આ જગ્યાએ દીકરીને તેનાજ પિતા સાથે કરવા પડે છે લગ્ન, કારણ જાણીને થઈ જશો હેરાન..

Story

પિતા અને પુત્રીનો સંબંધ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. પિતા તેમની પુત્રીને ઉછેરવાથી લઈને ભણાવવાની દરેક બાબતમાં સાથ આપે છે. ભારતમાં દીકરીને ઘરની લક્ષ્મી માનવામાં આવે છે. પરંતુ દુનિયામાં એક એવી જગ્યા પણ છે જ્યાં દીકરીઓના લગ્ન તેમના પિતા સાથે જ કરવામાં આવે છે આ સાંભળીને તમને અજીબ લાગશે. પરંતુ આ એકદમ સાચી વાત છે. દુનિયામાં ઘણી વિચિત્ર પ્રકારની પ્રથાઓ છે તેમાંથી આ એક આવી પ્રથા છે. જે તમે કોઈ વાર વિચારી પણ નહી હોય.

અંગ્રેજી વેબસાઈટ ધ ગાર્ડિયન અનુસાર, આ વિચિત્ર પ્રથા બાંગ્લાદેશની મંડી જનજાતિમાં જોવા મળે છે. બાંગ્લાદેશમાં રહેતા મંડી જનજાતિમાં છોકરીઓના લગ્ન તેમના પિતા સાથે જ કરવામાં આવે છે. તે આદિજાતિની 30 વર્ષીયની મહિલા ઓરોલાએ કહ્યું કે તે ખૂબ નાની હતી ત્યારે તેના પિતાનું અવસાન થયું હતું. પછી તેની માતાએ નોટેન નામના અન્ય એક વ્યક્તિ સાથે લગ્ન કર્યા. તેના બીજા પિતાને જોઈને તે હંમેશા વિચારતી હતી કે તે કેટલા સારા છે. અને છોકરીને તેના બીજા પિતાને પણ પસંદ કરતી હતી.

ઓરોલા કહે છે કે જ્યારે તેણે યુવાની તરફ પહેલું પગલું ભર્યું ત્યારે તેને ખબર પડી કે તેના બીજા પિતા નોટેન તેના પતિ હતા. આ સમાચાર સાંભળીને ઓરોલાને એવું લાગ્યું કે તે કોઈ સપનું જોઈ રહી છે. પણ આ સાચું હતું. ખરેખર, ઓરોલાના લગ્ન તેના પિતા સાથે થયા હતા જ્યારે તે માત્ર 3 વર્ષની હતી. ઓરોલાના પિતા પણ તેના પતિ જ હતા. જો કે આ અહેવાલ થોડો જૂનો છે, પરંતુ આજે પણ આ પ્રથા ચાલી રહી છે.

આ એક એવી પ્રથા છે જેમાં નાની ઉંમરે વિધવા બનેલી છોકરીઓના લગ્ન અન્ય વ્યક્તિ સાથે કરવામાં આવે છે અને જ્યારે તે સ્ત્રી દીકરીને જન્મ આપે છે ત્યારે તેના લગ્ન પણ તે જ વ્યક્તિ સાથે કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે નાની ઉંમરના પતિ લાંબા સમય સુધી પતિ બનીને નવી પત્ની અને તેની પુત્રી બંનેની સુરક્ષા કરી શકે છે. આ એક ખૂબ જ વિચિત્ર પ્રથા છે. આશ્ચર્યની વાત એ છે કે આજે પણ આ દુષ્ટ પ્રથા માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *