ઈન્ડિયન પ્રિમિયર લીગના 14મી સીઝનની શરૂઆત થઈ ગઈ છે. IPLમાં દર વર્ષેની જેમ ચોકા અને છક્કાનો વરસાદ થતો હોય છે તેવી જ રીતે દર વર્ષે ખેલાડીઓને ખરીદવા પર પણ રૂપિયાનો વરસાદ થતો હોય છે. IPLએ દુનિયાભરના કેટલાક ક્રિકેટરોને કરોડપતિ બનાવી દિધા છે. તો ચાલો હવે તમને જણાવી દઈએ કે 2021માં IPLની તમામ ટીમના કેપ્ટનનો પગાર કેટલો હોય છે.
આ વર્ષેની સીઝનમાં સૌથી મોંઘો કેપ્ટન છે વિરાટ કોહલી, IPLના ઈતિહાસમાં સૌથી વધુ રન ફટકારનાર વિરાટ કોહલી આ વર્ષે પણ સૌથી મોંઘો કેપ્ટન છે. RCBએ IPL 2008ની હરાજીમાં કોહલીને 20 લાખ રૂપિયામાં ટીમ માટે ખરીદયો હતો અને તેની સામે IPL 2021માં RCBએ કોહલીને 17 કરોડ રૂપિયા ચુકવશે.
સૌથી ઓછી સેલરી છે ઈયોન મોર્ગનની, IPL 2021માં સૌથી ઓછી સેલરી કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન ઈયોન મોર્ગનની છે. 2021માં કોલકાતા નાઈટ રાઈડર્સે ઈયોન મોર્ગનને 5.25 કરોડ રૂપિયા ચુકવશે.
સંજૂ સૈમસને IPLમાં ડેબ્યુ રાજસ્થાન રોયલ્સ સાથે કર્યું હતું. જો કે 2016ની હરાજીમાં તે દિલ્લીની ટીમમાં ગયો હતો. પરંતુ IPL 2018ના મેગા ઓક્શનમાં તે ફરી એક વખત રાજસ્થાનની ટીમમાં આવ્યો હતો. રાજસ્થાને સૈમસનને IPL 2021 માટે કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ વર્ષે સંજૂ સૈમસનને 8 કરોડ રૂપિયા ચુકવાશે.
પંજાબ કિંગ્સે કે.એલ રાહુલને 2020માં ટીમનો કેપ્ટન બનાવ્યો હતો. રાહુલ 2018માં આ ફ્રેન્ચાઈસી સાથે જોડાયો હતો. રાહુલ IPL ની છેલ્લી ત્રણ સીઝનમાં ટીમમાં સૌથી વધુ રન ફટકારનાર બેટ્સમેન છે. IPL 2021માં રાહુલને 11 કરોડ રૂપિયા મળશે. બીજી તરફ ડેવીડ વોર્નર સનરાઈઝર્સ હૈદરાબાદના મુખ્ય બેટ્સમેન અને ત્રણ વખત આ લીગમાં સૌથી વધુ રન ફટકારીને ઓરેન્જ કેપ પોતાના નામે કરી ચુક્યા છે. IPL 2021માં તેમને 12.5 કરોડ રૂપિયા મળશે.
દિલ્લી કેપિટલ્સના શ્રેયસ અય્યર IPL 2021માં બહાર થયા પછી વિકેટકિપર બેટ્સમેન ઋષભ પંતને કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. IPL 2021માં ઋષભ પંતને 8 કરોડ રૂપિયા મળશે.
રોહિત શર્માએ મુંબઈ ઈન્ડયન્સને 5 વખત IPLનો ખિતાબ અપાવ્યો છે. 2013થી રોહિત આ ફ્રેન્ચાઈસીનો અહમ હિસ્સો છે. 2021માં રોહિત શર્માને મળશે 15 કરોડ રૂપિયા. જ્યારે એમ એસ ધોનીને પણ ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી 15 કરોડ રૂપિયા મળશે.
આ માહિતીની ચોકસાઈ, સમયબદ્ધતા અને પ્રમાણિકતાની ખાતરી કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે, જોકે તેની નૈતિક જવાબદારી ગુજરાત પેજની નથી. અમારી તમને નમ્રતાપૂર્વક વિનંતી છે કે અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે.
જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.