એક કહેવત છે કે ખુલ્લી આંખોથી સ્વપ્નો જોવા વાળા પોતાના લક્ષ્ય સુધી પહોચી જાય છે પણ જો તે કાર્ય કરવામા લગન હોય તો. દરરોજ મહિલાઓ સાથે ઘટતી ઘટના જોવા અને સાંભળવા મળે છે. કેટલાક સમાચાર એવા હોય છે કે જેના વિશે સાંભળીને ભારતીય હોવાનો ગર્વ થાય છે. ભારતની મહિલાઓએ વિદેશી ધરતી પર ભારતનુ મૂલ્ય વધાર્યું છે.
આજે આ લેખમા જે સ્ત્રી વિશે જણાવવા જઇ રહ્યા છો તેની વાર્તા સાંભળીને તમને ભારતીય હોવાનો ગર્વ થાય છે. હા અમે વાત કરી રહ્યા છીએ ન્યૂઝીલેન્ડમાં ભારતના વતની મનદીપ કૌર સિદ્ધુની ટેક્સી ડ્રાઈવરથી લઈને પોલીસ અધિકારી સુધીની વાર્તા વિશે. મનદીપ કૌર આજે ભારત માટે જ નહીં પરંતુ કરોડો મહિલાઓ માટે એક ઉત્કટ સ્ત્રી બની છે. તો ચાલો જાણીએ તેના વિષે.
બે બાળકોની માતા મનદીપ કૌર સિદ્ધુનો જન્મ પંજાબના માલવા જિલ્લામાં થયો હતો. ૧૮ વર્ષની ઉંમરે લગ્ન કર્યા અને લગ્નના થોડા વર્ષો પછી તે પંજાબમાં રહેવા લાગી. પરંતુ કેટલાક વર્ષો પછી તે પંજાબથી ઓસ્ટ્રેલિયા રહેવા ગઈ. ઓસ્ટ્રેલિયામાં થોડો સમય કામ કર્યા પછી મનદીપ કૌર સિધ્ધુ કામની શોધમાં ન્યુઝીલેન્ડ ગઈ હતી અને તેણે ત્યાં કામ કરવાનું શરૂ કર્યું હતું. બાળકોને ભાઈના ઘરે છોડીને તે કામની શોધમા ચાલી ગઈ હતી.
એક અહેવાલ મુજબ ન્યુઝીલેન્ડ આવ્યા બાદ મનદીપ કૌર સિધ્ધૂ મહિલાઓની લોજમાં રહેતી હતી અને ટેક્સી ડ્રાઇવર તરીકે કામ કરતી હતી.વુમન લોજમાં નિવૃત્ત પોલીસ કર્મચારી રિસેપ્શનિસ્ટ તરીકે કાર્ય કરતી હતી, તે પોલીસ કર્મચારી કેવી રીતે બની અને અહીં પોલીસ કેવી રીતે કાર્ય કરે છે તેની માહિતી પૂરી પાડતી હતી. અહીંથી જ મનદીપ કૌરે પોલીસ બનવાની ઇચ્છા જગાવી અને ધીરે ધીરે મનદીપ કૌર કોન્સ્ટેબલ બની.
મનદીપ કૌર સિદ્ધુએ નિયમિત સમય અને પ્રામાણિકતા સાથે પોતાનું કામ ચાલુ રાખ્યું. તેનું કામ જોતાં ન્યૂઝીલેન્ડ પોલીસે હવે તેને ફ્રન્ટલાઈન અધિકારી બનાવી. આ દરમિયાન તેણે અનેક વખત પોતાના બાળકોને ભારતથી ન્યુઝીલેન્ડ લાવવાનો પ્રયાસ પણ કર્યો હતો અને આખરે તેના બાળકો પણ ન્યુઝીલેન્ડ પહોચી ગયા. ન્યુઝીલેન્ડમા મનદીપ કૌરે ટેક્સી ડ્રાઇવર તરીકે પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો હતો જોકે શરૂઆતના દિવસોમાં તેણીએ પેટ્રોલ પમ્પ જેવી જગ્યાઓ પર પણ કામ કર્યું હતું.
ભારતની આ પહેલી મહિલા છે જે ન્યુઝીલેન્ડ પોલીસમાં છે. વ્યક્તિગત અને સામાજિક મુશ્કેલીઓ પછી મનદીપ ન્યુઝીલેન્ડ પોલીસમાં સિનિયર સાર્જન્ટ તરીકે ફરજ બજાવી રહી છે. પોલીસમા જોડાવા માટે મનદીપ કૌરે લગભગ ૨૦ કિલો વજન ઘટાડ્યું હતું. ખુબજ મહેનત બાદ તેને આ નોકરી મળી હતી. આજે પણ મનદીપ કૌર પોતાના કાર્યની સાથે નિયમિતપણે ગુરુદ્વારાની મુલાકાત લે છે. હાલમાં તે ન્યુઝીલેન્ડના વેલિંગ્ટન શહેરમાં કામ કરે છે.
જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.