ઘરના રેગ્યુલર તવા પર કેવી રીતે બનાવશો 3 પ્રકારની તંદૂરી રોટી

Recipe

જયારે આપણે જમવા માટે બહાર રેસ્ટોરાંમાં જઇએ છીએ ત્યારે તંદૂરી રોટી ઓર્ડર કરીએ છીએ. રેસ્ટોરાં જેવું શાક ઘરે સરળતાથી બનાવી શકાય છે, પરંતુ રોટી બનાવતી વખતે થોડી મુશ્કેલી પડી જતી હોય છે. કેટલાક લોકો તો તંદુરી ઓવન હોવા છતાં તંદૂરી રોટી બરાબર નથી બનાવી શકતા અને તવા પર તંદૂરી રોટલી બનાવવી ખૂબ જ મુશ્કેલ માનવામાં આવે છે, પરંતુ તે અશક્ય નથી. તમે નોર્મલ ઘરના તવા પર તંદૂરી રોટલી સરળતાથી બનાવી શકો છો, બસ તમારે તેની આ રીત જાણવી જોઈએ.

આજે અમે તમને કેટલીક ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ જે તવા પર તંદૂરી રોટલી બનાવવામાં તમને ઉપયોગી સાબિત થશે. જો તમને તંદૂરી રોટલી ખાવાનો શોખ હોય તો આ ટીપ્સ ખૂબ સારી સાબિત થઈ શકે છે. અમે તમને તાંદૂરી રોટલી બનાવવા માટેની ત્રણ જુદી જુદી રીતો જણાવી રહ્યા છીએ જે ઘરના તવા પર ખુબજ સરળતાથી બની જશે.

નોંધ: આ ત્રણેય પ્રકારની તંદુરી રોટલી લોખંડના તવા પર બનાવશો તોજ તેનું ટેક્ચર તંદુર જેવું થશે, નોન-સ્ટિક તવા ન લેવો.

1. ઢાબામાં મળતી તંદૂરી રોટલી તવા પર કેવી રીતે બનાવવી

આ માટે તમે લોખંડનો તવો લઇ શકો છો જે સારું રહેશે.

સામગ્રી:- 2 કપ લોટ (5-6 રોટલી માટે), 1/2 ચમચી મીઠું, 2 ચમચી તેલ, જરૂર મુજબ પાણી

રીત:- સૌ પ્રથમ, જરૂર મુજબ થોડું તેલ, લોટ, મીઠું, પાણી ઉમેરીને નરમ લોટ બાંધવો. ધ્યાનમાં રાખો કે તમે બાંધેલો લોટ કડક હોવો જોઈએ નહીં. આ પછી બાંધેલા લોટમાં થોડું તેલ લગાડો અને ઓછામાં ઓછા 30 મિનિટ સુધી રાખો મુકો, જેથી તે બરાબર સેટ થઇ જાય.

30 મિનિટ પછી એ લોટમાંથી લોઈ બનાવી લો, ધ્યાનમાં રાખો કે સામાન્ય રોટલી કરતા મોટી રોટલી હશે તંદુરી રોટલી. ત્યાર બાદ તમે તવાને વધારે ગરમ કરી લો અને પાણીમાં થોડું મીઠું મિક્સ કરીને તેને અલગ વાસણમાં રાખો.

તમે રોટીને તમારી પસંદગી પ્રમાણેનો આકાર આપી શકો છો પછી ભલે તમે તેને વેલણથી વાણો કે તમારા હાથથી વણો. અને ધ્યાનમાં રાખો કે તવો ખૂબ ગરમ હોવો જોઈએ, તો જ રોટલી સારી બનશે અને તંદૂરી રોટલી થોડી મોટી હોય છે તેથી તેને સામાન્ય રોટલી કરતાં મોટી વણવી જોઈએ.

હવે આંગળીઓની મદદથી રોટલીના એક ભાગ પર મીઠું વાળું પાણી લગાવો અને તેને તવા પર ચોંટાડો. તે એવી રીતે જ ચોંટી જશે જેવી રીતે તંદૂરમાં ચોંટે છે. હવે રોટલીને ઉપરની બાજુથી આંગળીઓથી મદદથી સહેજ દબાવો જેથી તે તવા પર ફૂલી ન જાય અને તંદૂર જેવું ટેક્ચર આવે. આવું કરવાથી તે તવા પર સારી રીતે ચોટેલું રહેશે.

હવે રોટીને આ રીતે રાખો જ્યાં સુધી કેટલાક બબલ્સ દેખાવા ન લાગે. આ પછી, તવાને ઊંધો કરો (ધ્યાનમાં રાખો કે રોટલી તેને ચોંટી રહેવી જોઈએ અને તેને બીજી બાજુથી ગેસ પર તેને શેકવાની છે.)

તેને ફ્લેમની સામે ત્યાં સુધી રાખો જ્યાં સુધી તેમાં ભૂરા ચાકમાં પડી ન જાય. હવે તેને ચીપિયા કે તવેથાની મદદથી તવામાંથી કાઢી લો અને તેમાં બિલકુલ એવુજ ટેક્ચર દેખાશે જે તંદૂરી રોટલીમાં દેખાતું હોય છે. હવે તેમાં માખણ લગાડો અને તમારી બટર તંદૂરી રોટલી તૈયાર છે.

2. ગાર્લિક તંદુરી રોટી તવા પર આ રીતે બનાવો

અહીં, પણ આપણે લોટ બાંધીને 30 મિનિટ માટે એમજ રાખવાનો છે જે રીતે આપણે તંદૂરી રોટલી માટે રાખ્યો હતો અને લોખંડનો તવો પણ તે જ રીતે ગરમ હોવો જોઈએ.

સામગ્રી:- 2 કપ લોટ (5-6 રોટી માટે), 1/2 ચમચી મીઠું, 2 ચમચી તેલ, જરૂર મુજબ પાણી, બારીક કાપેલું લસણ, કાશ્મીરી લાલ મરચું પાવડર, જરૂર મુજબ ઘી અને તાજા લીલા ધાણા

રીત:- સૌ પ્રથમ, જરૂર મુજબ થોડું તેલ, લોટ, મીઠું, પાણી ઉમેરીને નરમ લોટ બાંધવો. ધ્યાનમાં રાખો કે તમે બાંધેલો લોટ કડક હોવો જોઈએ નહીં. આ પછી બાંધેલા લોટમાં થોડું તેલ લગાડો અને ઓછામાં ઓછા 30 મિનિટ સુધી રાખો મુકો, જેથી તે બરાબર સેટ થઇ જાય.

30 મિનિટ પછી એ લોટમાંથી લોઈ બનાવી લો, ધ્યાનમાં રાખો કે સામાન્ય રોટલી કરતા મોટી રોટલી હશે તંદુરી રોટલી. ત્યાર બાદ તમે તવાને વધારે ગરમ કરી લો અને પાણીમાં થોડું મીઠું મિક્સ કરીને તેને અલગ વાસણમાં રાખો.

હવે તમે એક વાસણમાં કસૂરી મેથી, મરચું પાવડર, ઘી અને બારીક કાપેલું લસણ અને કોથમીર નાખીને મિશ્રણ તૈયાર કરો. રોટલીને થોડી વણી લો અને ત્યારબાદ તેના પર આ લસણનું મિશ્રણ લગાવી લો.

તમે હાથની મદદથી રોટીને થોડી વધારે ફેલાવી શકો છો જેથી રોટી પર લસણનું મિશ્રણ બરાબર ચોંટી જાય. આ રોટીને પણ તમારે થોડી મોટી વણવાની છે. હવે પાણી અને મીઠાનું મિશ્રણને રોટલીની પાછળની બાજુ લગાડો અને એ ભાગને તવા પર લગાવીને રોટીને શેકો. હવે આ તંદુરી ગાર્લિક રોટલી ગરમ ગરમ પીરસો. તમે તેને માખણ વિના પણ પીરસી શકો છો.

3. તવા પર ચિલી ચીઝ ગાર્લિક તંદૂરી રોટી બનાવાની રીત

અહીં પણ, આપણે બિલકુલ એજ સ્ટેપ્સ ફોલો કરીશું જે ગાર્લિક તંદુરી રોટી બનાવતી વખતે કર્યા હતા, માત્ર સામગ્રીમાં થોડો બદલાવ રહેશે.

સામગ્રી:- 2 કપ લોટ (5-6 રોટી માટે), 1/2 ચમચી મીઠું, 2 ચમચી તેલ, જરૂર મુજબ પાણી, જરૂરિયાત મુજબ પ્રોસેસ્ડ પનીર, જરૂર મુજબ લીલા મરચા, જરૂરિયાત મુજબ કાપેલું લસણ, જરૂર મુજબ કાશ્મીરી લાલ મરચું, જરૂર મુજબ કસુરી મેથી, જરૂર મુજબ ઘી, કાપેલી કોથમીર જરૂર મુજબ

રીત:- આગળ જણાવ્યું એજ રીતે રોટીનો લોટ બાંધો અમે બનાવો, આ પછી, તમે રોટીને વણો અને આ વખતે થોડી પાતળી કરો, અને એ પણ ધ્યાનમાં રાખો કે સામાન્ય રોટલી કરતા તંદુરી રોટી થોડી મોટી હોય છે. હવે તેમાં પનીર, લસણ અને બારીક કાપેલા લીલા મરચા નાખો

હવે તેને સેમી સર્કલમાં ફોલ્ડ કરો. તેના ખૂણા પર ઘી લગાવો અને ફરી તેને ત્રિકોણ આકારમાં ફોલ્ડ કરો. હવે તેમાં એક બાજુ કોરો લોટ નાખો અને બીજી બાજુ લસણ, લીલા મરચા, પનીર, કસૂરી મેથી, કાશ્મીરી લાલ મરચું અને તાજા ધાણા નાખો.

તેને તમારી આંગળીઓની મદદથી ફ્લેટ કરો અને તેની બીજી બાજુ પાણી અને મીઠાનું મિશ્રણ લગાડીને તવા પર નાખો. હવે તેને જે બાજુથી શેકો જણાવ્યા પ્રમાણે. આ તંદુરી રોટી તમે માખણ વિના પણ પીરસી શકાય છે.

આ ત્રણેય તંદુરી રોટી ઘરે બનાવીને ટ્રાય જરૂર કરજો. જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *