કોલેસ્ટ્રોલ ઘટાડવા માંગો છો તો કરો માત્ર આ 5 ચીજોનું સેવન, ક્યારેય નહીં થાય હૃદય રોગ!

Health

કોરોનાના કહેરને કારણે દેશ અને દુનિયાભરમાં લોકોએ એક સાથે આરોગ્યને લગતી સૌથી મોટી ત્રાસદીનો અનુભવ કર્યો અને આ પ્રકારની ગંભીર પરિસ્થિતિમાંથી કઈ રીતે બહાર આવવું તેની પણ સમજણ કેળવી. આજ કાલ દરેક લોકો કોલેસ્ટ્રોલથી પીડાતા હોય છે.

હૃદય સારુ રાખવા માટે એ જરૂરી છે કે તમારા શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછુ હોય. શરીરમાં કોલેસ્ટ્રોલ હોવું જરૂરી છે પરંતુ જો શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે હોય તો હૃદય રોગની સમસ્યા થઈ શકે છે. આપણા શરીરમાં સારુ અને ખરાબ એમ બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે. આવો જાણીએ એવા કયા ફળ અને શાકભાજી છે જેના સેવનથી કોલેસ્ટ્રોલ કન્ટ્રોલમાં રહે છે.

દલિયા:
દલિયા હેલ્દી નાસ્તાનો એક બેસ્ટ ઓપ્શન છે. દલિય તમારા વજનને વધવાથી રોકે છે. તમારા પેટ પણ સારુ રહે છે. એક્સપર્ટ કહે છે કે, એક વાડકી દલિયા ખાવાથી એ નિશ્ચિત થાય છે કે તમે લગભગ 5 ગ્રામ ખાદ્ય ફાઈબરનુ સેવન કરો છે. આપણા શરીરમાં વહી રહેલા રક્તમાં રહેલું કોલેસ્ટ્રોલ ફાયબરથી ઓછુ થાય છે.

ઓલિવ તેલ:
શરીરમાં સૌથી વધુ કોલેસ્ટ્રોલ તેલના કારણે વધે છે. બજારમાં મળતી વધુ પડતી ખાદ્ય વસ્તુઓમાં તેલની માત્રા ખૂબ વધારે હોય છે. આનાથી બચવા માટે ઓલિવના તેલનો ઉપયોગ કરી શકો છો. આ તેલના ઉપયોગથી સામાન્ય તેલ કરતા 8 ટકા કોલેસ્ટ્રોલ ઓછું બને છે. આ સિવાય આ તેલ બ્લડ પ્રેશર અને શુગર લેવલને પણ કંટ્રોલ કરે છે.

બદામ અને બદામનું તેલ:
બદામ અને બદામના તેલનું નિયમિત સેવન ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અને સારા કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે. બદામનું દૂધ તંદુરસ્ત ચરબી, ફાઇબર, મેગ્નેશિયમ અને અન્ય વિટામિન્સથી ભરપૂર છે, બદામ એલડીએલ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે.

સોયાબીન:
સોયાબીન પણ શરીરમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે. સોયાબીન લીવરને સ્વસ્થ રાખે છે અને શરીરમાં સારા કોલેસ્ટ્રોલનું સ્તર પણ વધારે છે. સોયાબીનના રોજિંદા ઉપયોગથી શરીરનું ખરાબ કોલેસ્ટ્રોલ 6 ટકા ઘટી શકે છે.

બ્લેક અને ગ્રીન ટી:
બ્લેક ટી અને ગ્રીન ટીમાં શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ટ હોય છે. આ ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં ઘણી મદદ કરે છે. ગ્રીન ટી લોહી ગંઠાઈ જવાની સમસ્યાથી પણ છુટકારો અપાવે છે.

Leave a Reply

Your email address will not be published.