સોમનાથ દર્શને જાઓ તો સોમનાથ સહિત આ સ્થળો જરૂર ફરજો એ પણ માત્ર ૩૦ રૂપિયામાં…

knowledge

નમસ્કાર દોસ્તો, આજે આપણે વાત કરીશું પ્રસિદ્ધ તીર્થધામ સોમનાથ અને તેની આસપાસના 6-7-સ્થળો માત્ર ૩૦ રૂપિયામાં કેવી રીતે ફરી શકાય એ પણ 2-3 કલાકમાં. તો ચાલો જાણીએ. ખૂબ ઓછા લોકો જાણે છે કે સોમનાથ મંદિર ઉપરાંત સોમનાથની આસપાસ એવા ઘણા સ્થળો છે જે ખૂબ જૂના ઐતિહાસિક અને જોવાલાયક છે.

આ તમામ સ્થળ જો તમે ફરવા માંગતા હશો તો પ્રાઈવેટ રિક્ષા કે કાર કરશો તો 500-1000 રૂપિયા થશે. પરંતુ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભાવિકો માટે માત્ર ૩૦ રૂપિયામાં જ આ તમામ સ્થળ જોવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સોમનાથ મંદિરની સામે જ રોજ સવારે 8:00 વાગે અને બપોરે 2:30 વાગે આ મિનિ બસ ઉપડે છે. અને ફક્ત ૩૦ રૂપિયામાં ભાવિકોને 6-7 સ્થળ ફેરવે છે. તો ચાલો આ જગ્યાઓ કઈ-કઈ છે. આ બસમાં બેસ્યા પછી જ ટિકિટ લેવાની હોય છે.

1.બાણગંગા:
આ સફળનો પહેલો પડાવ બાણગંગા, આ એ સ્થળ છે જ્યાં સ્વયંભૂ શિવલિંગ સમુદ્રની અંદર છે, જ્યારે સમુદ્રમાં ભરતી આવે છે ત્યારે આ શિવલિંગ ડૂબી જાય છે. બાકી ઓટના સમયે ભક્તો શિવલિંગના દર્શન કરી શકે છે.

2.ભીડભંજન મહાદેવનું મંદિર: આ મંદિર શિવજીનું છે, બાજુમાં દરિયા કિનારો છે.

3.ભાલકા તીર્થ: આ એ જગ્યા છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ દેહત્યાગ કર્યો હતો.

4.ગોલોક ધામ તીર્થ:
આ ગોલોક ધામ તીર્થને દેહોત્સર્ગ પણ કહેવામા આવે છે, આ આખું પરિસર છે, જ્યાં ગીતા મંદિર, લક્ષ્મી નારાયણ મંદિર, કૃષ્ણચરણ પાદુકાજી, બલદેવજી ગુફા, ગોલોકઘાટ, કાશી વિશ્વનાથનું મંદિર, મહાપ્રભુજી બેઠકજી, અને ભીમનાથ મંદિર છે.

5.પાંચ પાંડવનું મંદિર, હિંગળાજ માતા ગુફા અને સૂર્ય મંદિર:
આ મંદિર ખૂબ જૂના મંદિર છે. સૌરાસ્ટ્ર સહિત ગુજરાતના દરબારો-રાજપૂત લોકો જ્યારે સોમનાથ આવે છે ત્યારે સૂર્ય મંદિરના દર્શન ચોક્કસ કરે છે. સૂર્ય મંદિરની બાજુમાં જ એક સૂર્ય કુંડ છે. જે વાસ્તુમાં એક વાવ જેવુ નિર્માણ કાર્ય છે.

6.ત્રિવેણી સંગમ:
સોમનાથથી ૩ કિમીના અંતરે આ ત્રિવેણી સંગમ છે,જ્યાં હિરણ, કપિલા અને સરસ્વતી નદીનો સંગમ થાય છે. અહી લોકો દૂર-દૂરથી પિતૃ તર્પણ માટે આવે છે. તમે અહી વહેલી સવારે અથવા સાંજના સમયે જશો તો વધુ મજા આવશે.

7. રામ મંદિર અને પરશુરામ મંદિર:
આ જગ્યા ખૂબ જ સુંદર છે, અહી આપસાસ સુંદર વાતાવરણ છે. અમારી આ માહિતી પસંદ આવી હોય તો વધુમાં વધુ શેર કરો.

Leave a Reply

Your email address will not be published.