તમે વેનિટી વેન શબ્દ ઘણી વખત સાંભળ્યો હશે પણ ફક્ત મોટા મોટા સ્ટાર્સના મોઢેથી જ. આ વેન મોટાભાગે આપણા મોટા બોલીવુડ સ્ટાર્સ સાથે જ હોય છે. આ વેનિટી વાનમાં દુનિયાભરની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. વિશ્વની સૌથી મોંઘી અને વૈભવી ‘વેનિટી વેન’ નું નામ ‘eleMMent Palazzo’ છે. તેની કિંમતની વાત કરીએ તો તે લગભગ 18 કરોડ રૂપિયા છે.

તેને ઓસ્ટ્રિયન કંપની ‘માર્ચી મોબાઇલ’ દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ લગભગ 40 ફૂટ લાંબી ‘વેનિટી વેન’ છે. જો આપણે બોલિવૂડ સ્ટાર્સની વાત કરીએ, તો તેઓ પોતાની સાથે ખૂબ મોંઘી ‘વેનિટી વેન’ રાખે છે. ભારતમાં શાહરુખ ખાન, રિતિક રોશન, સલમાન ખાન, સંજય દત્ત, રિતેશ દેશમુખ અને કપિલ શર્મા સહિત ઘણા બોલિવૂડ સ્ટાર્સ છે જેમની વેનિટી વેનની કિંમત સાંભળીને હોશ ઉડી જશે.
અલ્લુ અર્જુન

સાઉથનો સુપરસ્ટાર અલ્લુ અર્જુન સ્ટાઇલ, એક્શન અને એક્ટિંગમાં બોલિવૂડ સુપરસ્ટાર્સ કરતા ઘણો આગળ છે. તેમની વેનિટી વાન પણ કોઈથી ઓછી નથી. તેની પાસે ભારતમાં સૌથી મોંઘી વેનિટી વાન છે. તેની વેનિટી વેનની કિંમત 7 કરોડ રૂપિયાની નજીક છે. તેને રેડ્ડી કસ્ટમ્સ કારવા દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. આ ભારતની સૌથી મોંઘી વેનિટી વાન છે.

સંજય દત્ત

સંજય દત્ત પણ મોંધી વેનિટી વેન ધરાવતા લોકોમાં સામેલ છે, તેની પાસે તમામ સુવિધાઓથી સજ્જ કીમતી વેનિટી વાન છે. સંજય દત્ત પાસે ‘વેન એએક્સએલ’ નામની વેનિટી વાન છે. સંજય દત્તની વેનિટી વાન રોઝ બોસે બનાવી છે. તે લગભગ 3.15 કરોડ રૂપિયા છે. તે ‘ધ એરફોર્સ 1’ થી પ્રેરિત છે.

શાહરુખ ખાન

બોલિવૂડનો કિંગ ખાન પણ આ મામલે કોઈથી પાછળ નથી. કિંગ ખાન શાહરૂખ પાસે ‘વોલ્વો BR9’ નામની વેનિટી વાન છે. તેની કિંમત આશરે 5 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. 14 મીટર લાંબી આ વાન દિલીપ છાબરિયાએ ડિઝાઇન કરી છે. તેમાં તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવી છે.

હૃતિક રોશન

હૃતિક રોશનની ‘મર્સિડીઝ વી-ક્લાસ’ વેનિટી વેનની કિંમત લગભગ 3 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ 12 મીટર લાંબી ‘વેનિટી વાન’ 3 ભાગમાં વહેંચાયેલી છે. પહેલા ભાગમાં ઓફિસ, મધ્યમાં હૃતિકનો બેડરૂમ, છેલ્લા ભાગમાં ટોયલેટ અને વોશરૂમ છે.

સલમાન ખાન

સલમાન ખાનની વેનિટી વેનની કિંમત લગભગ 4 કરોડ રૂપિયા છે. સલમાન ખાનની આ વૈભવી વેનિટી વાનમાં બે રૂમ, હોલ, ટોયલેટ અને વોશરૂમ આપવામાં આવ્યા છે. સલમાનની આ વેનિટી વાન દિલીપ છાબરિયાએ ડિઝાઇન કરી છે.
રિતેશ દેશમુખ

બોલિવૂડ અભિનેતા રિતેશ દેશમુખ પાસે પણ એક મોંઘી ‘વેનિટી વાન’ છે જેની કિંમત 2.5 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. તેમાં બેડરૂમ, ટોયલેટ, વોશરૂમ ઉપરાંત બાળકો માટે બેબી રૂમ પણ છે.
અક્ષય કુમાર

અક્ષય કુમારને ખેલાડીઓનો ખેલાડી કહેવામાં આવે છે. તે આ બાબતમાં પણ ઘણો આગળ છે. અક્ષય કુમારની વેનિટીની કિંમત લગભગ 2.9 કરોડ રૂપિયા છે. અક્ષયની આ વેનિટી વાન લગભગ 14 મીટર લાંબી છે.
રણબીર કપૂર

રણબીર કપૂરને મોંઘા વાહનોનો બહુ શોખ નથી, પણ તેમની ‘વેનિટી વાન’ ઘણી મોંઘી છે. રણબીરની આ વેનની કિંમત 2.6 કરોડની નજીક છે. બેડરૂમ, ટોયલેટ અને વોશરૂમ ઉપરાંત તેમાં ગેમિંગ ઝોન પણ બનાવવામાં આવ્યો છે.
અજય દેવગણ

અજય દેવગન પણ મોંઘા વાહનોનો ખૂબ શોખીન છે. અજય દેવગન પાસે લગભગ 3 કરોડ રૂપિયાની વેનિટી વાન છે. શૂટિંગ વખતે તે હંમેશા પોતાની વેનિટી વાન પોતાની સાથે રાખે છે.

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ પાસે પણ પોતાની વેનિટી વાન છે. તેની કિંમત લગભગ 2 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ પણ ત્રણ ભાગમાં બનેલી છે. તેમાં એક પ્રાઇવેટ ઝોન, સીટીંગ એરિયા અને સ્ટાફ એરિયા પણ છે.
