ખજુરભાઈ એટલે કે લોક લાડીલા નીતિન જાની ને કોરોના કાળ અને વાવાઝોડા ની વિકટ પરિસ્થિતિ માં જે ગુજરાત ના સોનુ સુદ નું બિરુદ મળ્યું હતું એ ખજુરભાઈ એ આજે પણ લોકો ની મદદ કરવાં અથાક મહેનત અને હંમેશ ખડેપગે જોવા મળે છે તાજેતર માં જ દુબઇ પ્રવાસ ના લીધે સોશિઅલ મીડિયા માં ચર્ચા નો વિષય બન્યા હતા અને બાદ માં સુરત ની સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ખજુરભાઈ ની ટીમ ને 2.5 લાખ નું દાન સેવા કાર્ય માટે આપવા માં આવ્યું હતું
અત્યારે ગુજરાત માં ગરમી નો પારો દિન પ્રતિ દિન વધી રહી છે અને નીતિન ભાઈ ની ચિંતા પણ વધતી જાય છે નીતિન ભાઈ ને ચિંતા છે કે જે વ્યક્તિ પથારીવશ છે અથવા જે વ્યક્તિ પેરેલાઈઝ છે તેમને આ આકરા ઉનાળા ની ગરમી સહન ના કરવી પડે તેમના માટે નીતિનભાઈ જાની એ કુલર ની વ્યવસ્થા કરી છે અને જરૂરિયાતમંદ હોય તેમને નીતિનભાઈ કુલર આપશે અને જેમના ઘરે વીજળી ના હોઈ એમના માટે વીજળી(ઇલેકટ્રીસિટી) ની વ્યવસ્થા પણ કરી આપશે
તેમજ આ વિડિઓ માં નીતિનભાઈ જણાવે છે કે આ વિડિઓ ને બને તેટલો શેર કરો જેથી નીતિનભાઈ જરૂરિયાતમંદ સુધી પહોંચી શકે અને આ ઉનાળા માં ગરમી થી તેમને રાહત અપાવી શકે લાઈક ના કરો તો પણ ચાલશે પણ શેર જરૂર કરજો ની અપીલ સાથે નીતિનભાઈ એ આ વિડિઓ શેર કર્યો છે