે તમે તમારી રહેણીકરણી માં કોઈ પણ જાતનો ફેરફાર કરતા નહીં! તમે તમારી જિંદગી જે રીતે જીવી રહ્યા હતા એ જ રીતે નિયમિત પણે જીવવાનું ચાલુ રાખજો.

આ સ્પીચ થોડી પરિવારજનોને અટપટી લાગી અને કોઈને કંઈ સમજ પડી નહીં, એટલે તરત જ તેના સસરાએ તેને પૂછ્યું કે બેટા, તું કહેવા શું માંગે છે?

તરત જ નવી વહુ એ કહ્યુ કે પપ્પા, હું કહેવા માગું છું કે જે લોકો વાસણ ઘસતા, તેઓએ વાસણ ઘસવા. જે લોકો રસોઈ બનાવતા હતા તેઓએ રસોઈ બનાવવી, જે લોકો કપડાં ધોતા તેઓએ કપડાં જ ધોવા. અને મારા લીધે તમારે કોઈએ કંઈ જ બંધ કરવાની જરૂર નથી! જે લોકો કચરા-પોતા કરી આખું ઘર ચોખ્ખું રાખતા, તે લોકોએ પણ ચાલુ જ રાખવું. અને રહી વાત મારી તો હું તો આ ઘરમાં ફક્ત તમારા દીકરાને કાબૂમાં રાખવા માટે જ આવી છું! આટલું કહીને તે હસવા લાગી…

વહુ ના મોઢે થી આવું સાંભળીને ત્યાં હાજર સૌ લોકો ખડખડાટ હસી પડ્યા, અને ત્યાં હાજર પરિવારના સભ્યો માંથી તરત જ નવી વહુ ના સસરા બોલવા લાગ્યા કે આને કહેવાય ૨૧ મી સદીની વહુરાણી!

જો તમને આ લેખ ગમ્યો હોય તો મિત્રો જોડે શેર કરો અને જાણવા જેવું ,અજબ ગજબ સમાચાર અને રસપ્રદ વાતો માટે અમારું પેજ ફોલો કરો.

Leave a Reply

Your email address will not be published.