કોણ છે કવિતા ચાવલા, જે KBC 14ની પહેલી કરોડપતિ બની, શું તે 7.5 કરોડના સવાલનો જવાબ આપી શકશે?, જુઓ Video

News

અમિતાભ બચ્ચનના ક્વિઝ રિયાલિટી શો KBC (કૌન બનેગા કરોડપતિ 14)ની સિઝન 14ને તેનો પહેલો કરોડપતિ મળ્યો છે. KBCની પ્રથમ કરોડપતિ કવિતા ચાવલા છે, જે કોલ્હાપુરની 45 વર્ષની ગૃહિણી છે. કવિતા ચાવલા 1 કરોડના પ્રશ્નનો સાચો જવાબ આપીને પ્રથમ કરોડપતિ બની ગઈ છે અને હવે તે 7.5 કરોડના પ્રશ્ન માટે રમવા જઈ રહી છે. શોનો નવો પ્રોમો સામે આવ્યો છે. જેમાં કવિતા ચાવલાએ 1 કરોડ જીત્યા બાદ બિગ બી ઘણા ખુશ થઈ ગયા છે. કવિતા ચાવલાએ શોમાં પોતાના અંગત જીવન વિશે ઘણી વાતો કહી, જેના વિશે સાંભળીને બિગ બી પણ ભાવુક થઈ ગયા. કવિતાએ જણાવ્યું કે દસમા પછી તેના પિતાએ આગળ ભણવાની ના પાડી દીધી હતી.

KBCનો લેટેસ્ટ પ્રોમો સામે આવ્યો છે. જેમાં બિગ બી કહે છે કે તમે 1 કરોડ રૂપિયા જીત્યા છો. જે પછી પ્રેક્ષકોએ ઉભા થઈને કવિતાને વધાવી લે છે. તે પછી, વીડિયોમાં, તે તેમને કહે છે, અહીં 7.5 કરોડનો સવાલ છે.’ સોશિયલ મીડિયા પર પ્રોમો શેર કરતી વખતે ચેનલે લખ્યું- ‘છેલ્લો પ્રશ્ન, છેલ્લો સ્ટોપ. 1 કરોડ જીત્યા પછી, શું કવિતા ચાવલા જીતશે 7.5 કરોડનું છેલ્લું ઇનામ?

કોણ છે કવિતા ચાવલા
KBC 14ની પ્રથમ કરોડપતિ બનેલી કવિતા ચાવલા એક ગૃહિણી છે. કવિતાએ જણાવ્યું કે કેબીસીમાં આવવાનું સપનું પૂરું કરવામાં 21 વર્ષ લાગ્યા. તે ભણવા માંગતી હતી પરંતુ તેના પિતાએ 10મા ધોરણ પછી ભણાવવાની ના પાડી દીધી. કવિતાના શિક્ષકે તેના પિતા પાસેથી તેને આગળ ભણાવવાની માંગ કરી હતી, જેના પછી તે બારમા ધોરણમાં પાસ થઈ શકી હતી.

KBC માટે કેવી રીતે તૈયારી કરી
કવિતાએ જણાવ્યું કે જ્યારથી KBC શરૂ થયું ત્યારથી તે આ શોનો ભાગ બનવા માંગતી હતી. તેણે કહ્યું કે હું મારા પુત્રને ઘરે ભણાવતી હતો. મેં તેને કેજીથી આઠમા સુધી ભણાવ્યો છે. તેને ભણાવ્યા પછી હું શોમાં જવાની તૈયારી કરવા લાગી. કવિતા ચાવલાએ કહ્યું કે મને KBCની હોટસીટ સુધી પહોંચવામાં 21 વર્ષ અને 10 મહિના લાગ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *