જો તમે નંબરના ચશ્માને કરવા માંગો છો દૂર, તો રોજ કરો આ એક કામ….

Health

આંખ છે તો અજવાળું છે, કોમ્પ્યુટરના વધતા વપરાશ સામે આંખને બચાવો. આજકાલ દરેક વસ્તુ જોવાની લોકોની નજર બદલાઇ ગઇ છે, એ રીતે અનેક લોકોની આંખો પણ નબળી થતી જઇ રહી છે. આજકાલ આંખના રોગો પણ વધ્યા છે અને ચશ્માં પહેરનારા લોકો પણ વધ્યા છે. આંખોની સારસંભાળ અનિવાર્ય છે. નેત્રજ્યોતિ ન રહેતાં જિંદગીમાં અંધારું છવાઇ જાય છે. દૂર રહેલા ગ્રહો-નક્ષત્રો અને સિતારાઓને જોઇ શકતી આંખને નબળી બનતી અટકાવવાની જરૂર છે. આંખો નબળી પડવાનું મુખ્ય કારણ આપણી લાઇફસ્ટાઇલ છે. ખાન-પાનની ખોટી ટેવો છે.

જંક ફૂડ: જંક ફૂડ નો અર્થ થાય છે વપરાઈ ગયેલો કચરો, ભંગાર, નકામો સમાન. જેની પોષ્ટિકતા લગભગ શૂન્ય હોય તેવા ખોરાક, પોપકોર્ન, વેફર્સ, નૂડલ્સ-મેગી, ફેંચફાયઝને જંકફૂડ કહે છે

આંખ છે તો અજવાળું છે, આંખો આપણા શરીરનું સૌથી અનોખું અંગ છે. આંખો વગર જીવનની કલ્પના કરવી પણ અશક્ય છે. જો તમારી પાસે બધુ જ છે પરંતુ તમારી પાસે આંખો જ નથી તો બધી જ વસ્તુઓ બેકાર છે. આંખો જ વ્યક્તિને સુંદરતા બતાવે છે. આંખો વગર વિશ્વનો સુંદર નજારો જોઇ શકાતો નથી. એટલા માટે આંખોની દેખરેખ કરવી ખૂબ જ જરૂરી હોય છે.

જો તમે આંખોની યોગ્ય દેખભાળ કરતા નથી તો આંખોની સમસ્યા વધતી જાય છે. આંખોની કાળજી રાખવામાં ન આવે તો આંખોની રોશની પણ જઇ શકે છે. લાઇફસ્ટાઇલમાં ફેરફારને કારણે આંખોની સમસ્યાઓ ખૂબ જ સામાન્ય થઇ ચુકી છે.

આંખોની રોશની વધારવા માટે અજમાવો આ રીત

જ્યારે તમને લાગે કે આંખોની રોશની ઓછી થઇ રહી છે તો સમજી જાઓ કે સમસ્યા ગંભીર છે. આંખોની રોશની ઓછી થવાને કારણે માથાનો દુખાવો, આંખોમાંથી પાણી નિકળવા જેવી સમસ્યાઓ થવા લાગે છે. જો તમે પણ આંખોની રોશનીને જીવનભર માટે સારી રાખવા ઇચ્છો છો તો અજમાવો કેટલીક સરળ ટીપ્સ. આ રીત અજમાવવાથી તમને લાઇફટાઇમ ચશ્મા લગાવવાની જરૂર પડશે નહીં.

ટેલિવિઝન, હોમથિયેટર, કોમ્પ્યુટર, ફિલ્મના ઝગમગાટવાળા પડદાને વધારે સમય સુધી જોયા કરવાથી દૃષ્ટિ નબળી પડે છે. તેમાં પણ કોમ્પયુટરના સ્કીન સામે કલાકો સુધી બેસી રહેવાથી આંખો ઝડપથી નબળી પડે છે. આથી બે કલાકના અંતરે આંખો બંધ કરી પાંચ-દસ મિનિટ આંખને આરામ આપવો જોઇએ.

1 થી 100 ગણવા

થાકેલી આંખો ઉપર તમારી હથેળી મૂકીને 1 to 100 ગણવા. પછી હથેળી ખસેડીને બંધ આંખે ફરીથી 1 to 100 ગણવા. પછી ધીમેથી આંખ ખોલવી. આમ કરવાથી આંખોને આરામ મળે છે. ઉપરાંત પ્રકાશથી આંખને આરામ મળે છે, જે આંખોને થાકી જતી બચાવે છે.

પેન્સિલના ઉપયોગથી આંખોની રોશની વધશે

પેન્સિલને હાથમાં ઊભી પકડો. ધીમે-ધીમે પોતાની આંખોની સામે લાઓ અને ત્યારબાદ ધીમે-ધીમે દૂર લઇ જાઓ. આ રીતે દરરોજ દિવસમાં 5 થી 10 વાર કરી જુઓ. આંખોની રોશની સુધારવા માટે આ ખૂબ જ અસરકારક પદ્ધતિ માનવામાં આવે છે.

આંખોની કીકીને ગોળ-ગોળ ફેરવો

આંખોની રોશનીને વધારવા માટે આંખોની કીકીને ઘડિયાળની જેમ સીધી અને તેનાથી ઊંધી દિશામાં ગોળ-ગોળ ફેરવો. આ રીતને દિવસમાં 10 થી 15 વાર કરો. આમ કરવાથી તમારી આંખો સ્વસ્થ રહેશે અને તેની રોશની પણ વધશે.

પાંપણને જપકાવવાથી વધે છે આંખોની રોશની

આંખોની રોશની વધારવા માટે પાંપણને 20 થી 25 વાર ફટાફટ જપકાવો. આંખોની આ એક્સરસાઇઝને દિવસમાં એકવાર ચોક્કસપણે અજમાવી જુઓ. મોટાભાગના લોકો ફોન અને કૉમ્પ્યૂટર ચલાવતી વખતે પોતાની પાંપણોને ઓછી જપકાવે છે જેના કારણે આંખોની રોશની ઓછી થતી જાય છે. પાંપણ જપકાવવાથી આંખોની રોશની વધે છે.

દરરોજ પાણીથી આંખોને ધુઓ

આંખો માટે પાણી રામબાણ ઇલાજ છે. આંખોની રોશની વધારવા માટે દરરોજ સવારે અને સાંજે આંખોમાં ઠંડું પાણીનો છંટકાવ કરો. આમ કરવાથી આંખો સ્વસ્થ રહે છે અને તેની રોશની પણ વધે છે.

જો તમને આ આર્ટીકલ ગમ્યો હોય તો શેર જરૂર કરજો અને કોમેન્ટમાં જણાવજો, સાથે વધારે સારા આર્ટીકલ, સુવિચાર, જોક્સ, અને દેશ-દુનિયાના દરેક સમાચાર ફેસબુકમાં વાંચવા માટે લાઈક કરો આપણું આ પેજ અને મેળવો દરેક અપડેટ તમારા મોબાઈલમાં સહુથી પહેલા…

Leave a Reply

Your email address will not be published.