જે ગામમાં છોકરીઓને ભણવાની પણ આઝાદી ન હતી ત્યાં આ છોકરી સંઘર્ષ કરીને ગામની પહેલી એન્જિનિયર બની…

Story

આજના સમયમાં શિક્ષણના મહત્વ વિશે ઘણા લોકો વાકેફ છે. પરંતુ, ભારતમાં આજે પણ કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં શિક્ષણને એટલું મહત્વ આપવામાં આવતું નથી. ખાસ કરીને આ નિયમ છોકરીઓને લાગુ પડે છે. આજના સમયમાં પણ કેટલાક લોકોની વિચારસરણી એવી હોય છે કે છોકરીઓને ભણાવવાનો કોઈ અર્થ નથી કારણ કે તેમને ભવિષ્યમાં ઘરનું ધ્યાન રાખવાનું છે પરંતુ, આજે અમે તમને જે છોકરીની વાર્તા કહેવા જઈ રહ્યા છીએ તે દરેક છોકરી માટે પ્રેરણા છે. તે તેના ગામની એકમાત્ર છોકરી છે, જેણે સ્નાતક થઈને તેના પિતા અને માતાનું નામ રોશન કર્યું છે અને તે તેના ગામનું ગૌરવ પણ બની છે. આ વાર્તા આંધ્ર પ્રદેશના એક નાનકડા ગામની રહેવાસી શોભા કતુરુની છે.

શોભા કાતુરુ Linkedinપર પોતાની વાર્તા કહે છે. તેના કહેવા પ્રમાણે, તે એવા ગામની છે જ્યાં છોકરીઓને ભણાવવું જરૂરી માનવામાં આવતું નથી. ત્યાંની છોકરીઓના લગ્ન 10મી પછી જ થાય છે. પણ, શોભાને આ બધું કરવું નહોતું, તે તેના જીવનમાં આગળ વધવા ઇચ્છતી હતી. તેણે 10મા ધોરણમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ત્યારબાદ તેને સરકારી કોલેજમાં વધુ અભ્યાસ માટે ફ્રી સીટ મળી હતી. પરંતુ, શોભાના પરિવારના સભ્યો તેના આગળના અભ્યાસની વિરુદ્ધ હતા, પછી જ્યારે તેના કાકાએ તેના માતા-પિતાને સમજાવ્યું તો તેઓ આગળના અભ્યાસ માટે રાજી થયા.

કોરોના મહામારી દરમિયાન જ્યારે ઓનલાઈન ક્લાસ શરૂ થયા ત્યારે શોભાને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. તેની પાસે લેપટોપ ન હોવાથી તે તેના જૂના ફોનથી કામ અને અભ્યાસ કરતી હતી. પછી તેને ઈન્ટરનેટની સમસ્યાનો પણ સામનો કરવો પડ્યો કારણ કે, ગામમાં વધુ સુવિધા ન હતી. તેથી તે સવારે વહેલા ઉઠીને અગાસી પર જતી અને બપોર સુધી તેનો અભ્યાસ પૂર્ણ કરતી. 

પછી શોભાના પિતરાઈએ તેનો ડેટા પેક રિચાર્જ કર્યો. જે તેણીને ખૂબ મદદરૂપ થયું અને તેનાથી શોભાને ઘણી મદદ મળી. શોભાના કહેવા પ્રમાણે, તેની આસપાસના લોકો ભણવાના તેના આગ્રહને સમજી શક્યા ન હતા. તેથી તેને ટોણા મારતા હતા કે આ બધો અભ્યાસ છોકરીઓને કામમાં નહિ આવે, આ બધું નકામું છે, પણ શોભાએ આ બધી બાબતો પર ધ્યાન ન આપ્યું અને મન મૂકીને ખૂબ અભ્યાસ કર્યો. જેના દ્વારા આજે તે તેના ગામની પ્રથમ એવી છોકરી છે, જેણે પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કરીને આઈટીમાં નોકરી મેળવી છે. હવે કોઈ તેને ટોણો પણ નથી મારતું, પણ હવે બધા શોભાના વખાણ કરે છે. શોભા Systech Solutions, Inc.માં ડેટા એન્જિનિયર ટ્રેઇની તરીકે કામ કરું છું.

Leave a Reply

Your email address will not be published.