જો તમારામાંથી કોઈ નવો ધંધો શરૂ કરવાનું વિચારી રહ્યા છે, તો તેના માટે આ એક મોટી તક છે. આ એક એવી તક છે જેના હેઠળ તમે પહેલા દિવસથી મોટી કમાણી શરૂ કરી શકો છો. આ બિઝનેસની તક છે. તમારે નોકરી કરવાની જરૂર નહીં પડે. ભારતની સૌથી મોટી ડેરી અને સહકારી સંસ્થાઓમાંની એક અમૂલ બિઝનેસની તકો આપે છે. તમારે અમુલની ફ્રેન્ચાઇઝી લેવી પડશે. તમે અમૂલ ફ્રેન્ચાઇઝ લઈને મોટી કમાણી કરી શકો છો.
અમુલની ફ્રેન્ચાઇઝી લઈને કમાણી કરવાની ખૂબ જ આકર્ષક તક છે. આનું સહુથી મોટું કારણ એ છે કે આ બિઝનેસમાં નુકસાન જવાની શક્યતા નહિવત છે. અને સહુથી સારી બાબત એ છે કે અમુલ કોઈપણ રોયલ્ટી અથવા નફામાં ભાગ વગર ફ્રેન્ચાઈઝી ઓફર કરે છે. બીજી બાજુ, અમુલની ફ્રેન્ચાઇઝી લેવા માટે તમારે ઘણા પૈસા ખર્ચવાની જરૂર નથી. તમે માત્ર 2 લાખથી 6 લાખ રૂપિયા ખર્ચ કરીને અમુલ ફ્રેન્ચાઇઝી લઈને તમારો પોતાનો વ્યવસાય શરૂ કરી શકો છો.
અમુલની ફ્રેન્ચાઇઝી લઈને આ બિઝનેસની શરૂઆતથી જ સારો નફો મેળવી શકાય છે. આ ફ્રેન્ચાઇઝી દ્વારા દર મહિને આશરે 5 લાખથી 10 લાખ રૂપિયાની કમાણી કરી શકાય છે. તમારી આવક અને નફો તમારા સ્થાન પર આધાર રાખે છે. જો તમે દર મહિને 5 લાખ રૂપિયા કમાઓ છો, તો પણ તમારી વાર્ષિક આવક 60 લાખ રૂપિયા હશે.
ચાલો તમને એક મહત્વની વાત જણાવીએ કે અમૂલ 2 પ્રકારની ફ્રેન્ચાઈઝી ઓફર કરે છે. પ્રથમ અમૂલ આઉટલેટ, અમૂલ રેલવે પાર્લર અથવા અમૂલ કિઓસ્કની ફ્રેન્ચાઇઝ અને બીજું અમૂલ આઇસક્રીમ સ્કૂપિંગ પાર્લર ફ્રેન્ચાઇઝી. જો તમે પ્રથમ ફ્રેન્ચાઇઝીમાં રોકાણ કરવા માંગો છો, તો તમારે 2 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. બીજી બાજુ, બીજી ફ્રેન્ચાઇઝી લેવા માટે, તમારે 5 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે.
ફ્રેન્ચાઇઝીં માટે તમે જે નાણાં ખર્ચશો તેમાં 25-50 રૂપિયા નોન-રિફંડેબલ બ્રાન્ડ સિક્યોરિટી તરીકે ખર્ચ થશે. તમારી કમાણી કમિશન સ્વરૂપે થાય છે. અમૂલ આઉટલેટ લેવા પર, કંપની અમૂલ પ્રોડક્ટ્સની MRP પર કમિશન ચૂકવશે. આમાં, અમૂલ આઈસ્ક્રીમ પાર્લરની ફ્રેન્ચાઈઝી લેવાથી રેસીપી આધારિત આઈસ્ક્રીમ, પિઝા, શેક, સેન્ડવીચ, હોટ ચોકલેટ ડ્રિંક પર 2.5 ટકા કમિશન મળશે. કંપની પ્રી-પેકેજ્ડ આઈસ્ક્રીમ પર 20 ટકા અને અન્ય અમૂલ પ્રોડક્ટ્સ પર 10 ટકા કમિશન આપે છે.
જો તમે ફ્રેન્ચાઈઝી લઈને અમૂલ આઉટલેટ શરુ કરવા માંગતા હો, તો તમારે એક મહત્વનો નિયમ પૂરો કરવો પડશે. તમારી પાસે જે જગ્યા છે એ ઓછામાં ઓછી 150 ચોરસ ફૂટ જગ્યા હોવી જોઈએ. પરંતુ જો તમે અમૂલ આઈસ્ક્રીમ પાર્લરની ફ્રેન્ચાઈઝી લેવા માંગતા હો, તો તમારી પાસે ઓછામાં ઓછી 300 ચોરસ ફૂટ જગ્યા હોવી જોઈએ. હવે અમે તમને કહીએ છીએ કે ફ્રેન્ચાઇઝી માટે કેવી રીતે અરજી કરવી. આ માટે તમે toretail@amul.coop પર મેઇલ કરી શકો છો. આ ઉપરાંત, તમે આ લિંક (http://amul.com/m/amul-scooping-parlors) ની મુલાકાત લઈને પણ વધુ માહિતી મેળવી શકો છો. અમૂલ ફ્રેન્ચાઇઝી એક નફાકારક બિઝનેસ સાબિત થશે.