શા માટે ભગવાન શિવના ગળામાં સાપ, હાથમાં ત્રિશૂળ, માથા પર ગંગા, સિંહના ચામડાનો પહેરવેશ, જાણો તેનું રહસ્ય…

Dharma

ભગવાન શિવને મૃત્યુ લોક ના દેવતા માનવામાં આવે છે. આ એકમાત્ર ભગવાન છે જેણે સ્વર્ગથી ખૂબ દૂર હિમાલયના ઠંડા પર્વતો પર પોતાનું ઘર બનાવ્યું છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભગવાન શિવ તેમના ગળામાં સાપ, હાથમાં ત્રિશૂળ, માથા પર ગંગા, સિંહની ચામડી નો પહેરવેશ,આ બધા પાછળ કંઇક વાર્તા છે? ચાલો આપણે જાણીએ કે આ કથાઓ શું કહેવા માંગે છે. આ બધા ભગવાન શિવના આભૂષણ છે.

૧) ગળામા સાપ :- ભગવાન શિવ તેના ગળામાં સાપ ધારણ કરે છે. આ સાપ તેના ગળામાં ત્રણ વખત લપેટાય છે, જે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યનો સૂચક છે. આ સંકેત છે કે સાપ ભગવાન શંકરની હેઠળ છે, ભગવાન શંકર તમોગુણ, દોષો, વિકારોનુ નિયંત્રણ કરે છે. આ ત્રણેય ગુણ જીવન માટે જીવલેણ છે. તેથી તેમને મહાકાલ પણ કહેવામાં આવે છે. સાપને કુંડલિની શક્તિ પણ કહેવામાં આવે છે, જે નિષ્ક્રીય ઉર્જા છે અને તે દરેકની અંદર રહે છે.

૨) ત્રીજી આખ :- ભગવાન શિવના પ્રતીકોમાંની એક તેમની ત્રીજી આંખ છે, જે તેના કપાળની મધ્યમાં છે. એવું માનવામાં આવે છે કે જ્યારે તે ખૂબ ગુસ્સે થાય છે ત્યારે તેની ત્રીજી આંખ ખુલે છે અને પછી પ્રલય થાય છે . તેથી જ ત્રીજી આંખ ને જ્ઞાન અને ભૂત નુ પ્રતીક હોવાનું કહેવામાં આવે છે. હકીકતમાં શિવની ત્રીજી આંખ સંસાર ની વસ્તુઓથી આગળ વિશ્વને જોવાની સમજ આપે છે. તે દ્રષ્ટિની ભાવના આપે છે જે પાંચ ઇન્દ્રિયોથી બહારની છે. તેથી શિવને ત્ર્યંબક પણ કહેવામાં આવે છે.

૩) ત્રિશુલ :- ભગવાન શિવ તેમના હાથમાં ત્રિશૂળ રાખે છે. શિવ ભગવાનનુ ત્રિશૂળ માનવ શરીરમાં ડાબી, જમણી અને મધ્યમાં ત્રણ મૂળભૂત નાડી નુ સૂચક છે. આ સિવાય ત્રિશૂલ ઇચ્છા, લડત અને જ્ઞાન નુ પણ પ્રતિક છે.

૪) જટા :- શિવ ભગવાન ની જટા પવનના પ્રવાહનું પ્રતિનિધિત્વ કરે છે. શિવ ભગવાન બધા જીવના શ્વાસમા સૂક્ષ્મ સ્વરૂપે વસેલા છે. આ માટે શિવ ભગવાન પશુપતિનાથ તરીકે પણ ઓળખાય છે. તે બધા જીવનો સ્વામી છે.

૫) ડમરું :- ડમરું સદાય ના માટે માગવાન શિવના હાથ મા હોય છે. ડમરું બે અલગ અલગ ભાગમા વહેચાયેલું હોય છે.જે પૃથ્વી અને સ્વર્ગ નુ પ્રતિનિધિત્વ કરે છે.

૬) ગંગા :- ગંગા નદી ને ભારતની સૌથી પ્રવિત્ર નદી ગણવામા આવે છે. ધાર્મિક ગ્રંથોના આધારે જાણવા મળે છે કે ગંગા નદી શિવ ભગવાનની જટામાંથી નીકળે છે. ભગવાન પૃથ્વી પરના જીવ ને પીવા માટે પાણી મળી રહે તે માટે પોતાની જટા મા ગંગા નદી ધારણ કરી છે એટલા માટે જ શિવ ભગવાનને ગંગાધર નામે પણ ઓળખાય છે.

૭) નીલકંઠ :- શિવ ભગવાનને નીલકંઠ ના નામે પણ ઓળખાય છે. સમુદ્ર મંથન ના સમયે સમુદ્રમાંથી જે વિષ નીકળ્યું હતું તે શિવ ભગવાન પી ગયા હતા. પાર્વતી માતા એ આ ઝેર ને ભગવાન શિવ ના ગાળામા જ અટકાવી દીધું હતું અને આ કારણે તેમના ગળાનો રંગ ભૂરો થાય ગયો હતો ત્યારથી નીલકંઠ ના નામ પણ ઓળખાવા લાગ્યા .

૮) નંદી :- નંદી એ ભગવાન શિવનુ સૌથી વિશ્વાસુ પાત્ર હતું. આ કારણે નંદીને બધા શિવ મંદિરમા બહારની બાજુ રાખવામા આવે છે જેથી શ્રદ્ધાળુ નંદીના કાનમા પોતાની ઈચ્છા જણાવે એ વાત સીધી ભગવાન શિવ પાસે પહોચી જાય. નંદી એ ભગવાન શિવનુ પ્રિય વાહન છે.

Leave a Reply

Your email address will not be published.