દિવસમાં બેથી વધુ વખત નાહ ન લેવો, વધારે પડતો નાહ લેવાથી થશે ગંભીર સમસ્યાઓ…

News

કોરોનાથી બચવા માટે જ નહિ પરંતુ કોરોનાના દર્દીઓ માટે પણ નાહ લેવી ફાયદાકારક ગણાવવામાં આવી રહી છે. પરંતુ નાહ લેતી સમયે આ વાતોનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. છેલ્લા 1 વર્ષથી વધુ સમયથી કોરોના વાયરસ સામે દેશ લડતો આવ્યો છે અને ઘણા અભ્યાસમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે નાહ એટલે ભાપથી શ્વાસ દ્વારા નાક અને મોઢાથી શરીરની અંદર કોરોનાના વાયરસનો નાશ થાય છે.

પરંતુ આ પુરી રીતે ખોટું છે કે નાહ લેવાથી કોરોના વાયરસ ખતમ થઇ જાય છે. આ માત્ર કોરોનાથી લડવામાં તમારી મદદ કરે છે. તમારા માટે એ જાણવું જરૂરી છે કે વિશ્વ સ્વાસ્થય સંગઠન(WHO) અને અમેરિકાના સેન્ટર ફોર ડીઝીસ કંટ્રોલ એન્ડ પ્રિવેંશન(CDC)માથી કોઈએ પણ કોરોનાના ઈલાજ માટે આની સલાહ આપી નથી. સાથે જ એ વાતનું કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી કે આ કોરોના વાયરસથી બચાવી શકે છે.

સ્ટીમ લેતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો

તમારે જાતે પણ સ્ટીમ લેતી વખતે અથવા બાળકોને સ્ટીમ આપતી વખતે ખૂબ કાળજી લેવી જોઈએ, નહીં તો ગરમ સ્ટીમથી દાજી જવાનો ખતરો રહે છે.

ધ્યાન રાખો કે ગરમ પાણી વાસણમાંથી બહાર આવતું નથી અને તમે અને તમારા બાળક બંને આ ગરમ પાણીથી સુરક્ષિત અંતરે હોવું જોઈએ.

પોતાના નાક અને ચહેરાને સ્ટીમરના નોઝલ અથવા મોની નજીક ન લઇ જાઓ, નાહ લેતી વખતે તમારી આંખો બંધ કરો

જો તમે સ્ટીમરની જગ્યાએ ગરમ પાણીના વાસણનો ઉપયોગ કરી રહ્યા છો, તો તેના વિશે પણ વધારે કાળજી લો.

દિવસમાં બેથી વધુ વખત નાહ ન લો કારણ કે નાહ લેવાથી ચહેરો અને ગળુ ડ્રાય થઇ શકે છે ફંગલ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શનનું જોખમ હોઈ શકે છે.

આ માહિતીની ચોકસાઈ, સમયબદ્ધતા અને પ્રમાણિકતાની ખાતરી કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે, જોકે તેની નૈતિક જવાબદારી ગુજરાત પેજની નથી. અમારી તમને નમ્રતાપૂર્વક વિનંતી છે કે કોઈ પણ ઉપાય અજમાવતા પહેલા તમારા ડોક્ટરનો સંપર્ક કરવો. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *