ઇન્ટરનેટ પર પ્રખ્યાત થવા માટે છોકરીએ લગાવ્યો તેના વાળ પર ગુંદર, પછી જે થયું તે ખુબ જ ભયાનક હતું….

News

આજના સોશિયલ મીડિયા યુગમાં, દરેક વ્યક્તિ કંઈક અલગ અને હટકે દેખાવા માંગે છે. આનું ઉદાહરણ છે કે તમે લોકોને ટિક-ટોક પર વિડિઓઝ બનાવતા જોઈ શકો છો. આ ટિક-ટોક પર ભારતમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પરંતુ હજી પણ અન્ય દેશોમાં તે ચાલુ છે. તમે પણ ઘણાં ટિક-ટોક વીડિયો જોયા હશે. અહીં લોકો પોતાને વાયરલ કરવા માટે વિચિત્ર મેક-અપ અને હેરસ્ટાઇલ બનાવે છે.

આવું જ કંઇક કામ અમેરિકાના વોશિંગ્ટનમાં રહેતી ટેસિકા બ્રાઉન દ્વારા કરવામાં આવ્યું હતું. તે સોશિયલ મીડિયા પર અલગ અને સ્ટાઇલિશ દેખાવા માંગતી હતી. આ મામલે તેણે ગોરીલા ગ્લુ હેર સ્પ્રેને તેના વાળ પર લગાવ્યો હતો. શરૂઆતમાં, આ ગુંદરથી તેના વાળ ખૂબ સારા થઈ ગયા. ટેસિકાને તેની નવી હેરસ્ટાઇલ પણ ગમી હતી.

પરંતુ થોડા સમય પછી જ્યારે તેણે વાળમાંથી આ ગુંદર કાઢવાનો પ્રયાસ કર્યો ત્યારે તેને પરસેવો છૂટી ગયો. આ ગુંદર સરળતાથી દૂર થઇ શકે તેમ ન હતો. આ બધું જોઈને ટેસિકા રડવા લાગી. તેણી વાળમાંથી ગુંદર કાઢવા ડોક્ટર પાસે ગઈ. અહીં ડોકટરોને ટેસિકાના વાળ કાપવા પડ્યા હતા. જો કે, તેના માથામાંથી ગુંદર દૂર કરવામાં એક મહિનાનો સમય લાગ્યો હતો. હવે તમે અનુમાન લગાવી શકો છો કે ટેસિકાએ પોતાની જાતને કેટલી મુશ્કેલીમાં મૂકી હતી.

ટેસિકાએ પોતે સોશિયલ મીડિયા પર તેની સાથે થયેલી આ દુ:ખદાયક ઘટના વિશે જણાવ્યું હતું. તેની વાત સાંભળીને, જ્યારે કેટલાક લોકોએ તેને ટીપ્સ આપવાનું શરૂ કર્યું, તો કેટલાકએ તેની ઠેકડી ઉડાડી. લોકોએ કહ્યું કે હજી કરો આવી બિનજરૂરી વસ્તુઓ. અને ઘણા લોકોએ તેની પાસે થી શીખ લીધી કે એ પોતાની સાથે ક્યારેય એવો પ્રયોગ નહીં કરે.

ટેસિકાની આ વાર્તા તે બધા લોકો માટે એક શીખ પણ છે જેઓ સોશ્યલ મીડિયા પર વાયરલ થવા માટે તેમના શરીરને ખરાબ બનાવે છે. તમે જેવા છો એવા જ સારા છો. જો તમે પ્રખ્યાત થવા માંગતા હો, તો પછી તમારી આંતરિક પ્રતિભાને ઓળખો. જો તમારામાં પ્રતિભા હશે, તો પછી લોકો આપમેળે તમને પસંદ કરવાનું શરૂ કરશે.

જો તમને આ આર્ટીકલ ગમ્યો હોય તો શેર જરૂર કરજો અને કોમેન્ટમાં જણાવજો, સાથે વધારે સારા આર્ટીકલ, સુવિચાર, જોક્સ, અને દેશ-દુનિયાના દરેક સમાચાર ફેસબુકમાં વાંચવા માટે લાઈક કરો આપણું આ પેજ અને મેળવો દરેક અપડેટ તમારા મોબાઈલમાં સહુથી પહેલા…

Leave a Reply

Your email address will not be published.