અંગ્રેજો હરાવીને ભારતે જીત્યો પાંચમી વખત અંડર-19 વર્લ્ડ કપ,અને BCCIએ કર્યો પૈસાનો વરસાદ

cricket

ભારતની યુવા ક્રિકેટ ટીમે ફરી એકવાર વિશ્વ ક્રિકેટમાં રાજ બન્વ્યું છે. શનિવારે યોજાયેલા અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતીય ટીમે ઈંગ્લેન્ડને હરાવીને રેકોર્ડ પાંચમી વખત વર્લ્ડ કપનું પ્રોત્સાહન મેળવ્યો. યશ ધુલની કેપ્ટનશીપમાં ભારતે ઈતિહાસ રચ્યો હતો. ભારતને શરૂઆતથી જ આ વર્લ્ડ કપ કબજે કરવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવતું હતું અને અંતે ભારતે દરેકની અપેક્ષા મુજબ કર્યું. છેલ્લી વખત ભારતે પૃથ્વી શૉની કેપ્ટન્સીમાં વર્ષ 2018માં વર્લ્ડ કપ જીત્યો હતો. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં ભારતીય ટીમે પહેલા બોલિંગ અને પછી બેટિંગમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. ઈંગ્લેન્ડે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરી અને તેનો નિર્ણય ભારતીય બોલરોએ ખોટો સાબિત કર્યો. ઈંગ્લેન્ડના 60 રન થયા હતા કે અડધાથી વધુ અંગ્રેજ ટીમને ભારતીય બોલરોએ પેવેલિયનનો રસ્તો બતાવી દીધો હતો. અમુક ઓવરની વચ્ચે જ ઈંગ્લેન્ડના બેટ્સમેનોએ પોતાની ટીમને કબજે કરી લીધી હતી, નહીં તો 100 રન બનાવા પણ મુશ્કેલ બની રહ્યા હતા. પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડની ટીમ 200 રન પણ બનાવી શકી નહોતી. ભારતીય બોલરો સામે અંગ્રેજોએ આખી 50 ઓવર પણ રમી શક્ય ના હતા અને 45મી ઓવરના પાંચમા બોલ પર ઈંગ્લેન્ડનો દાવ પૂરો થાય ગયો હતો. ઈંગ્લેન્ડે માત્ર 189 રન બનાવ્યા હતા. જેમ્સ રયુએ ઈંગ્લેન્ડ માટે સૌથી મોટી અને યાદગાર ઈનિંગ્સ રમી હતી. તેણે પોતાની ટીમ માટે સૌથી વધુ 95 રન બનાવ્યા અને તે સદી ફટકારવામાંથી ચૂકી ગયો.

ભારત માટે ઈંગ્લેન્ડને ફૂંકી મારવાનું કામ રાજ બાવા અને રવિ કુમારે કર્યું હતું. રાજ બાવાએ મેડન ઓવર ફેંકતા 9.5 ઓવરમાં કુલ 31 રન આપ્યા અને ઈંગ્લેન્ડની અડધી ટીમને પોતાનો શિકાર બનાવી. તેણે કુલ 5 વિકેટ ઝડપી હતી. જ્યારે રવિ કુમારે ઈંગ્લેન્ડના 4 બેટ્સમેનોને પેવેલિયનનો રસ્તો બતાવ્યો લીધો હતો. રવિએ 9 ઓવરની બોલિંગમાં 1 મેડન ઓવર નાખી અને 34 રન આપ્યા. ભારતે ઈંગ્લેન્ડ તરફથી 190 રનનો ટાર્ગેટ 14 બોલ બાકી રહેતા હાંસલ કરી લીધો હતો અને વિનિંગ સિક્સ ફટકારતા જ સમગ્ર ભારતીય કેમ્પ આનંદથી છવાઈ ગયો હતો. ભારત તરફથી શેખ રાશિદ અને નિશાંત સિંધુએ અર્ધસદી રમી હતી. સિંધુએ અણનમ 50 અને શેખે પણ 50 રનની ઇનિંગ રમી હતી. કેપ્ટન યશ ધુલે 32 બોલમાં 17 રન બનાવ્યા હતા.

ભારતે 190 રનનો ટાર્ગેટ 47.4 ઓવરમાં છ વિકેટના નુકસાને હાંસલ કર્યો હતો. ભારતની આ ઐતિહાસિક જીતમાં સૌથી મોટો અને મહત્વનો ફાળો રાજ બાવાનો હતો. પ્રથમ, ભારતે રાજ બાવાની પાંચ વિકેટના કારણે ઈંગ્લેન્ડને 189 રનમાં રોકી દીધું, પછી રાજ બાવાએ 35 રનનું યોગદાન આપ્યું. રાજને તેના શાનદાર પ્રદર્શન માટે ‘પ્લેયર ઓફ ધ મેચ’નો એવોર્ડ આપવામાં આવ્યો હતો. અંડર-19 વર્લ્ડ કપનો પુરસ્કાર જીતીને આજે ભારતની યુવા ક્રિકેટ ટીમ અમીર બની ગઈ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ટીમના દરેક ખેલાડીને સમૃદ્ધ બનાવ્યા છે. બીસીસીઆઈએ દરેક ખેલાડીને 40 લાખ રૂપિયાની ઈનામી રકમની જાહેરાત કરી છે. જ્યારે દરેક સપોર્ટ સ્ટાફને 25 લાખ રૂપિયાની રકમ આપવામાં આવશે.

યશ પણ હવે એવા કપ્તાનોમાંનો એક બની ગયો છે જેણે ભારતને અંડર-19 વર્લ્ડ કપમાં લીડ કરાવ્યું હતું. યશ પહેલા વર્ષ 2018માં પૃથ્વી શૉ, વર્ષ 2012માં ઉન્મુક્ત ચંદ, વર્ષ 2008માં વિરાટ કોહલી અને વર્ષ 2000માં મોહમ્મદ કૈફે પોતાનું નામે બનાવ્યું હતું. તમને જણાવી દઈએ કે કુલ 5 વખત અંડર-19 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમ રેકોર્ડ 8 વખત અંડર-19 વર્લ્ડ કપની ફાઈનલ રમી ચૂકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *