શું તમે જાણો છો કે સ્વામી વિવેકાનંદ નું મૃત્યુ કેવી રીતે થયું હતું.

Story

સ્વામી વિવેકાનંદને કોણ નથી જાણતું તેમણે આખા વિશ્વમા ભારતની સભ્યતા ,સંસ્કૃતિ અને અધ્યાત્મિક નો પરિચય કરાવ્યો હતો. વિશ્વ ધર્મ સંમેલન જે અમેરિકા ના શિકાગો મા થયો હતો તેમાં તેમણે ભાગ લીધો હતો અને પોતાના વિચારોથી આખા વિશ્વમા પોતાની અલગ છાપ ઉભી કરી હતી. તેમનું મૃત્યુ વર્ષ ૧૯૦૨ મા થયું હતું. શું તમે જાણો છો કે તેમના મૃત્યુ પાછળ કારણ શું હતું. તો ચલો જાણીએ તેના વિશે.

સ્વામી વિવેકાનંદ નો જન્મ 12 જાન્યુઆરી ૧૮૬૩ કોલકાતા મા થયો હતો. તેમનુ નામ નરેન્દ્રનાથ દત્ત પાડવામાં આવ્યું હતું. તે ખુબ જ હોશિયાર હતા. તેમણે જયારે રામકૃષ્ણ પરમહંસ ના ગુણગાન સાંભળયા તો તે તેમની સાથે વાતચીત કરવાના ઉદેશથી તેમની પાસે ગયા પરંતુ રામકૃષ્ણ પરમહંસ જાણી ગયા કે હું જે શિષ્ય ને ગોતતો હતો તે આ જ વ્યક્તિ છે.

પછી સ્વામી વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસ થયા. સ્વામી વિવેનાનંદે ૨૫ વર્ષ ની ઉંમરમા જ ભગવા વસ્ત્ર ધારણ કરી લીધા હતા. ત્યાર બાદ તેમણે ઉઘાડા પગે જ આખા ભારત દેશ ની યાત્રા કરી હતી. તેમણે રામકૃષ્ણ મિશનની સ્થાપના ભારત અને વિશ્વ ના અનેક દેશો મા કરી. સ્વામી વિવેકાનંદ નુ મૃત્યુ ૧૯૦૨ મા થયું હતું પરંતુ આપણે બધા તેમના મ્રત્યુ વિશે જાણતા નથી.

સ્વામી વિવેકાનંદ નુ મૃત્યુ ૩૯ વર્ષની ઉંમરમાં જ થઇ ગયું હતું. સ્વામી વિવેકાનંદ ને ૩૧ થી વધારે બીમારી હતી. તેમાં થી એક બીમારી ઊંઘ ન આવવાની હતી. સ્વામી વિવેકાનંદે તેમના જીવનના છેલા દિવસોમા પણ શિષ્યોની શુક્લ યજુર્વેદ વિષે ની વ્યખ્યા આપી ને કહ્યું કે ”આ સમાજમાં આપણેહજી એક વિવેકાનંદ જોઈએછીએ.

તેમના શિષ્યો ના જણાવ્યા મુજબ તેમનાં અંતિમ દિવસ ૪ જુલાય ૧૯૦૨ ના દિવસે પોતાની દિનચર્યા મુજબ સવારે ધ્યાન કરવા માટે બેસી ગયા અને તેમણે પોતાનો જીવ છોડી દીધો અને મહાસમાધિ લીધી. ઘણાલોકોનું એવું માનવું છે કે તેમનું મૃત્યુ હાર્ટઅટેક આવાથી થયું હતું. તેમના દેહ ને ગંગા નદીના ઘાટે ચંદન ની ચિતા બનાવી ને અગ્નિદાહ આપવામા આવ્યો હતો. આજ ગંગાઘાટ ની સામે તેમના ગુરુ રામકૃષ્ણ પરમહંસ ના અંતિમ સંસ્કાર કરવામા આવ્યા હતા. પોતાના મ્રત્યુ વખતે તેમની ઉમર ૩૯ વર્ષ હતી.

સ્વમીવિવેકાનંદે ભવિષ્યવાણી કરી હતી કે તે ૪૦ વર્ષ કરતા વધારે નહિ જીવે. આ રીતે તેમેણે તેની ભવિષ્યવાણી ને મહાસમાધિ લઈને પૂરી કરી હતી.

સ્વમીવીવેકાનંદ નું વ્યક્તિત્વ પ્રેરણા દાયક હતું. હાલના સમયમા ભારત જ નહિ પુરા વિશ્વમાં લોકો સ્વામી વિવેકાનંદ ને પોતાના માર્ગદર્શક માને છે અને તેમના બતાવેલા માર્ગ પર ચાલે છે.

Leave a Reply

Your email address will not be published.