જીવનમાં સફળતાનો સ્વાદ ચાખવા માટે, જ્ઞાનનો ભંડાર હોવો જરૂરી છે. જે વ્યક્તિમાં ખુબજ જ્ઞાન હોય છે તેને સફળ થતા કોઈ રોકી નથી શકતું. પ્રખ્યાત વિદ્વાન આચાર્ય ચાણક્યએ પણ લોકોને તેમની ચાણક્ય નીતિમાં જ્ઞાન પ્રત્યે ગંભીર રહેવાની સલાહ આપી છે.
જ્ઞાનથી આકર્ષિત થાય છે માતા સરસ્વતી
ચાણક્ય નીતિ મુજબ, જે વ્યક્તિ હંમેશા જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તત્પર રહે છે, એજ વ્યક્તિને જ્ઞાનની દેવી સરસ્વતીના આશીર્વાદ મળે છે. જ્યારે તમે જ્ઞાનની દેવી માતા સરસ્વતીને પ્રસન્ન કરો છો, ત્યારે ધનની દેવી માતા લક્ષ્મીજી પણ ખુશ થાય છે. સરળ શબ્દોમાં કહીએ તો, પૈસા અને જ્ઞાન બંને એકબીજા સાથે જોડાયેલા છે. જેની પાસે જ્ઞાનનો ભંડાર છે તેની પાસે સંપત્તિ પણ છે. આવા લોકો સમાજના હિતમાં કામ કરીને માન સમ્માન મેળવે છે.
જ્ઞાન કરે છે દુઃખોનો અંત
ચાણક્ય નીતિમાં જ નહીં, પરંતુ વિદુર નીતિમાં પણ જ્ઞાનના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો છે. મહાભારતના પ્રભાવશાળી પાત્ર વિદુર ભગવાન શ્રીકૃષ્ણને પણ પ્રિય હતા. તેમણે પોતાની નીતિમાં જણાવ્યું છે કે જે વ્યક્તિ જ્ઞાન ધરાવે છે તેની પાસે દુઃખ લાંબો સમય નથી રહેતા, જ્ઞાની વ્યક્તિ પોતાના જ્ઞાનથી તમામ દુ:ખ દૂર કરે છે. ગીતાના ઉપદેશોમાં પણ આ જ્ઞાન અને વાતનો ઉલ્લેખ છે. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા મહાભારતના યુદ્ધમાં અર્જુન સામે કર્યો હતો.
જ્ઞાનનો દેખાડો છે હાનિકારક
ઘણા વિદ્વાનોનું માનવું છે કે જે વ્યક્તિ પોતાના જ્ઞાનનો દેખાડો કરે છે તેનો અંત સારો નથી હોતો. તમારા અહમ અને ખોટા અભિમાન માટે જ્ઞાનનો ઉપયોગ કરવો તે યોગ્ય નથી. જે લોકો આવા કાર્ય કરે છે તે જીવનમાં ક્યારેય સફળ થતા નથી. જ્ઞાન મળતાની સાથે જ કેટલાક લોકો એટલા દોઢા બની જાય છે કે તેઓ તેમના જ્ઞાનથી બીજાને આકર્ષ્યા વિના રહી શકતા નથી. આવા લોકોનો સમાજમાં આદર હોતો નથી.
જ્ઞાન વહેંચવાથી વધે છે.
“જ્ઞાન વહેંચવાથી વધે છે” આ કહેવત તમે પણ સાંભળી હશે. આમાં સો ટકા સત્ય પણ છે. જો તમે તમારા જ્ઞાનને છુપાવી રાખો છો અથવા તેનો ઉપયોગ ફક્ત દેખાડા માટે કરો છો, તો પછી તે માત્ર તમારા સુધી જ તમારું જ્ઞાન રહેશે અને તમારી સાથે તમારું જ્ઞાન પણ એક સમયે પૂરું થઇ જશે. જેમ જેમ સમય જશે તેમ તમે તમારું જ્ઞાન અડધું થતું જશે અને અધૂરા જ્ઞાન વાળી વ્યક્તિ પાસે માતા સરસ્વતીને આવવું ગમતું નથી. અને જો માતા સરસ્વતી તમારાથી દૂર થશે એટલે થોડા સમય પછી લક્ષ્મીજી પણ તમારાથી દૂર રહશે.