જમવામાં ફક્ત રોટલી ખાવાથી થઇ શકો છો, ગંભીર રોગોના શિકાર….

Health

સામાન્ય રીતે જમવામાં રોટલીનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે રોટલી વગર જમવાનું અધૂરું લાગે છે, રોટલીથી બધાનું પેટ ભરાઈ જાય છે, પરંતુ રોટલીથી ક્યારેય કોઈનુ મન ભરાતુ નથી. દરરોજ રોટલી ખાવા છતાં કોઈપણ વ્યક્તિને રોટલી ખાવામાં કંટાળો આવતો નથી. બજારમાં મળતા ખાદ્ય પદાર્થો ગમે તેટલા સ્વાદિષ્ટ હોય પણ તેને તમે રોજ ખાઈ શકતા નથી. ઘણા લોકોનુ રોટલી ખાધા વિના પેટ ભરાતુ નથી. પરંતુ કેટલાક લોકો જાણતા અજાણતા રોટલી ખાવામાં એવી ભૂલો કરે છે, જેની અસર તેમના સ્વાસ્થ્ય પર પડે છે.

વધુ રોટલી ખાવી એ આરોગ્ય માટે છે હાનિકારક

આજના સમયમાં લોકો ખુદને સ્વસ્થ રાખવા માટે એક્સરસાઈઝ, રનિંગ અને યોગા પણ કરે છે. ઘણા લોકો તો પોતાનુ વજન ઓછુ કરવા માટે ડાયેટિંગ ની પણ મદદ લે છે. તેથી તેઓ ચોખા ખાવાનું બંધ કરી દે છે અને તેના સ્થાન પર રોટલી ખાવાનું શરૂ કરી દે છે. મોટાભાગના લોકોનુ માનવુ છે કે રોટલીથી શરીરને કોઈ નુકશાન થતુ નથી.

રોટલી ખાવાથી આરોગ્ય પર થતી અસર

ત્રણ ટાઈમ રોટલી ખાવાથી વજન વધે છે જો તમે દિવસમાં ત્રણ વખત એટલે કે સવાર, બપોર અને સાંજે રોટલી ખાવ છો તો તમે 400 ગ્રામ કાર્બોહાઇડ્રેટ તમારા શરીરમાં લો છો. સામાન્ય રીતે, વ્યક્તિને એક દિવસમાં માત્ર 250 ગ્રામ કાર્બોહાઇડ્રેટની જરૂર હોય છે. વધુ કાર્બોહાઇડ્રેટનું સેવન કરવાને કારણે તમારુ વજન ઓછું થવાને બદલે વજન વધવાનું શરૂ થાય છે.

વધુ રોટલી બનાવે છે શરીરમાં ઝેર

રોટલીનું સેવન આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. રોટલીમાં કેલ્શિયમ અને પ્રોટીન સારી માત્રા જોવા મળે છે, જે પાચનની પ્રક્રિયાને મજબૂત બનાવે છે. સાથે જ રોટલી ખાવાથી શરીરમાં લોહી પણ સાફ થાય છે, પરંતુ વધારે પ્રમાણમાં રોટલી ખાવાથી શરીરમાં ઝેર બને છે.

વધુ રોટલી કરે છે પાચનતંત્ર પર ખરાબ અસર

વધુ રોટલી ખાવાથી શરીરમાં ઓક્સલેટ બને છે. જેને કારણે, તમને ઘણા પ્રકારના ગંભીર રોગો થઇ શકે છે. વળી, વધારે પ્રમાણમાં રોટલી તમારા પાચનતંત્ર પર પણ ખરાબ અસર કરે છે, જેના કારણે ગેસ, કબજિયાત અને બળતરાની સમસ્યા થાય છે.

વધુ રોટલી ખાધા પછી કસરત કરવી જોઈએ

દરરોજ કસરત કરનારાઓ લોકોને વધુ રોટલી ખાવાથી કોઈ નુકશાન થતુ નથી. રોટલીમાં જોવા મળતા કાર્બોહાઈડ્રેટ તમને એનર્જી આપવાનુ કામ કરે છે. જેને કારણે, તમે લાંબા સમય સુધી વર્કઆઉટ્સ કરી શકો છો

તમારી ડાયેટમાં રોટલી સાથે ભાતનો પણ સમાવેશ કરો. ડાયેટ માટે દહી અને સલાડ પણ ખાવું જોઈએ.

જો તમને આ આર્ટીકલ ગમ્યો હોય તો શેર જરૂર કરજો અને કોમેન્ટમાં જણાવજો, સાથે વધારે સારા આર્ટીકલ, સુવિચાર, જોક્સ, અને દેશ-દુનિયાના દરેક સમાચાર ફેસબુકમાં વાંચવા માટે લાઈક કરો આપણું આ પેજ અને મેળવો દરેક અપડેટ તમારા મોબાઈલમાં સહુથી પહેલા…

Leave a Reply

Your email address will not be published.