રણબીર-આલિયાના લગ્ન પર બોલ્યો કપૂર પરિવાર ફોઈ રીમા જૈનએ કર્યો ખુલાસો…

Bollywood

બોલીવુડના વર્તમાન સમયમાં અત્યારે સૌથી લોકપ્રિય ગણાતા સ્ટાર કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નને લઈને આજકાલ ઘણા સમાચારો સામે આવી રહ્યા છે. અમે તમને જણાવી દઈએ કે, તેમના વફાદાર ફેન્સ હવે આલિયા અને રણબીરના લગ્નને લઈને વધુ સમય રાહ જોવા માંગતા નથી. ત્યારે આ બાબતે તાજેતરમાં રણબીર કપૂરના ફોઈ એટલે કે, રીમા જૈનએ મોટો ખુલાસો કર્યો છે. રણબીર અને આલિયાએ તાજેતરમાં જ તેમની આગામી બહુચર્ચિત ફિલ્મ ‘બ્રમ્હાસ્ત્ર’નું શૂટિંગ વારાણસી ખાતે પૂર્ણ કર્યું છે.

શું આલિયા-રણબીર એપ્રિલમાં કરશે લગ્ન?
અત્રે ઉલ્લેખનીય છે કે, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બોલિવુડ ઈન્ડસ્ટ્રીના સૌથી પોપ્યુલર કપલ્સમાંના એક છે. આ બંનેની કેમેસ્ટ્રીને લોકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવે છે. ગયા વર્ષે પણ આ કપલ તેમના લગ્નને લઈને ચર્ચાઓમાં હતા. હવે એવું જણાવાઈ રહ્યું છે કે રણબીર અને આલિયા આ વર્ષે એપ્રિલ મહિનામાં લગ્ન કરી શકે છે. હવે આ લગ્ન પર રણબીરના ફોઈ રીમા જૈને પોતાનું મૌન તોડ્યું છે.

રણબીરના ફોઈએ આપી આ જાણકારી:
સૂત્રોના જણાવ્યા અનુસાર, રણબીર કપૂરના ફોઈ રીમા જૈનને તાજેતરમાં રણબીર અને આલિયાની વેડિંગ ડેટને લઈને સવાલ કરવામાં આવ્યો હતો. ત્યારે રીમા જૈનએ જણાવ્યું હતું કે, આ બંને સ્ટાર્સ હજુ લગ્ન નથી કરી રહ્યા. તેણીએ આગળ જણાવ્યું હતું કે, ”મને આ બાબત વિષે કોઈ જાણકારી નથી. તેઓ બંને લગ્ન કરશે, પરંતુ ક્યારે કરશે તે વિષે મને કોઈ જ ખબર નથી. જ્યારે તેઓ બંને લગ્નનો નિર્ણય કરશે, ત્યારે સૌને જાણ થઇ જશે.”

લગ્નને લઈને નથી થઇ કોઈ તૈયારી:
રણબીરના ફોઈએ આગળ જણાવ્યું કે, તેમણે અત્યાર સુધી આલિયા અને રણબીરના લગ્નને લઈને કોઈ જ તૈયારી નથી કરી, તો આવામાં આટલું જલ્દી કઈ રીતે થઇ શકશે. જો બંનેના લગ્નની વાત સાચી હોત, તો એ તેમના માટે શોકિંગ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસોથી રણબીર અને આલિયાના લગ્નની અફવાઓ સતત ઉડી રહી છે. જો કે, તેમની વેડિંગ ડેટને લઈને આ સ્ટાર કપલ તરફથી કોઈ ઓફિશિયલ જાણકારી મળી નથી કે તેમના પરિવારે પણ કોઈપણ પ્રકારની જાણકારી આપી નથી.

આ ફિલ્મમાં ધમાલ મચાવશે રણબીર- આલિયા:
અત્યાર સુધી, આલિયા અને રણબીર પોતાની આગામી લાંબા સમયથી રાહ જોવાતી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના શૂટિંગમાં વ્યસ્ત હતા. તાજેતરમાં બનારસથી બંનેની વાયરલ તસવીરો સામે આવી હતી. બનારસમાં આ સ્ટાર કપલે આ ફિલ્મ માટે એક રોમાંટિક સોંગનું શૂટ કર્યું હતું. બ્રહ્માસ્ત્રના સેટથી રણબીર અને આલિયાનો લૂક સામે આવી ગયો છે.

અમે તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પૂર્વે, અભિનેત્રી આલિયા ભટ્ટે પોતાનો 29મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. બ્રમ્હાસ્ત્ર ફિલ્મ આગામી તા. 09/09/2022ના રોજ તમામ સિનેમાઘરોમાં રિલીઝ થશે. તેમના ફેન્સ આ ફિલ્મ નિહાળવા માટે ખુબ જ ઉત્સાહિત છે.

થોડા સમય પૂર્વે, ‘અજબ પ્રેમ કી ગઝબ કહાની’ના અભિનેતાએ તેની એક વાતચીત દરમિયાન આ વાત અંગે ઘટસ્ફોટ કરતા ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘લગ્નના કાર્ડ બની ચુક્યા છે.’ જો કે, તેણે તેના લગ્નની કોઈ ચોક્કસ તારીખનો ઉલ્લેખ કર્યો નથી. હું મીડિયાની વાતચીત દરમિયાન કોઈ તારીખ આપીશ નહીં. પરંતુ આલિયા અને મારે જલ્દી લગ્ન કરવાના તમામ ઇરાદાઓ છે.’ રણબીરે તેની વાત અહીયા પૂર્ણ કરી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આલિયા ભટ્ટ તેના લગ્નના દિવસે જાણીતા ફેશન ડિઝાઈનર ‘સબ્યસાચી’નો ડિઝાઇન કરેલો બ્રાઇડલ લહેંગો પહેરી શકે છે.

Leave a Reply

Your email address will not be published.