ઓસ્ટ્રેલિયા કેવી રીતે તેમની ગટરના પાઇપ પર જાળી મૂકીને લાખો કિલો કચરો દરિયામાં જતા બચાવે છે ?

Story

દુનિયામાં વિકાસ ખૂબ ઝડપથી થઈ રહ્યો છે. આજે આપણે મંગળ પર જવાની તૈયારી કરી રહ્યા છીએ, પરંતુ એવી એક સમસ્યા છે જે વર્ષોથી આ દુનિયામાં અસ્તિત્વ ધરાવે છે. આ સમસ્યા માનવીઓ દ્વારા ફેલાવામાં આવતા કચરો સિવાય બીજી કોઈ નથી. આ કચરો એટલો બધો છે કે આજે તે ફક્ત આપણા પૃથ્વી પર જ નહીં પણ આપણા સમુદ્રમાં પણ પહોંચવા લાગ્યો છે. ગટરમાંથી સમુદ્રમાં જતા કચરો આખી દુનિયા માટે સમસ્યા બની ગઈ છે અને આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયાએ તેનો એવો ઈલાજ શોધ્યો છે કે દુનિયા તેની દિવાની બની ગઈ છે. તો ચાલો જાણીએ કે ઓસ્ટ્રેલિયા કેવી રીતે પોતાના સમુદ્રને સાફ રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે.

આજે માનવસર્જિત કચરો સમુદ્રમાં ફેંકાઈ રહ્યો છે તે અનુસાર, આવનારા સમયમાં દરિયાની દરેક લહેર તમને ફક્ત કચરો પાછો આપશે તેના આંકડાઓ પણ એવા છે કે દરેક તેને જાણીને આશ્ચર્યચકિત થઈ જાય છે. એવું માનવામાં આવે છે કે દર વર્ષે આપણે આપણા સમુદ્રમાં લગભગ 5.25 ટ્રિલિયન નાના પ્લાસ્ટિકના ટુકડાઓ નાંખી દઈએ છીએ.

ખુબજ નાના લાગતા કચરાના આ ટુકડાઓ જયારે એકસાથે જોવા મળે ત્યારે ખુબજ વિશાળ સ્વરૂપ લે છે. આજના સમયમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો એટલો ઉપયોગ થઈ રહ્યો છે કે દર વર્ષે અનેક અબજ પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આપણા મહાસાગરોને કચરાપેટી બનાવતું પ્લાસ્ટિક મુખ્ય વસ્તુ છે, પરંતુ આ પ્લાસ્ટિક એવી વસ્તુ છે જે આપણું આરોગ્ય, હવા અને સમુદ્ર ત્રણેયને બગાડે છે.

આ કચરામાં મોટાભાગે સિગારેટના ટુકડા સિવાય બીજું કશું નથી. દર વર્ષે વિશ્વભરમાં લગભગ 5.6. ટ્રિલિયન સિગારેટ પીવામાં આવે છે, જેમાંથી લગભગ 4.6 ટ્રિલિયન સિગારેટના ટુકડાઓ આપણી જમીન, દરિયાકાંઠે, નદીઓ અને મહાસાગરોમાં જઈને ભળે છે. આટલું જ નહીં, આ સિગારેટના ટુકડાઓની વાસ્તવિક સમસ્યા એ છે કે તેમને નાશ થવામાં ઘણા દાયકાઓ લાગે છે. આતો માત્ર સિગરેટના ઠુઠાના થોડાક આંકડાઓ છે, પરંતુ વાસ્તવમાં સમંદરની સ્થિતિ વિકરાળ છે, જેને સુધારવા માટે આખું વિશ્વ પ્રયત્ન કરે છે. આવી સ્થિતિમાં, ઓસ્ટ્રેલિયાનું એક નાનકડું શહેર વિશ્વમાં એવી રીત લાવ્યું કે આજે દરેક દેશ તેને અપનાવવા તરફ આગળ વધી રહ્યા છે.

આ વાત છે ઓસ્ટ્રેલિયાના શહેર ક્વિનાના ની. ફક્ત 39,000 ની વસ્તીવાળા આ શહેર આજે આખા વિશ્વમાં પ્રખ્યાત છે. ક્વિનાના શહેરમાં બે ખૂબ મોટી ગટર છે. શહેરનું મોટાભાગનું પાણી અહીંથી દરિયા તરફ જાય છે, જેનાથી ઘણું નુકસાન થાય છે. અસલ સમસ્યા વરસાદની હતી. વરસાદ દરમિયાન, પાણી રસ્તાઓમાંથી કચરો સીધો ગટરમાં અને ત્યાંથી સીધો પાઈપો દ્વારા દરિયામાં જતો હતો.

આવી સ્થિતિમાં વહીવટીતંત્રે વિચાર્યું કે દરિયામાં ભળતી બે ગટર પર કેમ મોટી ઝાળી નાખી શકાય, જેનાથી થોડોક કચરો સમુદ્રમાં જતા બચાવી શકાય. માર્ચ 2018 માં, તેમણે એક ગટર પર ઝાળી ગોઠવી અને તેનું પરિણામ જાણવા માટે ત્રણ મહિનામાં સુધી જોયું. તે અપેક્ષા કરતા ઘણું વધારે સારું અને અસરકારક હતું. માત્ર એક ગટરના પાઈપ પર ઝાળી લગાડ્યા પછી, ખુબજ ટૂંકા સમયમાં 370 કિલો કચરો દરિયામાં જતા અટકાવ્યો હતો.

આ કચરામાં ફૂડ પેકેટ, બોટલ, પ્લાસ્ટિકના ટુકડા વગેરે જેવી મોટાભાગની ચીજો આ ઝાળીમા ભેગી થઈ હતી. દરેક લોકોને તેમના નાના શહેરમાં ત્રણ મહિનામાં કેટલું કચરુ પેદા થાય છે તે જોઈ અને જાણીને આશ્ચર્ય થયું. જ્યારે તેમનો આ પ્રયોગ સફળ થયો, ત્યારે તેમની પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરીને તેના વિશે લોકોને જાગૃત કરવા માટે શેયર કરી હતી.

ક્યુનાના શહેરને ગટરની પાઈપ પર આવી ઝાળી લગાડવાનો અને એ કચરાને રિસાયકલીન કરવાનો ચોટલી ખર્ચ માત્ર $ 20,000 નો કરવો પડ્યો હતો. તેમણે એક પોસ્ટ દ્વારા ફેસબુક પર પોતાની સફળતા શેર કરી અને આ પોસ્ટ જોતજોતાંમાં વિશ્વભરમાં પ્રખ્યાત થઈ હતી. તેમની પોસ્ટ અત્યાર સુધીમાં 25 કરોડથી વધુ લોકોએ લાઈક કરી છે. ક્વિનાના શહેરના વહીવટીતંત્રને અમેરિકા, યુરોપ અને આફ્રિકા જેવા દેશોથી ફોન આવે છે.

આ ફક્ત એટલા માટે છે કારણ કે તેમની પદ્ધતિ સસ્તી, સરળ અને સફળ છે. હવે એવા ઘણા દેશો છે જે ક્વિનાના વહીવટીતંત્ર પાસેથી તેમની પદ્ધતિ વિશે માહિતી લઈ રહ્યા છે જેથી તેઓ પણ આ કચરો તેમના આસપાસના વિસ્તારમાંથી દૂર કરી શકે. જોકે, દરેક જાણે છે કે આ પદ્ધતિ કચરાની સમસ્યાને કાયમ માટે હલ નહીં કરે, પરંતુ તેના દ્વારા આવતી સમસ્યાઓથી બચી શકાય છે.

ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે કે નાના દેશના નાના શહેરમાંથી કચરાની આટલી મોટી સમસ્યા હલ થશે. આજે દરેક પર્યાવરણ પ્રેમી ક્વિનાના શહેરની પ્રશંસા કરતા રહે છે. દરેક વ્યક્તિએ તેમના દ્વારા બનાવેલ આ પદ્ધતિ અપનાવવી જોઈએ જેથી આપણે આવનારી પેઢીઓને સ્વચ્છ જમીન, પાણી અને હવા આપી શકીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *