કોરોનાની જાળમાં ફસાયા જ્હોન અબ્રાહમ અને તેની પત્ની પ્રિયા રૂંચલ, કપલે ખુદને કર્યું રૂમમાં કેદ….

Bollywood

બોલિવૂડના હેન્ડસમ હંક જ્હોન અબ્રાહમ અને તેની પત્ની પ્રિયા રૂંચલને કોરોનાનો ચેપ લાગ્યો છે. જ્હોન અબ્રાહમે ખુદ સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને આ જાણકારી આપી છે. જ્હોને કહ્યું છે કે તેણે અને પત્ની પ્રિયાએ પોતાને ઘરે ક્વોરેન્ટાઈન કર્યા છે. બંનેમાં કોરોનાના હળવા લક્ષણો જોવા મળ્યા છે.

દંપતીએ પોતાને હોમ ક્વોરેન્ટાઇન કર્યું:
જ્હોન અબ્રાહમે સોમવારે તેની ઇન્સ્ટા સ્ટોરી પર એક પોસ્ટ દ્વારા ચાહકોને જણાવ્યું કે તે અને તેની પત્ની કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. તેણે લખ્યું કે, તેણે લખ્યું કે, ત્રણ દિવસ પહેલા હું એક વ્યક્તિના સંપર્કમાં આવ્યો હતો જેની પછીથી મને ખબર પડી કે તેને કોરાના અસર છે. પ્રિયા અને હું કોવિડ પોઝીટીવ થઈ ગયા છીએ. અમે પોતાને ઘરે ક્વોરેન્ટાઇન કર્યા છે. જેથી હવે અમે કોઈના સંપર્કમાં નથી. અમે બંનેએ રસી લીધી છે. આ સમયે અમને હળવા લક્ષણો છે. તમારી સંભાળ રાખો અને સ્વસ્થ રહો. માસ્ક પહેરો.

ઘણા સેલેબ્સ કોરોનાનો શિકાર બન્યા છે:
જાણવા મળું છે કે બોલિવૂડમાં કોરોના ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. તાજેતરમાં જ જ્હોનની ફિલ્મ ‘બાટલા હાઉસ’માં તેની સાથે કામ કરનાર મૃણાલ ઠાકુર પણ કોવિડ પોઝિટિવ થયો હતો. તેણે આ વાતની જાણકારી સોશિયલ મીડિયા પર ફેન્સને આપી હતી. તેણે જણાવ્યું હતું કે તેનામાં કોરોનાના હળવા લક્ષણો જોવા મળ્યા છે અને તે ડૉક્ટર દ્વારા સૂચવવામાં આવેલા પ્રોટોકોલનું પાલન કરી રહ્યો છે.

જ્હોન અબ્રાહમ મૂવીઝ:
જોન અબ્રાહમના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ગયા વર્ષે તેની ફિલ્મ ‘સત્યમેવ જયતે 2’ રિલીઝ થઈ હતી જેમાં તેણે ટ્રિપલ રોલ કર્યો હતો. આ ફિલ્મમાં જોન અબ્રાહમ જબરદસ્ત એક્શન કરતો જોવા મળ્યો હતો. જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નથી. આ વર્ષે જ્હોન ફિલ્મ ‘એટેક’માં જોવા મળશે. હાલમાં જ તેનું ટીઝર રિલીઝ થયું હતું, જેમાં તેનો શાનદાર એક્શન અવતાર જોવા મળ્યો છે. આ ફિલ્મ 28 જાન્યુઆરી 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *