કઢી ઘણા રોગો દુર કરે છે અને તેના ખુબજ ફાયદા છે..

Recipe

હાલમાં કોરોના વાયરસની મહામારી ચારેય તરફ ફેલાયેલી છે. આ બીમારીમાં શરદી-ખાંસી, છીંક, તાવ વગેરે આવે છે. આવામાં આપણે નવા-નવા પ્રયોગો અપનાવીએ છીએ. આમ કરવા છતા પણ આપણી શરદી-ખાંસી દુર નથી થતી. આવામાં આ કઢી તમારી શરદી-ખાંસી કરશે દુર.

તો ચાલો જાણીએ ભારતીય કઢી બનવાની રીત. તો ગરમા-ગરમ કઢી પીવો અને શરદી-ખાંસી ને દુર ભગાવો.

સામગ્રી:-

૧) ૨૫૦ ગ્રામ તાજું દહીં

૨) ૫૦ ગ્રામ ચણાનો લોટ

૩) ૧ ચમચી આદુની પેસ્ટ

૪) ૨ લીલા મરચા

૫) ૨ ચમચી ઘી

૬) ૧ ચપટી હિંગ, જીરું, રાઈ, મીઠું

૭) મીઠો લીમડો

૮) ૨-૩ લવિંગ

૯) ઝીણી સુધારેલી કોથમીર

રીત :-

સૌ પ્રથમ દહીંની છાશ બનાવીને તેમાં ચણાનો લોટ, મીઠું, લાલ મરચું, નાખીને મિક્ષ કરી લો. હવે એક વાસણમાં ઘી ગરમ કરો. હવે તેમાં રાઈ-જીરું, મીઠો લીમડો,આડું ની પેસ્ટ લીલા મરચા અને હિંગ નાખો. હવે આ બધું બરાબર મિક્ષ થઇ જાય પછી તેમાં બનાવેલી છાશ નાખો. હવે ધીમા તાપે કઢીને ઉકળવા દો. જ્યાં સુધી કાઢી ઘટ્ટ ન થાય ત્યાં સુધી ઉકળવા દો. તો હવે તૈયાર થઇ ગઈ સ્વાદિષ્ટ ભારતીય કઢી. હવે ઝીણી સમારેલી કોથમીર નાખીને ખીચડી અથવા રોટલી સાથે ખાવ.

ફાયદા :-

જો તમે ગરમા-ગરમ કઢી પીવો તો તમારી શરદી ખુબજ જલ્દી સારી થઇ જાય છે. આ ભારતીય કઢી શરદી, તાવ વગેરે દુર કરીને તમને સ્વસ્થ બનાવામાં ખુબજ ઉપયોગી છે. કઢી માં ઉપયોગમાં આવતો મીઠો લીમડો એ વિટામીન A થી ભરપુર હોય છે જેના લીધે તમારી આંખો પણ સ્વસ્થ રહે છે. આ ઉપરાંત શુગર અને કબજિયાત જેવી બીમારીમાં પણ ખુબજ ફાયદાકારક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *