જો તમને આ ફોટામા 9 બતક દેખાઈ રહ્યા છે તો તમારો જવાબ ખોટો છે, જલ્દીથી મગજ દોડાવો અને આપો સાચો જવાબ…

Life Style

સોશિયલ મીડિયા ના ટ્વિટર પ્લેટફોર્મ પર શેર કરવામાં આવેલી આ તસવીર ને જો આપડે પહેલી નજર કરીને જોઈએ તો આપણને આ ફોટોમાં ફક્ત 9 બતકના ઈમોજી જોવા મળી રહ્યા છે. પહેલી નજરમાં જોવામાં આવ્યું હોવા થી તમારો ભ્રમ પણ થઈ શકે છે કે ફોટોમાં ફક્ત 9 બતક ના ઈમોજી છે પણ તમે ધ્યાનપૂર્વક જોશો તો તમને ખ્યાલ આવશે કે આ ફોટોમાં તમને અન્ય છુપાયેલા બતક પણ જોવા મળશે.

તમને જાણકારી માટે કહી આપીએ કે આ ફોટો ઈન્ટરનેટ સોશ્યિલ મીડિયામાં ખુબજ વાયરલ થયો છે અને 90% લોકો હજુ સુધી સાચો જવાબ નથી આપી શક્યા અને આ ઉખાણું લોકો માટે ખૂબ જ પડકારજનક સાબિત થઇ રહ્યું છે અને ઉખાણા ના જવાબ માટે લોકો મિત્ર, પરિવાર માં પણ શેર કરીને જવાબ પૂછી રહ્યા છે અને જયારે આ ફોટો સોશ્યિલ મીડિયા માં વાયરલ થયો ત્યારે ઘણા બધાએ પ્રતિક્રિયા આપી હતી. જોવામાં તો સાદો ફોટો લાગે છે પણ આ ફોટોએ ભલ-ભલાના મગજ કસી નાખ્યા છે

એક યુઝરે લખ્યું હતું કે જવાબ માટે ગણી ગણીને એટલો વ્યાકુળ થઈ ગયો કે મેં ગણવાની કોશિશ કરવાનું જ છોડી દીધું જ્યારે બીજા યુઝર્સ લખ્યું કે મેં આટલા જીણવટ થી ફોટો જોયો અને જવાબ આપ્યો તો પણ જવાબ ખોટો મળી રહ્યો છે, હકીકતે આ ફોટો મારી આંખોને ભ્રમિત કરી રહ્યો છે હજુ પણ ઘણા બધા લોકો બતક ની સંખ્યા જણાવવામાં નિષ્ફળ થઈ રહ્યા છે અને જવાબ માટે મગજ અને આંખો કસી રહ્યા છે. જો તમને હજુ સુધી જવાબ નથી મળ્યો તો તમને જણાવી દઇએ કે આ ફોટોની અંદર હકીકતમાં કુલ 16 બતક છે. તમને વિશ્વાસ ના આવે તો બીજો ફોટો નીચે આપેલો છે તેમાં જોઈ શકો છો અને તેના પર ગોળ આકૃતિ કરવામાં આવી છે.

આ ફોટોનો જવાબ ટ્વિટર પર પોસ્ટ કરનાર વ્યક્તિએ લોકોને સમજાવ્યો હતો. તેને પોતાની ટ્વિટમાં લખ્યું હતું કે ફોટોમાં કુલ 16 બતક છે અને આ ફોટોમાં બતકના ઈમોજી એક સમાન દેખાઈ રહ્યા છે અને અમુક એવા છે જેની ઉપર આપણે ખૂબ ધ્યાનપૂર્વક જોવું પડે છે. કારણકે બતક ની પાછળ બતક છુપાયેલું છે.

Leave a Reply

Your email address will not be published.