જાણો શા માટે રાવણ ભગવાન શિવના મહાન ભક્ત હોવા છતાં સીતાના સ્વયંવરમાં ભગવાન શિવના ધનુષને હલાવી પણ શક્યા નહોતા?

Dharma

રાવણ એ રામાયણનો એક મુખ્ય પાત્ર છે. રાવણ એ લંકાનો રાજા હતા. રાવણ તેના દસ માથાઓને કારણે પણ ઘણા જાણીતા હતા, જેના કારણે તેને દશાનન (દશ = દસ + આનન = મુખ) તરીકે પણ ઓળખવામાં આવે છે.

ત્રેતા યુગમાં રામ અને રાવણ વચ્ચે એક મોટું યુદ્ધ થયું હતું, જેમાં શ્રી રામે રાવણને મારી નાખ્યા હતા અને રાવણના ભાઈ વિભીષણને લંકાનું શાસન સોંપીને તેમના રાજ્યમાં પાછા ફર્યા હતા. પરંતુ તમે જોયુંજ હશે કે આ યુદ્ધ પહેલા પણ શ્રી રામ અને રાવણ એક બીજા ને મળ્યા હતા અને આ વાત પણ તે સ્થળની જ છે.

શું થયું હતું જનકપુરીમાં…

  • જનકપુરીમાં રાજા જનકે તેમની પુત્રી સીતાના લગ્ન માટે એક સ્વયંવર રાખ્યો હતો, જેમાં ભગવાન શિવના ધનુષને ઉપાડનારા અને તેને પ્રત્યનચા ચઢાવનાર વ્યક્તિ સાથે દેવી સીતાના લગ્ન કરવામાં આવશે તેવું કેહવામાં આવ્યું હતું. કારણ કે જયારે માતા સીતા નાના હતા ત્યારે તેને ભગવાન શિવનું આ ધનુષ ઉપાડ્યું હતું, અને ત્યારથીજ મહારાજા જનકે મનમાં એક નિર્ણય કર્યો હતો કે દેવી સીતાના લગ્ન આ ધનુષ્યને ઉપાડીને તેને પ્રત્યનચા ચડાવનાર વ્યક્તિ સાથે જ કરવામાં આવશે.
  • કૈલાસ પર્વત ને ઉપાડવા વાળો રાવણ, તે શિવ ધનુષને કેમ ઉપાડી શક્યો નહીં, તેને ગીતાના એક શ્લોક દ્વારા કહેવામાં આવ્યું છે.
  • ત્યારે ભગવાન શ્રી રામ ના ગુરુએ એ તેમને ક્યુ : “જાઓ રામ આ ધનુષ્યને ઉપાડો અને જનકની આ તમામ પીડા ને દૂર કરો.” આ વાક્યમાં એક શબ્દ નો પણ ઉલ્લેખ થયો છે, ‘ભવ ચાપ’. જેનો અર્થ એ છે કે, “આ ધનુષ ઉપાડવા માટે માત્ર શક્તિ જ નહીં પરંતુ પ્રેમ ની પણ જરૂરિયાત છે.”
  • ત્યાં આવેલા બધા રાજાઓમાં સૌથી વધારે શક્તિશાળી રાજા રાવણ હતો, તેથી તે ત્યાં એક અલગ ઘમંડ સાથે બેઠો હતો અને તેને તેના તે ઘમંડ સાથે જ તે ધનુષને ઉપાડવાનું પ્રયત્ન કર્યું, જેના કારણે તે ધનુષ રાવણથી થોડું ખસી પણ ન શક્યું.

Leave a Reply

Your email address will not be published.