It is very easy to link election card with Aadhaar card, this is how to link easily.

ખુબ સહેલું છે ચૂંટણી કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરવું, આવી રીતે કરો સહેલાઇ થી લિંક.

Technology

વિધાનસભા ચૂંટણી 2022 પહેલા કેન્દ્રીય કેબિનેટે એક બિલ પાસ કર્યું છે. આ અંતર્ગત મતદારે ચૂંટણી કાર્ડને તેના આધાર કાર્ડ સાથે લિંક કરવાનું રહેશે. આ બિલનો હેતુ દેશમાં ચૂંટણી સુધાર લાવવાનો છે. અગાઉ ગામ કે શહેરમાં રહેતી કોઈપણ વ્યક્તિ બંને જગ્યાએથી પોતાનું ચૂંટણી કાર્ડ મેળવી શકતા હતા. આવી સ્થિતિમાં તેઓ ચૂંટણીમાં બે વખત મતદાન કરી સકતા હતા. હવે ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક થયા પછી આવું કરી શકશે નહીં. તેનાથી ચૂંટણીમાં પારદર્શિતા સુનિશ્ચિત થશે. આજે અમે તમને તે પ્રક્રિયા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે તમારા ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી શકો છો. આ પ્રક્રિયા એકદમ સરળ છે. આમાં તમને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો નહિ કરવો પડે. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ –

It is very easy to link election card with Aadhaar card, this is how to link easily.

  • આધાર કાર્ડને ચૂંટણી કાર્ડ સાથે લિંક કરવા માટે સૌથી પહેલા તમારે નેશનલ વોટર પોર્ટલ https://voterportal.eci.gov.in/ની વેબસાઈટ પર જવું પડશે.
  • તે પછી તમારે મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને ચૂંટણી કાર્ડ પર લખેલો નંબર અને પાસવર્ડનો ઉપયોગ કરીને લોગીન કરવું પડશે.

It is very easy to link election card with Aadhaar card, this is how to link easily.

  • હવે તમારી સ્ક્રીન પર એક નવું પેજ ખુલશે. અહીં, તમારું રાજ્ય, જિલ્લો, વ્યક્તિગત માહિતી જેમ કે નામ, જન્મ તારીખ, પિતાનું નામ વગેરે દાખલ કરો.
  • આ પ્રક્રિયા કર્યા પછી, આગલા પેજ પર જવા સર્ચ બટન પર ક્લિક કરો. જો તમે દાખલ કરેલી માહિતી સાચી હશે, તો વિગતો સ્ક્રીન પર દેખાશે.

It is very easy to link election card with Aadhaar card, this is how to link easily.

  • હવે તમારે ફીડ આધાર નંબરનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. તમને સ્ક્રીનની ડાબી બાજુએ આ વિકલ્પ મળશે.
  • આગળના પગલા પર, તમારે આધાર નંબર, મતદાર આઈડી નંબર વગેરે જેવી વિગતો કાળજીપૂર્વક ભરવાની રહેશે.

It is very easy to link election card with Aadhaar card, this is how to link easily.

  • આ દાખલ કરેલી માહિતીને એકવાર કાળજીપૂર્વક તપાસ્યા પછી તેને સબમિટ કરો.
  • તે પછી તમારી અરજી સફળતાપૂર્વક સ્વીકારી લેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *