કહેવાય છે કે સુરતનું ખાવાનું અને કાશીનું મરણ / સુરત આવો તો નીલમબેનના પરાઠા ખાવાનું ભૂલશો નહીં.., 90 પ્રકારના અલગ-અલગ પરાઠા બનાવે છે… જાણો કઈ જગ્યા છે??

Story

કહેવાય છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ, આ ખૂબ જ લોકપ્રિય વાક્ય છે. સુરતની અંદર આવ્યા હોય તો ડુમ્મસ રોડ ઉપર નીલમબેનના પરાઠા ખાવાનું ચૂકશો નહીં. તમને જણાવી દઈએ કે સુરતની અંદર અવનવી વસ્તુઓ મળતી હોય છે. સુરતની અંદર આવીને લોકો અલગ-અલગ પ્રકારની વસ્તુઓ ખાઈ ને એન્જોય કરતા હોય છે. તમને જણાવી દઈએ કે સુરતની અંદર ડુમસ રોડ ઉપર નીલમબેનના પરાઠા ખૂબ જ ફેમસ છે.

સુરત ગયા હો તો નીલમબેનના પરાઠા ખાવાનું ભૂલશો નહિ. નીલમબેનના ત્યાં જે પણ લોકો પરાઠા ખાવા જાય છે, તેને નીલમબેન હસતાં હસતા ગરમા-ગરમ પરોઠા પીરસે છે. જેનાથી ગ્રાહકોની ભૂખ પણ વધી જાય છે. ખાસ વાત તો એ છે કે નીલમબેન ૯૦ પ્રકાર ના ગરમા-ગરમ પરોઠા બનાવે છે. આ પરોઠાના નામ તો તમે કદાચ જ સાંભળ્યા હશે. તમને જણાવી દઈએ કે 2008થી શરૂ થયેલી નીલમબેન સંઘર્ષ ની કહાની મા ઘણા બધા ઉતાર-ચઢાવ આવ્યા છે.

નીલમબેન આ જીવનમાં મોટી દુર્ઘટના બન્યા પછી દીકરીના ભવિષ્ય માટે, આત્મનિર્ભર બનવા માટે આ પરાઠા ની લારી નીલમબેન એ શરૂ કરી હતી. તેની સાથે-સાથે નીલમબેન બીજા લોકોને પણ રોજગારી આપે છે. નીલમબેન ની વાત કરીએ તો, તેઓ મૂળ સૌરાષ્ટ્રના પરંતુ ઘણા સમયથી સુરતની અંદર રહે છે. 2008માં પરોઠા ની લારી શરૂ કરીને નીલમબેન પોતે આત્મનિર્ભર બન્યા હતા.

નીલમબેન પરાઠા વેચીને પોતે અને પોતાના પરિવારની જવાબદારી પૂરી કરી રહ્યા છે, તેમજ બીજા ૪ લોકોને પણ રોજગારી આપી રહ્યા છે. નીલમ બેને લવ મેરેજ કર્યા છે. પૈસા કમાવવા માટે મેં ઘણા બધા કામ માં પોતાનું નસીબ અજમાવ્યું છે. પરંતુ કોઈ પણ કામ પોતાના હાથે લાગ્યો નહીં. એ માટે તેમણે 2008માં પિપલોદ થી અંદર બિગ બજાર, સુરત ડુમસ ખાતે પોતાના પટેલ પરોઠા ના નામે એક લારી શરૂ કરી હતી.

પરોઠા ની લારી શરૂ કરવા પાછળ પણ મોટું કારણ છે. નીલમબેન કહે છે કે, નીલમબેનના પિતા એક હોટલમાં જમવા નું બનાવતા હતા. નીલમબેન પોતાના પિતા પાસેથી જ, આલુના પરોઠા, ડુંગળી ના પરોઠા, કોબી ના પરોઠા, બીજા ઘણા પ્રકાર ના પરોઠા બનાવતા શીખ્યા હતા. ગુજરાન ચલાવવા માટે ઘણા બધા રસ્તાઓ અપનાવ્યા પછી, તેમણે વિચાર્યું કે મને પરોઠા બનાવતા આવડે છે. તેમણે પરોઠા ની લારી શરૂ કરવાનું નક્કી કર્યું હતું.

નીલમબેન વાત કરે તો તેમણે શરૂઆતમાં માત્ર ૩૫૦૦૦ નું રોકાણ કર્યું હતું. લીલાબેન ગોટા કેવી રીતે સધ્ધર હોવા છતાં તેમણે 15000 પહેલા નીલમબેને ભેગા કરેલા હતા. ત્યારબાદ તેને દીકરી સાત વર્ષથી ગલ્લાની અંદર રૂપિયા ભેગા કરતી હતી. જેમાંથી 12 થી 15 હજાર રૂપિયા લીધા હતા. ત્યારબાદ નીલમબેને એ પરોઠા ની લારી શરૂ કરી હતી.

જે સમયે નીલમબેને લારી શરૂ કરી હતી ત્યારે, એમની દીકરી અને તેમના પતિ તેની સાથે કામ કરતા હતા. પરંતુ છ મહિના પછી આખો ધંધો ખૂબ જ સારી રીતે સેટ થઈ ગયો. અને સારી એવી આવક પણ થવા લાગી હતી. અત્યારે નીલમ બે માણસોને મહિને ત્રણ હજાર રૂપિયા પગાર આપીને કામે પણ રાખે છે. નીલમબેન ના પરોઠા ખાવા માટે સુરતમાંથી લોકો દૂર દૂરથી આવે છે. અને નીલમબેનના પરોઠાનો સ્વાદ ચાખે છે.

૨૦૦૮માં જયારથી લારી શરૂ કરી હતી ત્યારે, ૯૦ પ્રકારના પરોઠા પીરસવામાં આવતા હતા. પરંતુ ધીમે ધીમે આગળ વધતા જતા, પરોઠા ના પ્રકારમાં બદલાવ પણ કરવામાં આવ્યો હતો. છ મહિનાની અંદર આ ધંધો તમને ખૂબ જ સારો લાગ્યો હતો. નીલમબેન ને ત્યાં જે પણ લોકો ખાવા આવે છે તેને નીલમબેન ખુબજ ભાવથી પરોઠા પીરસીને જમાડે છે.

નીલમબેન ના પરોઠા ખાવા માટે લોકો દૂર દૂરથી અહીં આવે છે, આ પરોઠા છોકરાઓમાં ખૂબ જ લોકપ્રિય થયા છે. અત્યારે તો નીલમ બેને એ ૪ છોકરાઓને નોકરી ઉપર પણ રાખ્યા છે. તેમને ૮થી ૧૦ હજાર રૂપિયાનો પગાર ચૂકવે છે. નીલમબેનના ત્યાં લોકો જમવા માટે આવે છે તે, ફૂટપાથ ઉપર ચટાઈ પાથરી હોય છે. તેની ઉપર લોકો બેસે છે અને ખૂબ જ નીલમબેન ભાવથી જમાડે છે. નીલમબેન પરોઠા ખાઈ ને લોકોને ખુબ જ આનંદ આવે છે. સુરત બાજુ આવોતો નીલમબેન પરોઠા ખાવાનું ચૂકશો નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *