IAS Tapasya protested against Kanyadan in marriage,

IAS તપસ્યા એ લગ્ન માં કન્યાદાન નો કર્યો વિરોધ, કહ્યું “હું કઈ દાન આપવાની વસ્તુ નથી હું …”

Story

હિન્દુ ધર્મમાં કન્યાદાનને સૌથી મોટું દાન માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે માત્ર ભાગ્યશાળી માતા-પિતાને જ કન્યાદાન કરવાનું સૌભાગ્ય મળે છે. ભારતમાં, કન્યાદાનની વિધિ સદીઓથી ચાલી આવે છે, જેમાં એક પિતા તેની પુત્રીને તેના જીવનસાથીને સોંપે છે. પરંતુ, તાજેતરમાં એક મહિલા ખૂબ જ ચર્ચામાં છે કારણ કે તેણે કન્યાદાનની વિધિ કરવાની ના પાડી દીધી હતી.

IAS Tapasya protested against Kanyadan in marriage,

“હું દાન કરવાની વસ્તુ નથી, હું તમારી પુત્રી છું, પિતા”
મધ્યપ્રદેશના નરસિંહપુરના જોબા ગામના વતની IAS અધિકારી તપસ્યા પરિહારે તાજેતરમાં IFS અધિકારી ગરવિત ગંગવાર સાથે લગ્ન કર્યા છે. પરંતુ, તેમણે તેમના લગ્નમાં કન્યાદાનની વિધિ કરવાની ના પાડી હતી અને આપણા બધા માટે એક દાખલો બેસાડ્યો છે. તેણે તેના પિતાને કહ્યું ‘હું દાન કરવાની કોઈ વસ્તુ નથી, હું તમારી પુત્રી છું.’

IAS Tapasya protested against Kanyadan in marriage,

IAS તપસ્યા માને છે કે યોગ્ય વ્યક્તિ તમને જીવનમાં જે કરવા માંગો છો તે કરવા દેશે. લગ્ન એ બે વ્યક્તિઓ વચ્ચે જ નહીં પણ બે પરિવારો વચ્ચે નવા સંબંધ ની શરૂઆત છે. તેમાં નાના મોટા કેઊચ્ચ કે નીચ ન હોવું જોઈએ. શા માટે કોઈએ દાન કરવું જોઈએ? મારા લગ્નની તૈયારીઓ શરૂ થઈ ત્યારે મેં કન્યાદાનની વિધિ કરવાની ના પાડી દીધી હતી.

IAS Tapasya protested against Kanyadan in marriage,

IFS પતિએ લગ્ન પહેલા જ પત્નીને સાથ આપ્યો હતો
આટલું જ નહીં, તેના પતિ IFS ઓફિસર ગરવિત ગંગવારનું કહેવું છે કે લગ્ન પછી કોઈ છોકરી બદલાઈ ના જોઈએ પેહલા હોઈ એવી જ રીતે રેહવું જોઈએ, માંગ ભરવાની વાત હોય કે બીજી કોઈ પરંપરા. શા માટે માત્ર છોકરીએ જ સાબિત કરવું જોઈએ કે તે પરિણીત છે? આવા સંસ્કારો છોકરા માટે કેમ લાગુ પડતા નથી? આવી માન્યતાઓને ધીરે ધીરે દૂર કરવામાં આપણે સહકાર આપવો જોઈએ.

IAS Tapasya protested against Kanyadan in marriage,

કોણ છે તપસ્યા પરિહાર?
મધ્ય પ્રદેશમાં જન્મેલી તપસ્યાએ તેનું શાળાકીય શિક્ષણ કેન્દ્રીય વિદ્યાલયમાંથી પૂર્ણ કર્યું. તેણે ધોરણ 10 અને 12 બંનેમાં ટોપ કર્યું હતું. આ પછી, તેણે પુણેની ઈન્ડિયન લો સોસાયટી કોલેજમાંથી કાયદાની ડિગ્રી મેળવી. દિલ્હીમાં રહીને તેણે યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરી પરંતુ તે નાપાસ થઈ. આ પછી તેણે બીજો પ્રયાસ કર્યો, જેમાં તેણે 23મો રેન્ક મેળવ્યો. તપસ્યાના પિતા વિશ્વાસ પરિહાર ખેડૂત છે અને માતા જ્યોતિ પરિહાર સરપંચ છે. તેમણે બાળપણથી જ તપસ્યાને ખૂબ લાડથી ઉછેર્યા હતા. તેને સૌથી વધુ પ્રેમ અને ટેકો તેની દાદી પાસેથી મળ્યો.

Leave a Reply

Your email address will not be published.