શા માટે ભગવાનની આરતીમાં કપૂરનો ઉપયોગ કરવામાં આવે છે, અને તેની પાછળના વૈજ્ઞાનિક કારણો..

Dharma

હિન્દુ ધર્મના લોકોમાં પૂજા કરવીએ તેમની રોજબરોજની જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. હિન્દૂ ધર્મના લોકો દરરોજ સવારે સ્નાન કરીને ભગવાનની પૂજા કરતા હોય છે. ભગવાનની પૂજા કર્યા પછી તેઓ તેમની આરતી પણ કરતા હોય છે.

આ આરતી માં કપૂરનો ઉપયોગ પણ કરવામાં આવે છે. આજે અમે તમને ભગવાનની આરતી માં થતા કપૂરના ઉપયોગ પાછળનો એક વૈજ્ઞાનિક સિદ્ધાંત જણાવવાના છીએ. ઘણા જ્યોતિષોના કહેવા મુજબ આપણા પૂર્વજો આયુર્વેદના ઘણા ગુણોને સારી રીતે જાણતા હતા, તેથી તેઓએ કેટલાક એવા નિયમો બનાવ્યા હતા જેનો આપણને આજ દિન સુધી ફાયદો થાય છે. કપૂર ની આરતી પાછળ પણ આ જ તર્ક રહેલો છે. તેથી જાણો કપૂર ની આરતી કરવાથી શું ફાયદા થાય છે…

કપૂરથી થતા ફાયદાઓ…

  • કપૂર એ એક એવું વનસ્પતિ સામગ્રી છે જે થોડીજ વારમાં હવામાં ભેળવાય જતું હોય છે. તે સફેદ રંગના એક મીણ જેવો પદાર્થ છે. તેમાં એક તોખી સુગંધ હોય છે. કપૂર બનાવવાની પદ્ધતિ વૈદિક કાળથી એકસરખી ચાલી આવે છે, જે આયુર્વેદથી સંબંધિત છે. કપૂર એન્ટી-ઓક્સિડેન્ટની જેવું કાર્ય કરે છે.
  • આયુર્વેદમાં જણાવ્યા અનુસાર, કપૂરની સુગંધ સુંધવાથી પણ કફ સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર થાય છે. તેનો ઉપયોગ વિવિધ આયુર્વેદિક દવાઓમાં બનાવવા માટે પણ થાય છે. આની સુગંધથી પણ આખું વાતાવરણ સુગંધિત થઇ જાય છે.
  • આયુર્વેદે ના કહ્યા અનુસાર, કપૂરની સુગંધ જીવ-જન્તુઓ દ્વારા સહન થઇ શક્તિ નથી, તેથી જ્યારે કપૂરને બાળવામાં આવે છે, ત્યારે તેની સુગંધથી બેક્ટેરિયા, વાયરસ વગેરે જેવા અનેક સૂક્ષ્મ જીવાણુઓ નાશ પામે છે.
  • સાથે સાથે જ્યારે ભગવાનની આરતી સમયે કપૂરને બાળવામાં આવે છે, ત્યારે તેમાં રહેલું એન્ટીઓક્સિડેન્ટનું ગુણધર્મ આપણા ઘણા શારીરિક રોગોને પણ સારા કરે છે.
  • જો આપણે કપૂરના તમામ ગુણધર્મોને ધ્યાનમાં લઈએ, તો તે ફક્ત ધાર્મિક જ નહીં, પણ આયુર્વેદિક રીતે આપણા માટે ખુબજ વધારે ફાયદાકારક છે.

Leave a Reply

Your email address will not be published.