ભારતીયોને અમેરિકાના વિઝા આસાનીથી મળશે, ઈન્ટરવ્યુ આપવાની જરૂર નથી!

News

યુએસ વિઝા મેળવવા હવે વધુ સરળ બનશે. તમારે વિઝા માટે ઇન્ટરવ્યુમાંથી પસાર થવું નહી પડે. યુએસ વિઝા પ્રક્રિયાની સૌથી મુશ્કેલ કામગીરી રદ કરી શકે છે. અભ્યાસ માટે અમેરિકા જતા વિદ્યાર્થીઓ, કામ માટે જતા કુશળ કામદારો, અમેરિકા જતા પ્રવાસીઓ કે ધંધા માટે જતા વેપારી લોકો માટે વિઝા મેળવવા આસાન થશે. ભારતમાં યુએસ એમ્બેસીના એક વરિષ્ઠ અધિકારીએ યુએસ વિઝા ઇન્ટરવ્યુ સમાપ્ત કરવા અંગે માહિતી આપી છે.

અમેરિકી વિઝા ઇન્ટરવ્યુમાં છૂટની સાથે એમ્બેસીએ ડ્રૉપબૉક્સની સુવિધા વિશે પણ વાત કરી હતી. વાસ્તવમાં, આ છૂટ તેવા લોકોને આપવા માટે તૈયાર છે જેઓ તેમના યુએસ વિઝા રિન્યૂ કરવા માગે છે. એટલે કે જેમને અમેરિકાના વિઝા પહેલા મળી ગયા છે, પરંતુ તેની સમય મર્યાદા સમાપ્ત થઈ ગઈ છે અથવા થવા આવી છે. આવા લોકોને ફરીથી વિઝા મેળવવા માટે ઇન્ટરવ્યુમાંથી મુક્તિ આપવા અંગે વિચારણા કરવામાં આવી રહી છે. આવા લોકો ડ્રોપબોક્સ સુવિધાનો ઉપયોગ કરી શકે છે.

અમેરિકા વિઝામાં છુટ કેમ આપી રહ્યું છે?
ભારતમાં યુએસ એમ્બેસીના અધિકારીએ મીડિયાને જણાવ્યું કે ઇન્ટરવ્યુમાં છૂટછાટ આપીને સમયનું સંચાલન કરી શકાય છે. યુએસ વિઝાની રાહ જોવાનો સમય ઘટશે. જો કે, આ માટે કેટલીક શરતો પૂરી કરવી જરૂરી છે.

જેમની પાસે B1 અને B2 એટલે કે ટૂરિસ્ટ અને બિઝનેસ વિઝા છે, જે છેલ્લા 4 વર્ષમાં એક્સપાયર થઈ ગયા છે, તેઓ પણ ડ્રૉપબૉક્સ સુવિધાનો ઉપયોગ કરી શકશે અને ઇન્ટરવ્યૂમાંથી છૂટકારો મેળવી શકશે.

જો કે આ નિયમ સ્ટુડન્ટ વિઝા પર પણ લાગુ થશે. જે વિદ્યાર્થીઓ અગાઉ વિઝા લઈને યુએસ ગયા છે તેમને પણ રિન્યુઅલ માટે ઈન્ટરવ્યુમાંથી મુક્તિ આપવામાં આવશે. જો કે આ પ્રક્રિયા અગાઉ પૂર્ણ ન થઈ હોય તો તેમને બાયોમેટ્રિક માટે બોલાવી શકાય છે.

ભારતીયો માટે યુએસએ વિઝા
ડ્રૉપબૉક્સ સુવિધા અને વિઝા ઇન્ટરવ્યુ પ્રથા બંધ કરવા ઉપરાંત, યુએસ એમ્બેસી વધુ કોન્સ્યુલર સ્ટાફ ઉમેરી રહી છે. ડ્રૉપબૉક્સના કેસ અન્ય સ્થળોએ પણ મોકલી રહ્યાં છે. જેથી કરીને ભારતીયો માટે યુએસ વિઝાનો વેઈટિંગ ટાઈમ ઘટાડી શકાય. દૂતાવાસના અધિકારીના જણાવ્યા અનુસાર, યુએસ વિઝા વેઇટિંગ ટાઈમ 450 દિવસ એટલે કે 15 મહિનાથી ઘટીને લગભગ 9 મહિના થઈ ગયો છે.

હાલમાં અમેરિકાના સૌથી વધુ વિઝા મેળવનારાઓમાં મેક્સિકો અને ચીન પછી ભારત ત્રીજા નંબરે આવે છે. પરંતુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આગામી કેટલાક મહિનામાં ભારત યુએસ વિઝાના મામલે ચીનને પાછળ છોડી દેશે. યુએસ એમ્બેસીએ એમ પણ કહ્યું છે કે વોશિંગ્ટન માટે ભારત પ્રથમ પ્રાથમિકતા છે.

Leave a Reply

Your email address will not be published.