સાંધાના દુખાવાથી મેળવવા માંગો છો છુટકારો તો બસ આ ફળો આજે જ ઉમેરો તમારા ખોરાકમાં…

Health

ઉંમર વધવાની સાથે સાથે સાંધાના દુખવાની સમસ્યા પણ વધી રહી છે. અર્થરાઈટિસના દર્દીઓમાં સૌથી વધારે સમસ્યા સાંધામાં દુખાવો અને સોજાની હોય છે. આ સમસ્યાની પકડમાં મોટાભાગે લોકો ઉંમર વધાવની સાથે આવવા લાગે છે. બદલાતી લાઈફસ્ટાઈલમાં જો તમે ખાવા-પીવા પર થોડું ધ્યાન આપો તો તમારે કોઈપણ પ્રકારની સમસ્યા થશે નહીં. આ ઉપરાંત જો તમે તમારા ડાયટમાં કેટલાક ફળોનું સેવન કરો છો તો તમને સાંધાના દુખાવાથી રાહત મળી શકે છે.

નારંગીનું સેવન કરો:
નારંગી એક એવું ફળ છે, જે ખુબ જ કામની વસ્તુ છે. આ ફળને ખાવાથી સાંધાના દુખાવા અને સોજાની ફરિયાદ ઓછી થઈ શકે છે. નારંગીમાં મોટા પ્રમાણમાં વિટામીન સી હોય છે. આ ફળમાં મળતા એન્ટીઓક્સીડેન્ટથી મોટા પ્રમાણમાં સાંધામાં સોજા ઓછા થાય છે. તમને જણાવી દઇએ કે અર્થરાઇટિસના દર્દીઓને નારંગી, મોસંબી અને લીબું જેવા ખાટા ફળ ખવા જોઇએ.

તરબૂચ ખાવાથી નહીં થાય જોઈન્ટ પેન:
આ ઉપરાંત બીજું ફળ છે તરબૂચ. તેને ખાવાથી ઘણા ફાયદા થયા છે. તરબૂચમાં એન્ટીઇમ્ફ્લેમેન્ટ્રી ગુણ અને કેરોટેનાઈડ બીટ-ક્રિપ્ટોજેન્થિન પણ હોય છે. જે અર્થરાઇટિસના દર્દીઓ માટે સારું હોય છે. તેનાથી સોજા દૂર થવામાં મદદ મળે છે. તરબૂચ રયૂમેટાઈડ અર્થરાઇટિસના દર્દીઓને ખાસ રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

દ્રાક્ષ પણ ફાયદાકારક:
આ સાથે જ તમે દ્રાક્ષ પણ તમારા ડાયટમાં સામેલ કરી શકો છો. તેને ખાવાથી ઘણા ફાયદા છે. તેમાં પણ જોઇન્ટ પેનની ફરિયાદ ઓછી થાય છે. મીડિયા રિપોર્ટ અનુસાર દ્રાક્ષની છાલમાં રેસ્વેટ્રોલ નામનું એક એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે અર્થરાઇટિસના દર્દીઓ માટે ખુબજ ફાયદાકારક હોય છે.

Leave a Reply

Your email address will not be published.