જો તમારા પેશાબમાં ફીણ આવતુ હોય તો હોય શકે છે ગંભીર બીમારી, કરવા લાગો ખાસ કેર

Beauty tips

પેશાબ સંબંધિત સમસ્યાઓ: પેશાબમાં ફીણ દેખાવુ સામાન્ય માનવામાં આવે છે, પરંતુ કેટલીકવાર તે ગંભીર રોગ સૂચવી શકે છે. તો ચાલો જાણીએ પેશાબમાં ફીણ કેમ બને છે અને તેના શું કારણો હોઈ શકે છે. પેશાબનો રંગ આછો અથવા ઘેરો પીળો હોય છે. આ રંગ તમારા આહાર અથવા કોઈપણ રોગ અથવા કેટલીક દવાઓના સેવનને કારણે થઈ શકે છે. ઘણી વખત કેટલાક લોકોના પેશાબમાં ફીણ પણ જોવા મળે છે. આની પાછળનાં કારણો ઘણા હોઈ શકે છે. જ્યારે પેશાબમાં ફીણ દેખાય છે, ત્યારે તેને ક્લાઉડી અથવા ફીણવાળું પેશાબ કહેવામાં આવે છે.

સામાન્ય રીતે પેશાબમાં ફીણ દેખાય તેને મૂત્રાશય ફુલ થવાનો સંકેત હોય છે. આ સ્થિતિમાં, પેશાબ તમારા મૂત્રાશય પર પુશ કરે છે. પરંતુ તેની પાછળ અન્ય ઘણા કારણો હોઈ શકે છે. તો ચાલો જાણીએ કે પેશાબમાં ફીણ દેખાવાનો અર્થ શું થાય છે અને આવું થાય ત્યારે તમારે શું કરવું જોઈએ.

પેશાબમાં ફીણ દેખાવાની સાથે આ લક્ષણો જોવા મળે છે-
પેશાબ ફુલ ફોર્સમાં આવવાનાં કારણે ફીણ આવે છે. પરંતુ જો તમારા પેશાબમાં ફીણ ખૂબ દેખાવા લાગે છે અને સમયની સાથે તેનુ પ્રમાણ વધતું જાય છે, તો તે કોઈ રોગની નિશાની હોઈ શકે છે. તેથી જો તમને પણ તમારા પેશાબમાં ફીણ દેખાય છે, તો તેની સાથે અન્ય કેટલાક લક્ષણો પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. આ લક્ષણો તમને ગંભીર બીમારીનું સૂચન કરે છે. જેની તમે સમયસર સારવાર કરાવી શકો.
ગોપાલ ઈટાલીયા ક્યાંથી લડશે ચૂંટણી? અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને રહસ્ય પરથી પડદો ઉંચક્યો

હાથ, પગ, ચહેરા અને પેટમાં સોજો આવવો, તે કિડનીના નુકસાનની નિશાની હોઈ શકે છે.
– થાક
– ભૂખ ન લાગવી
– ઉબકા
– ઉલટી થવી
– ઊંઘમાં તકલીફ
– ઓછો પેશાબ આવવો
– ક્લાઉડી પેશાબ
– ઘેરા રંગનો પેશાબ

ફીણવાળા પેશાબના કારણો-
જ્યારે તમે પેશાબને લાંબા સમય સુધી રોકી રાખો અને પછી અચાનક તેને પેશાબ કરો છો, ત્યારે વધુ ફોર્સનાં કારણે, પેશાબમાં ફીણ આવે છે. પરંતુ આ ફીણ થોડા સમયમાં ક્લીયર થઈ જાય છે. કેટલીકવાર ફીણની રચના પેશાબમાં પ્રોટીનની વધુ માત્રા સૂચવે છે. પેશાબમાં હાજર આ પ્રોટીન હવાના સંપર્કમાં આવે ત્યારે ફીણ બનાવે છે.

પેશાબમાં ફીણ બનવાના અન્ય ઘણા કારણો હોઈ શકે છે-
ડિહાઈડ્રેશનઃ જ્યારે કોઈ વ્યક્તિ ડિહાઈડ્રેશન થઈ જાય છે ત્યારે તેના પેશાબનો રંગ ખૂબ જ ઘાટો અને જાડો દેખાય છે. પાણીનું સેવન ઓછુ કરવાના કારણે પ્રોટિન યુરિનમાં ડાઈલ્યૂટ નથી થઈ શકતું. પ્રોટીનમાં એવી પ્રોપર્ટીઝ હોય છે, જેના કારણે યૂરિન પાસ થતા સમયે તેમાં ફીણ બને છે. કોઈ વ્યક્તિના હાઈડ્રેટ રહ્યા બાદ પણ પેશાબમાં ફીણ દેખાય છે, તો તે કિડની રોગનું લક્ષણ હોઈ શકે છે.જો કોઈ વ્યક્તિ પેશાબમાં સતત ફીણ દેખાય તો તે પ્રોટીન્યૂરિયા સૂચવે છે. જે કિડની રોગનું પ્રારંભિક લક્ષણ છે.
ભારત સહિત દુનિયાના 3 દેશોમાં ભયાનક ભૂકંપ, શું તેનું કારણ ચંદ્રગ્રહણ છે? જાણો ચંદ્રગ્રહણ-ભૂકંપનું કનેક્શન

ડાયાબિટીસ– શરીરમાં બ્લડ શુગર લેવલ વધવાને કારણે એલ્બુમિન પણ હાઈ લેવલમાં કિડનીમાં પસાર થાય છે. જેના કારણે પેશાબ ફીણવાળો દેખાય છે. આ લક્ષણો ટાઈપ 2 ડાયાબિટીસના દર્દીઓમાં પણ જોવા મળે છે.
– ઝાંખી દ્રષ્ટિ
– મોંઢુ સુકાવુ
– સતત તરસ લાગવી
– વારંવાર પેશાબ થવો
– ભૂખ લાગવી
– ત્વચામાં ખંજવાળ થવી

જો તમને પેશાબમાં ફીણ દેખાય તો શું કરવું-
આ માટે તમારે તમારા ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. ડૉક્ટર તમારી પેશાબની તપાસ કરશે. જેમાં તમારા પેશાબમાં હાજર પ્રોટીનની માત્રા જોવા મળે છે. આ સિવાય ડોકટરો પેશાબમાં હાજર પ્રોટીનને ક્રિએટિનીન સાથે પણ સરખાવે છે. પેશાબમાં પ્રોટીન ક્રિએટિનીન કરતાં વધુ હોય તો કિડનીની બિમારી સૂચવે છે.

Leave a Reply

Your email address will not be published.