દરરોજ અમે આવા લોકોની પ્રેરણાદાયી ઘટના જણાવીએ છીએ જેના દ્વારા તમારી અંદર એક નવી સકારાત્મક ઉર્જાનો સંચાય થાય. આજે અમે આવી જ એક મહિલા જયંતી કઠાલે વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમણે મહારાષ્ટ્રિયન ખોરાકને પ્રોત્સાહન આપવા માટે ઓસ્ટ્રેલિયામાં એન્જિનિયરિંગની નોકરી છોડી દીધી અને પોતાની મહેનતથી ૧૪ રેસ્ટોરેન્ટ સંભાળે છે.
એવુ કહેવામા આવે છે કે એન્જિનિયરિંગના ભણતરમા ઘણી સ્પર્ધા હોય છે. આમાં પહેલા પ્રવેશ માટે ઘણો અભ્યાસ કરવો પડે છે અને પછી પાછળથી પણ એન્જિનિયરિંગ કોલેજમાં ઘણી મહેનત કરીને પાસ થવુ પડે છે. એન્જિનિયરિંગ પાસ કરીને તમને સારી નોકરી મળે છે પણ જરૂરી નથી કે મનને સંતોષ મળે. જયંતી એન્જિનિયરિંગમાં ખૂબ સારી હતી અને વિદેશમાં એન્જિનિયરિંગની નોકરી મેળવી હતી.
જયંતી આઈટી કંપની ઈન્ફોસિસમાં સોફ્ટવેર એન્જિનિયર હતા. આજકાલ જ્યાં લોકો વિદેશમાં સારી કંપનીમાં નોકરી મેળવવા માટે ઝંખના કરે છે. જયંતીએ મહારાષ્ટ્રિયન ખોરાકને પ્રખ્યાત બનાવવા માટે આ નોકરી છોડી દીધી હતી. જયંતીએ આ કંપનીમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે સેવા આપી હતી. આ કંપનીમાં કામ કરતી વખતે તેમને વિદેશમાં ફરવાની પણ ઘણી તક મળી હતી.
જયંતિ કહે છે કે જ્યારે પણ તેમને વિદેશ પ્રવાસ કરવો પડતો ત્યારે તેમને ઘરેલું પરંપરાગત ખોરાક યાદ આવે છે. પછી પાછળથી જયંતીના પણ લગ્ન થઈ ગયા અને તેનો પતિ પેરિસમાં નોકરી પર ગયો. તેનો પતિ શાકાહારી હતો તેથી વિદેશમાં સારું વેજ ફૂડ મેળવવામા ઘણી મુશ્કેલી આવતી હતી.
જયંતીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે જ્યારે તેમના પતિ વિદેશ ગયા હતા ત્યારે તેમના પતિએ ત્યાંથી તેમને એક પત્ર લખ્યો હતો અને તેણે કહ્યું હતું કે તુ મને ખૂબ જ યાદ આવે છે અને તેમણે એમ પણ લખ્યું છે કે હું દરરોજ ખુબ ભૂખ્યો રહું છુ કારણ કે અહી મને સારૂ જમવાનું નથી મળી રહ્યુ.
પત્ર વાંચ્યા પછી જયંતિએ કંઈક કરવાનું વિચાર્યું. આ દરમિયાન જયંતીએ બીજી એક વાત જણાવી હતી કે જ્યારે તે ઓસ્ટ્રેલિયાની ફ્લાઇટમાં જઇ રહી હતી ત્યારે તેના પતિને કોઈ શાકાહારી ખોરાક ન મળ્યો. ત્યારે જયંતીએ નક્કી કર્યું કે હવે તે શાકાહારી ભોજનનું કામ શરૂ કરશે.
તે ૨ વર્ષ ઓસ્ટ્રેલિયા રહ્યા અને ત્યારબાદ આ નોકરી છોડી દેવાનું નક્કી કર્યું. નોકરી છોડ્યા પછી તેણે ‘પૂર્ણબ્રહ્મા’ રેસ્ટોરન્ટની શરૂઆત કરી. તેની રેસ્ટોરેન્ટમા દરેક પ્રકારના શાકાહારી મહારાષ્ટ્રિયન ખોરાક બનાવવામાં આવે છે. અહીં શ્રીખંડ પુરી, પુરન પોળી અને અન્ય તમામ પ્રકારનાં પરંપરાગત મહારાષ્ટ્રિયન ખોરાક ઉપલબ્ધ છે.
એવું પણ કહેવામાં આવે છે કે જયંતિએ પહેલા ઘરેલુ બનાવેલા મોદકના ઓર્ડરથી શરૂઆત કરી હતી ત્યારબાદ ટૂંક સમયમાં તેણે બેંગ્લુરુમાં પોતાની પ્રથમ રેસ્ટોરેન્ટ પૂર્ણબ્રહ્મા ખોલી હતી. તેમ છતા તેને રેસ્ટોરન્ટ ખોલ્યા પછી શરૂઆતમાં નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો પણ તેણે હાર ન માની. પરિણામે તેના રેસ્ટોરન્ટની ચેન હાલમાં મુંબઇ, પુના, અમરાવતીથી માંડીને બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયા સુધીની છે.
તેની રેસ્ટોરન્ટ પૂર્ણ બ્રહ્મા અન્ય રેસ્ટોરેન્ટ કરતા જુદા છે અને તેના નિયમો પણ જુદા છે. જયંતી જણાવે છે કે તે અહીં કામ કરતા દરેક કર્મચારીને સમાન પગાર આપવામા આવે છે. આ રેસ્ટોરન્ટમાં કામ કરતા દરેક કર્મચારીને વોટર થેરેપી હેઠળ દર કલાકે પાણી પીવું પડે છે અને ગ્રાહકોને ભોજન પીરસતાં પહેલાં પોતાને ખાવું પણ પડે છે. આ રેસ્ટોરન્ટમાં ગ્રાહકોને બિલ પર ૫ ટકાની છૂટ આપવામાં આવે છે અને જે ગ્રાહક ભોજન છોડે છે તેને ૨ ટકા ચાર્જ ચૂકવવો પડે છે, તેથી લોકો આ નિયમને કારણે ખોરાકનો બગાડ કરતા નથી. આ ઉપરાંત જયંતિના હોમ શેફ મોદકના ૪૮ કેન્દ્રો પણ છે.
આ માહિતીની ચોકસાઈ, સમયબદ્ધતા અને પ્રમાણિકતાની ખાતરી કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે, જોકે તેની નૈતિક જવાબદારી ગુજરાત પેજની નથી. અમારી તમને નમ્રતાપૂર્વક વિનંતી છે કે અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે.
જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.