પતિ સાથે રજાઓ માણી રહી છે Katrina Kaif, પ્રાઈવેટ બોટમાં પતિ Vicky Kaushal સાથેના ફોટા થયા વાયરલ, જુઓ ફોટા..

Bollywood

બોલિવુડના સ્ટાર કપલ વિકી કૌશલ અને કેટરિના કૈફ થોડા દિવસ પહેલા જ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. હવે ખબર પડી ગઈ કે વિકી અને કેટરિના શૂટિંગ માટે નહીં પણ ફરવા ગયા છે. ગુરુવારે કેટરિના કૈફે સોશિયલ મીડિયા પર પતિ વિકી સાથેના રોમેન્ટિક વેકેશનની તસવીરો શેર કરી છે. તસવીરો શેર કરવાની સાથે લોકેશનનો ખુલાસો નથી કર્યો. પરંતુ તેઓ કોઈ બીચ ડેસ્ટિનેશને ગયા છે તેની ચોક્કસથી માહિતી મળી છે.

કેટરિનાએ ત્રણ અલગ-અલગ ફોટો શેર કર્યા છે. જેમાં દરિયો, તાડના વૃક્ષો અને સુંદર કુદરતી દ્રશ્યો જોવા મળે છે. એક તસવીરમાં વિકી કેટરિનાના ખોળામાં માથું રાખીને આરામ કરતો જોવા મળે છે. પ્રાઈવેટ બોટમાં કેટરિના અને વિકીએ દરિયામાં ફરવાનો આનંદ લીધો હતો. ત્રીજી તસવીરમાં હરિયાળી વચ્ચે નાનકડી ઝૂંપડી અને આકાશમાં સૂર્યના કિરણો દ્વારા રચાયેલા રંગોએ મનમોહી લેતું દ્રશ્ય રચ્યું હતું.

જણાવી દઈએ કે, વિકી કૌશલ અને કેટરિના કૈફે 9 ડિસેમ્બર 2021ના રોજ લગ્ન કર્યા હતા. વિકી અને કેટરિનાએ રાજસ્થાનમાં રોયલ વેડિંગ કર્યા હતા. લગ્નમાં કપલના પરિવારજનો ઉપરાંત મનોરંજન ઈન્ડસ્ટ્રીના તેમના અંગત મિત્રો હાજર રહ્યા હતા. લગ્ન બાદ તેઓ ટૂંકા હનીમૂન માટે માલદીવ્સ ગયા હતા. જે બાદ તેઓ પોતપોતાની ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત થઈ ગયા હતા.

લગ્ન બાદ વિકી કૌશલે સારા અલી ખાન સાથેની ફિલ્મનું ઈન્દોરમાં શૂટિંગ પૂરું કર્યું હતું. વિકી ઈન્દોરમાં હતો ત્યારે પહેલી લોહરી સાથે મનાવવા કેટરિના પણ ત્યાં ગઈ હતી. કપલે લગ્નની વન મંથ એનિવર્સરી પણ અહીં જ ઉજવી હતી.

વર્કફ્રંટની વાત કરીએ તો, કેટરિના કૈફ હવે ફિલ્મ ‘ભૂત પોલીસ’માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે સિદ્ધાંત ચતુર્વેદી અને ઈશાન ખટ્ટર પણ છે. આ સિવાય ‘મેરી ક્રિસમસ’માં વિજય સેતુપતિ સાથે કેટરિના દેખાશે. વિકી કૌશલની વાત કરીએ તો, તે ‘ગોવિંદા નામ મેરા’, ‘સેમ બહાદુર’ જેવી ફિલ્મોમાં દેખાશે.

Leave a Reply

Your email address will not be published.