પગથી લઈને માથા સુધીના દરેક રોગેને દૂર કરે છે આ વૃક્ષ પર ઉગતી વેલ, જાણો તેના લાભ વિશે…

Health

આપણી આસપાસ એવા ઘણા છોડ, વૃક્ષ અને વેલ હોય છે જે આપણા શરીર માટે ઔષધિનું કામ કરે છે. આવી જ એક ઔષધિ છે અમરવેલ. અમરવેલ મોટા વૃક્ષની ડાળીઓ પર ફેલાય અને ઊગે છે. તે એકદમ કોમળ હોય છે. આ વેલ ભારતના દરેક ક્ષેત્રમાં થાય છે. તેને તમે પણ જોઈ હશે પરંતુ તેના લાભથી તમે વાકેફ નહીં હોય. આજે તમને જણાવીએ અમરવેલથી થતાં લાભ વિશે.

અમરવેલને અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ નામથી બોલાવવામાં આવે છે. તેના અલગ અલગ નામમાં આકાશબલ્લી, સ્વર્ણલત્તા, નીર્મુલી, આલોકલતા, રસબેલ, ડોડર, અંધાબેલનો સમાવેશ થાય છે. આ અમરવેલ વિવિધ રોગમાં ખૂબ લાભકારી સાબિત થાય છે. આજે તમને આવા જ કેટલાક લાભ વિશે જણાવીએ.

અમરવેલના પ્રયોગથી ખરતા વાળ, ટાલ, સાંધાના દુખાવા, ઈજા, દ્રષ્ટિ દોષ દુર કરવો, બાળકોની હાઈટ વધારવી જેવી સમસ્યા દુર થાય છે. તેનો ઉપયોગ અનેક રોગમાં કરવામાં આવે છે. અમરવેલ અત્યંત ગુણકારી હોય છે કારણ કે તે અલગ અલગ વૃક્ષના રસને ચુંસીને વધે છે. જે જમીનમાં નથી વધતી તે તો વૃક્ષની ટાળીઓ પર વધવા લાગે છે.

આ એક ચમત્કારી વેલ છે. વૃક્ષ ઉપર તો ઘણી વેલ થતી હોય છે તો અમરવેલને ઓળખવી કઈ રીતે ? તો જણાવી દઈએ કે અમરવેલ ઘાટી પીળી લીલા રંગની જોવા મળે છે. આયુર્વેદમાં અમરવેલના અનેક લાભ વિશે વર્ણન કરવામાં આવ્યું છે.

વાળ માટે અમરવેલ:
સતત ખરતાં વાળના કારણે ઘણા લોકોને માથામાં ટાલ પડી જાય છે. આ ટાલ પર ફરીથી વાળ ઉગાડવા હોય તો 30 ગ્રામ અમરવેલને વાટીને તેમાં 2 ચમચી તલનું તેલ ઉમેરી માથામાં લગાવો. તેનાથી ખરતાં વાળ અટકશે અને ટાલમાં પણ વાળ ઉગશે. અમરવેલને ખરતાં વાળ સહિત કોઈપણ સમસ્યા માટે રામબાણ માનવામાં આવે છે. તમે તેને રોજ પણ વાળમાં લગાવી શકો છો. વાળના ખોડાને તો એકવારમાં જ આ વેલ ખતમ કરી દેશે અને જૂ પણ તુરંત દૂર કરે છે..

સાંધાના દુખાવ:
સાંધાના દુખાવા કે ગઠીયાનો રોગ હોય ત્યારે પણ અમરવેલનો દવાની જેમ ઉપયોગ કરી શકાય છે. તેના માટે અમરવેલની પેસ્ટ બનાવી દુખાવા થતો હોય તે અંગ પર લેપની જેમ લગાવી પાટો બાંધી દો.

બવાસીરમાં ઉપયોગી:
બવાસીર થયા હોય ત્યારે 20 ગ્રામ અમરવેલના રસમાં 5 ગ્રામ જીરુંનો પાઉડર, 4 ગ્રામ તજનો પાઉડર ઉમેરી તેને 1 ગ્લાસ પાણી સાથે સતત 3 દિવસ સુધી સવારે અને સાંજે પીવાથી બવાસીર મટાડે છે.

હરસ રોગમાં આપશે આરામ:
હરસ એક પ્રકારનો નાડીમાં થતો રોગ છે જે ગુદા અને મળાશયમાં થાય છે. ખરાબ જીવનશૈલીના કારણે આ રોગ વધારે થાય છે. ફાસ્ટફૂડ, તીખું તળેલું ભોજન, કોલ્ડ ડ્રીંક વધારે લેવાથી હરસ થાય છે. તેની સારવાર બરાબર કરવામાં ન આવે તો ભગંદર થઈ જાય છે. જેને ફીસ્ટુલા કહે છે. તેની પણ સારવાર ન થાય તો કેન્સર થઈ જાય છે. તેથી હરસ હોય તો સમયસર તેની સારવાર કરવી જોઈએ. આ સમસ્યામાં પણ ઉપરોકત ઈલાજ અસરકારક સાબિત થાય છે.

Leave a Reply

Your email address will not be published.