દેશ અને દુનિયા હોળીનો તહેવાર ધામ-ધૂમથી મનાવે છે. જે પ્રકારે કૃષ્ણ નગરી કહેવામાં આવતું મથુરા, વૃંદાવન, બરસાનામાં હોળીનો તહેવાર ઘણો પહેલા જ શરુ થઇ જાય છે. તે જ પ્રકારે ધર્મ નગરી કાશીમાં હોળી રંગભરી એકાદશીથી જ શરુ થઇ જાય છે. કાશીમાં સૌથી પહેલા કાશીવાસી પોતાના ઇષ્ટ ભોલેબાબા સાથે મહાશ્મશાન પર ચિતાની રાખથી હોળી રમીને હોળીના તહેવારની શરૂઆત કરે છે. ત્યાર બાદ જ હોળીની શરૂવાત થાય છે.
મોક્ષદાયી કાશી નગરીનાં મહાશ્મશાન હરિશ્ચંદ્ર ઘાટ પર ક્યારેય ચિતાની આગ ઠંડી નથી થતી કેમકે ત્યાં ચોવીસેય કલાક ચિતાના સળગવા તથા શવયાત્રા ચાલતી રહે છે. ચારે તરફ ફેલાયેલા માતમ વચ્ચે વર્ષમાં 1 દિવસ એવો આવે છે, જ્યારે મહાશ્મશાન પર હર્ષોલ્લાસ જોવા મળે છે. એ તહેવાર છે રંગભરી એકાદશી.
વારાણસીમાં 14 માર્ચ એટલે કે ગઈકાલે શ્મશાન ઘટ પર ચિતાની રાખથી હોળી રમવામાં આવી. આ હોળીમાં ડમરું, ઘંટ, ઘડિયાળ, મૃદંગ, સાઉન્ડ સિસ્ટમનો ધૂન વચ્ચે ચારે તરફ સળગતી ચિતાઓની રાખ દ્વારા હોળી રમવામાં આવી. રંગ-ગુલાલ ઉપરાંત, ઉડતી રાખથી વર્ષોથી આ પ્રકારે હોળી મનાવાય છે. આ માન્યતા 350 વર્ષી પણ જૂની માનવામાં આવે છે.
પ્રાચીન માન્યતાને કારણે મનાવાય છે હોળી:
રંગભરી એકાદશીનાં દિવસે મહાશ્મશાન પર રમવામાં આવતી અનોખી હોળી પાછળની માન્યતા ઘણી જૂની છે. જણાવવામાં આવે છે કે જ્યારે રંગભરી એકાદશીનાં દિવસે ભગવાન વિશ્વનાથ માં પાર્વતીની વિદાય કરાવીને કાશી પહોંચ્યા તો તેમણે પોતાના ઘણો સાથે હોળી રમી હતી. પરંતુ પોતાના પ્રિય શ્મશાન પર વસનાર ભૂત, પ્રેત, પિશાચ અને અઘોરી સાથે તેઓ હોળી રમી શક્યા ન હતા. એટલા માટે રંગ્ભારી એકાદશીથી શરુ થતી પાંચ દિવસની હોળી મહાશ્મશાન પર મનાવવામાં આવે છે.
આરતીથી થાય છે શરૂઆત:
આ હોળીની શરૂઆત આરતી દ્વારા કરવામાં આવે છે. આ પહેલા શોભ્યાત્રા પણ કાઢવામાં આવે છે. આ અનોખા આયોજન કરનાર ડોમ રાજા પરિવારના બહાદૂર ચૌધરી અનુસાર, આ સદીઓ જૂની પરંપરા છે. આ પરંપરા બાદ જ હોળીની શરૂઆત થાય છે. પહેલા પૂજા કરવામાં આવે છે અને પછી ચિતાની રાખથી હોળી રમાય છે.