કેરળના કાસરગોડના વતની ૬૭ વર્ષીય કુંજબુ છેલ્લા ૫૦ વર્ષમાં ૧૦૦૦ થી વધુ સુરંગ બનાવી ચુક્યા છે. પરિણામે ગામના લોકો આજે પાણી માટે બોરવેલ ઉપર કોઈ નિર્ભર નથી. જુનુન અને ઇચ્છાશક્તિ એવા તત્વો છે જેમનાથી મનુષ્ય કોઈપણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે. તમને બિહારના દશરથ માંઝીનું નામ યાદ હશે, જેમણે ફક્ત ધણ અને છીણીથી પર્વતને કાપીને રસ્તો બનાવ્યો હતો. આજે અમે તમને આવી જ એક પ્રેરણાદાયી વાર્તા કહેવા જઈ રહ્યા છીએ.
ખરેખર આ વાર્તા આશરે ૬૭ વર્ષીય કુંજબુ ની છે. કેરળના કાસરાગોડના રહેવાસી જેણે ૧૪ વર્ષની ઉંમરે સુરંગ ખોદવાનું શરૂ કર્યું હતું. દેશમાં બહુ ઓછા લોકો છે જેઓ પાણીની સુરંગ ખોદવામાં નિષ્ણાત છે. કુંજબુ દાવો કર્યો છે કે તેણે અત્યાર સુધીમાં ૧૦૦૦ સુરંગ ખોદી છે. પરિણામે ગામના લોકો આજે પાણી માટે બોરવેલ ઉપર નિર્ભરતા નથી.
આ ટનલ ઉત્તર કેરળ અને કર્ણાટકના વિસ્તારોમાં સૌથી જૂની જળ સંચય સિસ્ટમ તરીકે લોકપ્રિય છે. મલયાલમમાં કન્નડ અને થુરાંગમમાં એક જ ગુફાનુ-માળખું હોય છે, જે ટેકરીઓ ખોદીને બનાવવામાં આવે છે. આ ગુફા ૨.૫ ફૂટ પહોળી હોય છે, તેની લંબાઈ ૩૦૦ મીટર સુધીની હોય છે જ્યા સુધી પાણીનો સ્ત્રોત ન મળે ત્યાં સુધી. આને આ વિસ્તારોમાં સૌથી વધુ કાયમી જળ સંચય પ્રણાલી માનવામાં આવે છે.
ટનલમાં વહેતા પાણીને સંગ્રહિત કરવા માટે તેની પાસે જળાશય બનાવવામા આવે છે. એકવાર પાણી ઝરણામાંથી અવિરત વહેતું જાય તે આખા વર્ષ દરમિયાન પાણીની ઉપલબ્ધતાની ખાતરી આપે છે. આને માટે પાણીના પંપ અથવા મોટરની પણ જરૂર હોતી નથી.
કુંજબુ કહે છે, “આ કાર્ય માટે ઘણી તાકાત અને નિશ્ચયની આવશ્યકતા છે. એક જ સમયે ખોદકામ કરવાના હેતુથી હું હંમેશાં એક કોદાળી અને મીણબત્તી સાથે લઇ જાઉં છું.
તે જણાવે છે કે જ્યારે તમે ૩૦૦ મીટર લાંબી ગુફા ખોદશો ત્યારે તેમાં ઓક્સિજનનું સ્તર નોંધપાત્ર રીતે ઘટશે. આવી સ્થિતિમાં, ગૂંગળામણની સ્થિતિથી બચવા માટે અમે અમારી સાથે માચીસ અને મીણબત્તી લઈએ છીએ. જો મને દીવાસળી સળગાવામા કોઈ સમસ્યા થાય તો તેનો અર્થ એ છે કે તે જગ્યાએ ઓક્સિજનનું સ્તર ખૂબ ઓછું હોય છે અને હું તરત જ અહીંથી બહાર નીકળી જાઉં છું.
ખોદકામ કરવા માટે સાચી જગ્યાએ ખોદવાથી લઈ ને પહેલા એ નિશ્ચિત કરો કે ગુફા ઢળતી ના હોય. કુંજબુને સુરંગ પ્રણાલીને વિકસિત કરવા દરમિયાન પોતાના કર્યોને પ્રકૃતિ અનુકુળ અંજામ આપે છે. ઉદાહરણ તરીકે જો હું ખોદવા માટે યોગ્ય સ્થાન શોધી રહ્યો છું તો હું તેની આસપાસના છોડને જોઉં છું. જો છોડમા ફળ ફૂલો હોય તો તેનો અર્થ એ કે જમીનમાં ભીનાશ છે અને તે આપણા માટે યોગ્ય સ્થળ છે. આ જ્ઞાન વર્ષોના અનુભવના આધારે જ મેળવી શકાય છે. તે તમને પ્રકૃતિમાં આત્મવિશ્વાસ પણ આપે છે.
કાસારગોડના જાણીતા લેખક શ્રી પાદરે કહે છે, લાંબા સમયથી સિંચાઈના કામોમાં ખેડુતો માટે આ ટનલ એક આદર્શ સાધન છે. આ આખા વર્ષ દરમિયાન પાણીની ઉપલબ્ધતાને સુનિશ્ચિત કરે છે. બોરવેલ આ સિસ્ટમનો વિકલ્પ ક્યારેય નહીં બની શકે. ખાસ કરીને કાસારગોડ જેવા વિસ્તારોમાં જ્યાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે.
આજે કાસારગોડ જિલ્લામાં આવી ૫૦૦૦ થી વધુ ટનલ છે. પરંતુ મોટાભાગની લોકપ્રિયતામાં ઘટાડો થવાને કારણે તે બિનઅસરકારક બની છે. પરંતુ કુંજબુ જેવા લોકો હજી હાર માનવા તૈયાર નથી. હકીકતમા સુરંગ સિસ્ટમ ધીમે ધીમે બિનઅસરકારક બની રહી છે, પરંતુ હું જ્યાં સુધી સંભવિત છે ત્યાં સુધી આ યાત્રા ચાલુ રાખવા માંગુ છું. મને આશા છે કે આ સિસ્ટમ ફરીથી જીવંત થઈ શકે.