ફક્ત આ 1 કસરત કરીને, તમે પેટની ચરબી ઝડપથી ઘટાડી શકો છો, દરરોજ 10 મિનિટ કરો આ કસરત

Life Style

જો તમે તમારા વધતા વજન, ખાસ કરીને પેટની ચરબીથી પરેશાન છો, તો તેનાથી છૂટકારો મેળવવા માટે, દરરોજ માત્ર આ એક કસરત ફક્ત 10 મિનીટ કરો અને મેળવો જાડી કમરમાંથી મુકતી…

મોટાભાગની સ્ત્રીઓ પેટની ચરબીને કારણે પરેશાન હોય છે કારણ કે કમરના આ સ્થાનની ચરબી ઘટાડવામાં ઘણો સમય અને મહેનત લાગે છે. તેથી, અમે તમારા માટે કમરની આ ચરબી ઘટાડવા માટે સૌથી વધુ સારી માહિતી લાવીએ છીએ. આજે, આ લેખ દ્વારા, અમે તમને એક એવી કસરત વિશે પણ જણાવી રહ્યા છીએ જે પેટની ચરબી ઘટાડે છે. આ કસરત દરરોજ કરવાથી તમે તમારા પેટની ચરબી ઝડપથી ઓછી કરી શકો છો.

મહિલાઓ પેટની ચરબી ઘટાડવા માટે દરરોજ નવી પ્રકારની કસરત, યોગ અને આહારના ઉપાયો અજમાવે છે, તેમ છતાં સફળ થઈ શકતી નથી અને શરીરના વજનમાં વધારો થતાં નકારાત્મકતા પણ વધે છે. પરંતુ પરેશાન થશો નહીં, આ લેખમાં જણાવેલી કસરત દરરોજ કરો. પ્લેન્ક સ્ક્વટ્સ એ નવી એબ્સ વર્કઆઉટ છે જે પેટની ચરબી સાથે વજન ઘટાડવામાં મદદ કરે છે.

સ્ક્વોટ્સ કરવાનો સમય ફિકસ કરો:- કેટલીક વસ્તુઓ એક સાથે સારી દેખાય છે, પછી ભલે તે ફાફડા-જલેબી હોય કે ચા-ગાંઠિયા હોય, બસ આવી જ રીતે પ્લેન્ક અને સ્કવટ્સ પણ એક સાથે કરવામાં આવે તો આપણા શરીરને ખુબજ સારૂ પરીણામ મળે છે અને તેના ફાયદા અનેકગણા વધી જાય છે.

પ્લેન્ક એ કમર માટે એક શ્રેષ્ઠ કસરત છે અને સ્ક્વોટ શરીરના નીચેના અડધા ભાગને કોઈ પણ અન્ય કસરત કરતાં વધુ અસરકારક રીતે અસર કરે છે. પરંતુ જો બંને એક સાથે કરવામાં આવે તો આ એક ખાસ કસરત બની જાય છે. હાર્ટ-બૂસ્ટિંગ કોમ્બો કસરત તમારા પગ અને પેટને મજબૂત બનાવે છે અને માથાથી પગ સુધી તાકાત આપે છે.

આ કરવા માટે, પ્રથમ એક સ્થાન પર ઉભા રહો. પછી આગળ આવો અને તમારા હાથને જમીન પર મૂકો અને તમારે બેસવાની સ્થિતિ પર આવવું પડશે.

હવે બંને પગને પાછળની બાજુ ખસેડો. ઓછામાં ઓછું 8 વાર આ કરો. આ પછી તમે તમારી ક્ષમતા અનુસાર તેને વધારી શકો છો. જો તમને સમજવામાં તકલિફ પડી રહી હોય તો તમે આ કસરતનું નામ લખીને યુટુબ પર વિડીયો જોઈને પણ આ કરસત કેવી રીતે કરવી એ સરળતાથી જાણી અને સમજી શકો છો.

સ્કવટ્સના ફાયદા:- સ્ક્વટ્સ એ ઘરની શ્રેષ્ઠ વજન ઘટાડવાની કસરત છે. આ કરવાથી પગને મજબુત બનાવવાની સાથે પેટની ચરબી પણ ઝડપથી બળે છે. આ ઉપરાંત, હિપ્સની ચરબી દૂર કરવામાં અને પગની માંસપેશીઓ મજબૂત બનાવવામાં પણ સ્ક્વોટ્સ ખૂબ જ ફાયદાકારક છે. તેને નિયમિતપણે કરવાથી પગ, હિપ્સ અને શરીરનો સંપૂર્ણ આકાર શેપમાં આવે છે. આ કસરત કરવાથી, શરીરનું રક્ત પરિભ્રમણ યોગ્ય રીતે થાય છે, કોલેસ્ટરોલનું સ્તર સંતુલિત થાય છે અને ચયાપચય વધે છે.

પ્લેન્કના ફાયદા:- પેટની ચરબીથી છૂટકારો મેળવવા માટે તે એક શ્રેષ્ઠ વર્કઆઉટ્સ છે. પ્લેન્ક કસરતો મુખ્ય સ્નાયુઓને મજબૂત બનાવે છે. આ વર્કઆઉટને નિયમિત કરવાથી પાચન શક્તિ તીવ્ર બને છે અને ઘણી બધી કેલરી બર્ન થાય છે. પ્લેન્ક શારીરિક સંતુલન સુધારે છે અને શરીરને લચીલું બનાવે છે.

જેમ કે અમે તમને કહ્યું છે કે જો બંને કસરતો સાથે કરવામાં આવે છે, તો તેના ફાયદા અનેકગણા વધી જાય છે. તેથી, પેટની ચરબી ઘટાડવા, વજન ઓછું કરવા અને ફિટ રહેવા માટે, તમારે દરરોજ આ કસરત કરવી જોઈએ. તંદુરસ્તીને લગતી આવી વધુ માહિતી મેળવવા માટે, જોડાયેલા રહો ગુજરાત પેજ સાથે.

Leave a Reply

Your email address will not be published.