ચાઇનીઝ રોકાણકારે કહ્યું ‘હું ઇચ્છું છું કે મારો પુત્ર ઘણી છોકરીઓ સાથે જીવન જીવે’, મારો પુત્ર અનેક ગર્લ ફ્રેંન્ડો સાથે સુવે અને બોવ બધા બાળકો પેદા કરે.

ajab gajab

ચીનના જાણીતા ઉદ્યોગપતિ અને રોકાણકાર ડિંગ પેંગે તેમના એક નિવેદનથી અનેક લોકોને સ્તબ્ધ કરી દીધા છે. તેમણે જણાવ્યું હતું કે હું ઇચ્છું છું કે મારો પુત્ર અનેક ગર્લફ્રેન્ડ બનાવે અને બહુ બધા બાળકો પેદા કરે. આમ તે જીવનનો પૂરેપૂરો આનંદ લે.

આ બધી વાતચીત એક વીચેટના એક ચેટગ્રુપમાં થઈ. તેમની આ ચેટ વાઇરલ થઈ ગઈ છે. તેમણે જણાવ્યું હતું કે મારી ઇચ્છા છે કે મારો પુત્ર એડલ્ટ ફિલ્મો જુએ, કેટલીય ગર્લફ્રેન્ડ બનાવે, કોલેજમાં ભણવા દરમિયાન જ કેટલાય સંતાનો પેદા કરે. જો કે તેમનો પુત્ર સેકન્ડરી સ્કૂલનો વિદ્યાર્થી છે.

ડિંગે જણાવ્યું હતું કે તે જરા પણ ઇચ્છતા નથી કે તેમનો પુત્ર ભણેશરી થાય. તેમણે જણાવ્યું હતું કે તેના ખાતામાં નોંધપાત્ર રકમ ટ્રાન્સફર કરી દેવાઈ છે, જેથી તે ઘર પર જ તેની ગર્લફ્રેન્ડને ડિનર માટે બોલાવી શકે. તેના પર ડિંગે જણાવ્યું હતું કે તે મારા કરતાં વધારે સારો છે.

સાઉથ ચાઇના પોસ્ટ મુજબ ડિંગે આ વાત એક સેમી પ્રાઇવેટ ગ્રુપમાં કરી હતી. ગ્રુપના સભ્યએ તેમની ચેટને લીક કરી દીધી. તેના પછી આ ચેટ વાઇરલ થઈ ગઈ. તેમણે ગ્રુપમાં લખ્યું હતું કે હું એકદમ આકરું જીવન જીવ્યો છું. હું જરા પણ ઇચ્છતો નથી કે મારો પુત્ર મારા પગલાં પર ચાલે. હું ઇચ્છું છું કે તે હાઇસ્કૂલમાં બહુ બધી યુવતીઓની સાથે સુએ. તે કોલેજમાં જાય અને અનેક બાળકો પેદા કરે. તેમની વાઇરલ ચેટની લોકોએ આકરી ટીકા કરી છે.

ડિંગે આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે તે કોમેન્ટ કરતા ઇમોશનલ થઈ ગયા હતા, કેમકે ગ્રુપમાં તેમની કોઈની સાથે ચર્ચા છેડાઈ ગયા હતા. જો કે તેમણે જણાવ્યું હતું કે તે ટીકાકારોની પરવા કરતા નથી. ડિંગ પેંગ ચીનનું જાણીતું નામ છે. તેમણે પોતાની માસ્ટર ડિગ્રી નાનજિંગમાં વર્ષ 1992ની યુનિવર્સિટીમાંથી લીધી હતી. તેમણે શાંઘાઈ જિયાઓ તોંગ યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટની ડિગ્રી લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *