ઘરે બનાવી લો ઇમ્યુનિટી બુસ્ટર બોલ્સ, શરીર માટે પાવર હાઉસનું કામ કરશે આ ગોળી…

Health

કોરોનાની મહામારીમાં શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવી ખુબજ જરૂરી છે, રોગ પ્રતિકારક શક્તિ સારી હોય તો સામાન્ય અને વાયરસની બીમારીઓ થતી નથી અને કદાચ થાય તો પણ તમારા શરીરની અંદર એટલી ક્ષમતા હશે જે એ બીમારીઓની સામે લડી શકશે. આજે અમે તમારા માટે એવીજ એક રેસિપી લઈને આવ્યા છીએ જે તમારા શરીરને રોગો સામે લડવા ખુબજ મદદ કરશે.

સામગ્રી:- 50 ગ્રામ સૂંઠ, 50 ગ્રામ હળદર, 25 ગ્રામ મરી, 200 ગ્રામ દેશી ગોળ

બનાવવાની રીત:- સૂંઠ અને મરીને સરખી રીતે પીસી ને પાવડર બનાવી દો. ગોળ ને ગરમ કરતા જાવ અને જ્યારે એ પ્રવાહી રૂપ માં આવે ત્યારે તેમાં સુંઠ, મરીનો પાવડર અને હળદર ભેળવી દો. જે પેસ્ટ તૈયાર થાય એ સહેજ ગરમ હોય ત્યારે ચણા અથવા વટાણા જેવડી ગોળીઓ બનાવી લો અને સૂકવવા દો.

વાપરવાની રીત::- જમતા પહેલા 15 થી 20 મિનિટ એક ગોળી લેવી. (અનુકૂળ લાગે તો 2 ટાઈમ નહી તો એક ટાઈમ)

ફાયદાઓ:- ભૂખ ઉઘડે જેથી પાચન ક્રિયામાં મદદરૂપ થાય, ઇમ્યુનિટી પાવર વધારે, કફ, ખાંસી માં ફાયદારૂપ છે.

આ માહિતીની ચોકસાઈ, સમયબદ્ધતા અને પ્રમાણિકતાની ખાતરી કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે, જોકે તેની નૈતિક જવાબદારી ગુજરાત પેજની નથી. અમારી તમને નમ્રતાપૂર્વક વિનંતી છે કે કોઈ પણ ઉપાય અજમાવતા પહેલા તમારા ડોક્ટરનો સંપર્ક કરવો. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *